સૂડી વચ્ચે સોપારી ને સોપારીનો ચૂરો
Nov 18
ગીત Comments Off on સૂડી વચ્ચે સોપારી ને સોપારીનો ચૂરો
[wonderplugin_audio id=”1395″]
સૂડી વચ્ચે સોપારી ને સોપારીનો ચૂરો,
કણબણ માગે ગલગોટો ને
કણબી દે ધતૂરો…
તારલિયાનો તાકો ખોલે આંખલડી અધીરી,
ચાંદાના ચંદરવામાંથી બીજલડીને ચીરી;
આથમ દેશે અડધોપડધો પૂનમ દેશે પૂરો.
ભોળું ભોળું હાંફે એને
પાલવમાં ઢબૂરો…
ઝાકળનાં ઝાંઝરિયાં પહેરી ઊભી રે ચમેલી,
આળસ મરડી અડખેપડખે જોતી ઘેલી ઘેલી;
મીઠો લાગે માથલડે ને તળિયે લાગે તૂરો…
ચાવ્યો કાચો આંબલિયો ને
ચડ્યો રે ડચૂરો.
-વિનોદ જોશી
સ્વર : પ્રગતિ ગાંધી
સ્વરાંકન : કલ્પક ગાંધી