અને –

Comments Off on અને –

એક   પડછયો  અને –
વહેમ પણ કેવો અને –

આંખથી  મોતી  ઝર્યા ,
ખ્વાબમાં દરિયો અને –

મેં  કહ્યું   સોનું  હતું ,
એ  કરે  તડકો  અને –

કેટલા   વરસો  થયાં,
એજ  છે  રસ્તો અને –

યાદ  છે  એના વિશે,
એ  બધી ખુશ્બો અને –

– કૈલાસ પંડિત

… હું નથી હોતો

Comments Off on … હું નથી હોતો

પાતળી   પડતી   હવામાં  હું  નથી   હોતો
શ્વાસ  અટકે   એ   જગામાં  હું નથી  હોતો.

એ  ખરું,   કે  જીવવું  ઈચ્છા  ઉપરવટ  છે
કૈંક    વર્ષોથી    કશામાં   હું   નથી   હોતો
.
રાતભર   વરસાદ  વરસે , ઓરડો   ગાજે;
આંખ  ઝરમરતાં,  મઝામાં  હું  નથી હોતો.

બે   ઘડી   માટે  થવું  છે  પર – સુગંધથી;
પુષ્પની   અંગત  વ્યથામાં  હું નથી  હોતો.

જીવન જેમ જ સાચવ્યા એકાંતના  સિક્કા;
ભીડથી  ભરચક  સભામાં હું નથીએ  હોતો.

– ચિનુ મોદી

@Amit Trivedi