કરી શકો છો?

Comments Off on કરી શકો છો?

દર્દને દીલથી ક્યાં અળગું કરી શકો છો,
અશ્રુઓ માછલીનાં ક્યારે લુછી શકો છો?

જુદા કરી શકો છો કાંટાને ફૂલથી પણ,
ફોરમને ફૂલથી ક્યાં જુદી કરી શકો છો?

જુદા ભલેને પાડો વ્રુક્ષોનાં નામ અહીંયા,
છાયાનું નામકરણ ક્યારે કરી શકો છો?

લહેરાય રણમાં એવું કે હાલ પી શકો છો,
મૃગજળને જામ માંહી ક્યારે ભરી શકો છો?

જીવનની સાંજે પણ વિસ્તરી જવાનું,
પડછાયો નિજનો સાંજે મોટો કરી શકો છો?

નરેન્દ્ર જોશી

ઋણી હોય છે ! – સુધીર પટેલ

Comments Off on ઋણી હોય છે ! – સુધીર પટેલ

કોણ    જુએ     સાંજને     કેવી    સલૂણી    હોય   છે ?
આંખ   માણસની    દિવસના   અંતે  ઊણી   હોય  છે !       

જંગલોમાં  જઈ  કરે  તપ  એને   ક્યાંથી    હો  ખબર?
શહેરની   આ    જિંદગી    પણ   એક   ધૂણી   હોય  છે! 

વાત   માણસની   સરળકોણી    થશે   ક્યારેય   પણ ?
એ  સદા   બ હુકોણી   અથવા   કાટખૂણી    હોય    છે!  

હું  ય   માણસ છું,  મને   સ્વીકાર  સૌ   ભૂલો   સમેત,
તું  ય    જાણે  છે,   કોઈ   ક્યાં  સર્વગુણી   હોય    છે! 

આવકારો    દર્દને    હું    એટલે      આપું      ‘સુધીર’,
હર  ગઝલનો  શબ્દ  બસ  એનો  જ  ઋણી  હોય  છે ! 

                                            –   સુધીર પટેલ

ભરત વિંઝૂડા

Comments Off on ભરત વિંઝૂડા

દૂર   જઇને     જ  કોઇ    સતાવે
તો   કોઇ   એટલે    પાસ    આવે

કોઇ  બનતી  નથી  એમાં   ઘટના
એ  કથા    સાંભળો   ને    રડાવે

સત્યનો   હાથ    સૌથી  ઉપર  છે
સૂર્ય     એને    વધારે    જલાવે

કાળ    ઘેરી    વળે    છે  બધાને
સૌની  સાથે   એ  ખદને   વિતાવે

ગણગણે    છે   ન   સમજાય  એવું
અણસમજ   એક   ગઝલો   લખાવે

…મારો અભાવ છે! – વીરુ પુરોહિત

Comments Off on …મારો અભાવ છે! – વીરુ પુરોહિત

જો  ગામના  દરેક  ઘરમાં  શૂન્યભાવ  છે;
છે અર્થઘટન  એ જ  કે  મારો અભાવ  છે!

એ  મુકત છે, વહી  શકે, એનો સ્વભાવ છે!
મારી અિવચલ ચેતના મારો વિભાવ છે!

છે  રકતમાં  પ્રચંડ ધ્વિન, તે સુણું  સતત;
કલશોર  ફકત કાનનો નમણો  બચાવ  છે!

એકાંત  હોય  કે  નગરની  ભીડ  હોય  છે,
હું વ્યકત છું, બધે સ્થળે બમણો પ્રભાવ  છે!

તું  ખેંચ  મા  પરિબિડયું  એક્કેય   રંગનું,
સઘળા  જ  રંગથી તને સરખો લગાવ છે!

– વીરુ પુરોહિત

મુકુલ ચોકસી

Comments Off on મુકુલ ચોકસી

તું બને વરસાદ તો ઈચ્છાઓ જામગરી બને
ને રમત અગ્નિ અને જળની વધુ અઘરી બને
.
કોઈના હોવા ન હોવાથી બને છે કયાં કશું?
ને બને તો બસ કવિતા એક-બે નકરી બને.

ને કવિતા થાય તો દરિયાથી પાછા આવવા
ઘર સુધી જાણે સડક એકાદ અધકચરી બને
.
છાતી આ અકબંધ રહેશે તો કશું પણ ના થશે
જેના ટુકડા થાય છે તેની જ તો ગઠરી બને.

રામ બનવાનું બહુ અઘરું નથી હોતું મગર
શર્ત એ છે કે નિખાલસ એક જણ શબરી બને.

– મુકુલ ચોકસી

છંદ બંધારણ : ગાલગાગા-ગાલગાગા-ગાલગાગા-ગાલગા

@Amit Trivedi