કંઇક  એ    રીતે   ગઝલની  બાંધણી  કરશું અમે,
કે   તમારા   મૌનને    પણ  રાગીણી   કરશું  અમે.

સૌથી   પહેલાં  તો હ્રદયની  તાપણી   કરશું  અમે,
એ  પછી  જે  કાંઇ બચશે,  લાગણી  કરશું  અમે.

છે  ખુદા   સૌનો   અને  એથી  એ   સંતાઇ  ગયો,
ડર  હતો  એને   કે એની   વહેંચણી  કરશું   અમે.

ચાર  દિનની  જિન્દગીમાં ઘર તો ક્યાંથી થઇ શકે ?
વિશ્ર્વને  બેફામ  ખાલી   છાવણી    કરશું   અમે.

-બરકત વિરાણી

સ્વર : સુધીર ઠાકર
સ્વરાંકન : સુધીર ઠાકર

સૌજન્ય : પ્રણય વસાવડા