[wonderplugin_audio id=”1301″]

 

મારા ગુરુના ભડાકા બહુ ભારી રે હો ભારી
મુંને તત્માં તપાવ્યો વારીવારી

પહેલો ભડાકો મારી જીભડીમાં ચાંપ્યો
જીભડી ને જીવ કેરો સથવારો કાપ્યો
મારા આપોપામાં ઊઠી ધૂધકારી
મારા ગુરુના ભડાકા બહુ ભારી રે

બીજો રે ભડાકો મારાં ઘેન માહી કીધો
ઓહો, મારા પંડયને પાશેર કરી દીધો
ચકના તે ચૂર થઈ ખલક દોધારી
મારા ગુરુના ભડાકા બહુ ભારી રે

પછી રે ભડાકા મારા ભાયગમાં નાખ્યા
સુષ્મણા નાડીએ અમરફળ ચાખ્યાં
મુંને ભડાકે ભડાકે નાખ્યો મારી
મારા ગુરુના ભડાકા બહુ ભારી રે

~ રમેશ પારેખ

સ્વર : ઓસમાણ મીર
સ્વરાંકન : સુરેશ જોશી

આલ્બમ :કાળ સાચવે પગલાં