સાવ સૂની થઈ ઊભી છે  કયારની
મારી  માફક  કોને ઝંખે   છે  સડક?

સ્થાન   પોતાનું   કદી   છોડે   નહીં
ને  બીજાઓને  ચલાવે   છે   સડક.

અટકી અટકી અશ્ર્વ ચાલે  ને જુએ,
કોણ આ એડી કે ખખડે  છે   સડક?

કેટલા    કોલાહલો    જાગી   ઊઠે ?
શાંત  ચિત્તે  તોય  ઊંઘે   છે  સડક

મારી   સામે   મારો  પડછયો  ધરી,
મારી   એકલતાને   દોરે   છે  સડક.

આપણી  મંઝિલ હવે નિશ્ર્ચિત થઈ
કોઈનાં પગલાં   બતાવે   છે  સડક.

ખૂબ   ચાલ્યા   બાદ   દેખાતું   મને
હું   ઊભો   છું ને આ ચાલે છે સડક