જીવન ખાલી ખાલી – ઝંખન

Comments Off on જીવન ખાલી ખાલી – ઝંખન

 

અમારા જીવનની છે વાતો નિરાલી,
છલોછલ છે આંખોને દૃષ્ટી છે ખાલી,

સિતમ કૈંક એવા ગુજર્યા કહું શું?
ને કોઈ મિત્રે આંગળીયે ન ઝાલી,

જલે સાહ્યબી જોઈ, ક્યાં કૈં એ જાણે?
ભર્યા જામ છે પણ જીવન ખાલી-ખાલી.

નજરની જ સામે એ સૌ મુરઝાયાં,
હ્રદયપુષ્પ જેના અમે ખુદ માળી,

અમે જે ઘડ્યાં’તાં એ શીલ્પો અમોલાં,
‘ગઝનવી’ એ કાળે દીધાં સૌને ઢાળી.

હ્રદયરક્ત પાઈ અમે જે ઉછેરી,
લતા લાગણીની છે એણે જ બાળી.

રિસાઈને ચાલ્યાં હ્રદયખંડવાસી,
અમે ખુબ મથ્યા પણ શક્યા નહી જ વાળી.

ઝખમથી જ ઝુરતા આ ‘ઝંખન’ન જોઈ,
જુઓ દુશ્મનો લે છે આનંદતાળી.

– ‘ઝંખન’ રચના તા.૨૦/૧૦/૨૦૦૧

છંદ બંધારણ – લગાગા લગાગા લગાગા લગાગા

૨૦૦૧ના ધરતીકંપમાં પોતાની એકની એક લાડકી દીકરી ગુમાવી બેઠેલા પિતાની વ્યથાને આ ગઝલમાં ઠાળવાનો આ ઉત્તમ પ્રયાસ આપની સમક્ષ છે. ભલે આ ગઝલ લખતાં લખાઈ ગઈ પણ આ એક સત્ય ધટના પર આધારીત છે જેમાં શંકાને કોઈ સ્થાન નથી. અમદાવાદમાં ભુકંપનો સૌપ્રથમ શિકાર આ બાળા બની હતી.

હું હવે તો હું બનું …

Comments Off on હું હવે તો હું બનું …

વા બનું, વાદળ બનું, વર્ષા બનું કે શું બનું?
આયખાની એક ઈચ્છા હું હવે તો હું બનું.

હોય મારા ભાગ્યમાં તો હોય એ તારી તરસ.
રણ બનું, રેતી બનું, મૃગજળ બનું કે લૂ બનું

યાદના તંતુ વણીને તું ઝગાવે જો મને,
ઘી બનું, દીવી બનું, ‘ને તરબતર હું રૂ બનું.

આરસીની આંખમાં મારી હયાતી શોધવા.
ધ્યાનથી જો જોઉ તો હું ‘હું’ મટીને તું બનું.

એ અલગ વાત છે હું શૈતાન કે સાધુ બનું.
આજ અંદર *બહારથી બસ એક સરખો હું બનું.

– દર્શન ત્રિવેદી

મિસ્કીન – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

Comments Off on મિસ્કીન – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

&nbpl

કેટલું ક્યાં લગી રડે મિસ્કીન,
શાંત અપોપું મન પડે મિસ્કીન.

પ્રશ્ન એક જ છે કોણ? કોનાથી,
કેટલું કઈ હદે ચડે મિસ્કીન.

ખૂબ ડરવું ને ચાલવું ચેતી,
બોલતાં જેને આવડે મિસ્કીન

સાવ તરસ્યો છતાં છલકી જઉં,
કોઈ આવીને જ્યાં અડે મિસ્કીન.

કોણ ઈચ્છે છે? આ બનાવા શું?
બાળપણથી સતત ઘડે મિસ્કીન

રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

@Amit Trivedi