તું એક ગુલાબી સપનું છે
Nov 29
ગઝલ Comments Off on તું એક ગુલાબી સપનું છે
તું એક ગુલાબી સપનું છે,
હું એક મજાનીં નીંદર છું.
ના વીતે રાત જવાનીની,
તે માટે હું પણ તત્પર છું.
ગોતી જો શકે તો લે ગોતી,
મોતીના સ્વરૂપે છે જ્યોતિ
ઓ હંસ બનીને ઊડનારા,
હું તારું માનસરોવર છું.
-શેખાદમ આબુવાલા
સ્વર: વિનુભાઈ વ્યાસ
સ્વરાંકન : વિનુભાઈ વ્યાસ