Click the link below to down load
 
Chamdi To Thik Lohi Bali Nakhe.MP3
 
ચામડી તો ઠીક લોહી બાળી નાંખે એવાં તડકા તપે છે મારા દેશમાં
કાગળ પર ચીતરેલી નદીઓની જેમ જળ છળતું’તું મૃગજળીયા વેશમાં

ફાટી પડે છે લોહી બળબળતી વેદનામાં આંખો તો રાતું પરવાળું
રોમ રોમ રોયાની ઘટના તો રહેત ને શબ્દોના બારણે તો તાળું
આંખો તો ઠીક પણ આંસુ રડે , દુઃખ ઉભા રૂપાળા દરવેશમાં
કાગળ પર ચીતરેલી નદીઓની જેમ જળ છળતું’તું મૃગજળીયા વેશમાં

હોવાપણાનો ભાર વેઠ્યો ન જાય ને ખાલીપણા ને ઘેર ભીડ
પહાડના એ કાળજે પડતી’તી રાડ એ વેઠે જો મારી આ પીડ
રહી સહી ધરપતને ફૂંકી મારે એવા સંતાપો આવે સંદેશમાં
કાગળ પર ચીતરેલી નદીઓની જેમ જળ છળતું’તું મૃગજળીયા વેશમાં

– સુકદેવ પંડ્યા

સ્વર અને સ્વરાંકન : નયનેશ જાની