હરિ તું ગાડું મારું…
Nov 16
ગઝલ Comments Off on હરિ તું ગાડું મારું…
[wonderplugin_audio id=”1390″]
હરિ તું ગાડું મારું કયાં લઇ જાય કાંઈ ન જાણું
હે ધરમ કરમના જોડયા બળદિયા ધીરજની લગામ તાણું
સુખ ને દુઃખના પૈડાં ઊપર ગાડું ચાલ્યું જાય
કદી ઉગે આશાનો સૂરજ, કદી અંધારું થા
ય હે મારી મુજને ખબર નથી કઈ ક્યાં મારું ઠેકાણું
પાંપણ પટારે સપનાં સંઘર્યાં મનની સાંકળ વાસીરે
ઉપર મનની સાંકળ વાંસી ..
ડગર ડગરિયા આવે નગરિયા
ના આવે મારું કાશી રે હે ક્યારે વેરણ રાત વીતે રે ક્યારે વાય વ્હાણું
ક્યાંથી આવું કયાં જવાનું ક્યાં મારે રહેવાનું
અગમ નિગમનો ખેલ અગોચર મનમાં મૂંઝાવાનું
હે હરતું ફરતું શરીર તો છે પિંજર એક પુરાણું
– અવિનાશ વ્યાસ
સ્વરઃ પ્રફુલ્લ વ્યાસ
સ્વરાંકન : પ્રફુલ્લ વ્યાસ