Click the link below to download
 
Yado No Aa Kevo Dariyo.mp3
 
યાદો નો આ કેવો દરિયો ,
ઘડીક મોજું ઉપર લાવે,
પળ માં ડૂબું તળિયે ..
મોજું , મોજું ,મોજાં પર મોજું,
મોજું , મોજાં પર મોજું ,
મોજું ઉપર લાવે ,
પળ માં ડૂબું તળિયે ..
યાદો નો આ કેવો દરિયો ,
ઘડીક મોજું ઉપર લાવે ,
પળ માં ડૂબું તળિયે …

ઇન્તઝાર ની કેવી ક્ષણ છે ,
પળ પળ જાણે મોટો મણ છે ,
જો તું આવે બંધ નયનનાં ,
દ્વાર માં થઇ ને મારાં મનમાં , એક બીજાં ના દિલ ની ધડકન
મૌન બની સાંભળીયે …
યાદો નો આ કેવો દરિયો ,
ઘડીક મોજું ઉપર લાવે ,
પળ માં ડૂબું તળિયે ..

શ્વાસો ની આ અજંપ ચકલી ,
ઘડીક માં હીંચકા ને સળિયે ,
ઘડીક બેસે નળિયે ,
તું આવ જવાની ભૂલી ને ,
ને સમય ના બંધન તોડી ને ,
તો બચપણ ને પગલે પગલે
આપણ બે ઘૂમી વળીએ ,

યાદો નો આ કેવો દરિયો ,
ઘડીક મોજું ઉપર લાવે ,,
પળ માં ડૂબું તળિયે ..

– અનીલ ધોળકિયા

સ્વરાંકન :અનીલ ધોળકિયા

સ્વર : સોનલ જનાર્દનભાઈ રાવલ અને અનીલ ધોળકિયા