ગરજ ગરજ વરસો જલધર

Comments Off on ગરજ ગરજ વરસો જલધર

 


 

Click the link below to download

Garaj Garaj Varso.mp3

 
ગરજ ગરજ વરસો જલધર
દીપકથી દાઝેલાં તનને
શીતળ જળથી પરસો…..ગરજ ગરજ વરસો જલધર

તરસ્યાની ના તરસ છીપાવે
એ વાદળ કોને મન ભાવે
આકાશી આ હેલ છલોછલ
સંઘરીને શું કરશો ?….ગરજ ગરજ વરસો જલધર

પરદુઃખમાં થઈને દુઃખીયારા
લઈએ ખોળામાં અંગારા
જલતાને ઠારો તો જુગજુગ
ઠાર્યાં એવાં ઠરશો…..ગરજ ગરજ વરસો જલધર

ગગન ઘોર ઘન
શ્યામ શ્યામ તન
મેઘરાજ આવો
થર થર થર થર મેરુ કંપે
જલ થલ જલ વરસાવો
આવો….આવો……..ગરજ ગરજ વરસો જલધર

કનક કામિની
દમક દામિની
નૂર નભમાં રેલાવો
ઝરમર મોતી વસુંધરાને પાલવડે ટંકાવો
આવો….આવો…….ગરજ ગરજ વરસો જલધર

– કાંતિ અશોક

સ્વર : આશા ભોંસલે અને ઉષા મંગેશકર

સાવ અચાનક મૂશળધારે

Comments Off on સાવ અચાનક મૂશળધારે

 

 
Click the link below to downlaod

SAAV ACHANAK MUSHALDHARE.mp3
 

સાવ અચાનક મૂશળધારે, ધોધમાર ને નવલખ ધારે,
આ વાદળ વરસે છે કે તું ?
ધરાની તરસે વાદળ વરસે, તારી તરસે હું,
મને તું વાદળ કહે તો શું?

ગેબને આરે આભ ઓવારે શ્યામલ શ્યામલ મેઘ ઘેરાયા,
કુંતલ કંઠે આવકારના પ્રીત-ગીત નભમાં લહેરાયા;
ઉત્કટ મિલનની પ્યાસ લઈને, આલિંગન અણમોલ દઈને
આ મનભર મેઘ મળે કે તું?
ધરાની તરસે વાદળ વરસે, તારી તરસે હું,
મને તું વાદળ કહે તો શું?

દાવા છોડી લ્હાવા લઈએ, ભીંજાઈને ભીંજાવા દઈએ,
આજ કશું ના કોઈને કહીએ, મોસમ છે તો વરસી રહીએ;
તરસતણાં ચલ ગીત ભૂલીને, વરસ હવે તું સાવ ખૂલીને,
હવે કોઈ પાગલ કહે તો શું?

ધરાની તરસે વાદળ વરસે, તારી તરસે હું,
મને તું વાદળ કહે તો શું?

– તુષાર શુક્લ

સ્વર : સોલી કાપડીઆ

ઓહ્મ રટ  ઓહ્મ 

Comments Off on ઓહ્મ રટ  ઓહ્મ 

 

 

Clickthe link below to download
 
OM RAT OM.mp3
 

ઓહ્મ રટ ઓહ્મ
સદૈવ રટ ઓહ્મ ઓહ્મ
મન એક મંત્ર ઓહ્મ

નાહી ત્રિવેણી જલમાં ધવલાં ધરી વસન
એકાંત કોઈ સ્થલમાં આસન રચી પ્રસન
જપ યજ્ઞના હવનમાં સંકલ્પ સર્વ હોમ …..

શગ શૂન્ય તેજથી જ્યહીં ઝળહળ દીસે ગગન
કોઈ દિશા તણાં નહીં જ્યાં વાય છે પવન
ત્યહીં એક સ્વેત બિંદુમાં જુદા ન સૂર્ય સોમ ….

રઢ એની અંતરે રહી એનું થતાં મિલન
લેશે અભાવ ક્યાંય ના તું એ રહે ના મન
તું એ જ તેજ એ જ એ જ મંત્ર એ જ એક ઓહ્મ

– રાજેન્દ્ર શાહ

સ્વર : નયનેશ જાની
સ્વરાંકન : ક્ષેમુ દિવેટિયા

 
 

ગહન ઘનશ્યામની …

Comments Off on ગહન ઘનશ્યામની …

 


 

Click the link below to download
 
GAHAN GHANSHYAM.mp3.mp3
 

ગહન ઘનશ્યામની મધુરરવ મોરલી
ગગનપટ ઊભરતી પ્રણયનાદે
ઉભય અશ્વિન કરે તાલ મરદંગના
ગગન-ગોરંભ ભરી મેઘનાદે

દિવ્ય સૂર-તાલ સૂણી ગગન્ની ગોપિકા,
મૂર્છના વાદળી-વૃંદ જાગે;
તાલ કરતાલ ધરી, પ્રણય નયને ભરી,
મલપતી સરકતે નૃત્ય-પાદે..

સહુ દિશા આવરી રાસકુંડળ રચ્યું
ઝડપ પદતાલથી રાસ જામે;
અંગ કટિભંગ કરી, નયન નર્તન કરી,
કાન ગોપી હ્રદય ઐકત્ર પામે..

નયન નયને ઢળ્યાં, વીજ ચમકા થયા,
મદનમદ નૈન મરજાદ મેલેઃ
હાસ્ય-મોજાં ચડ્યાં, ગાલ ગોળા થયા
હર્ષ-અશ્રુ ખરી પ્રુથ્વી રેલે..

– કૃષ્ણલાલ શ્રીધરાણી

સ્વર :શ્રધ્ધા શ્રીધરાણી

બિન બોલે હરદમ તનન્ તોમ્

Comments Off on બિન બોલે હરદમ તનન્ તોમ્

 


 

Click the link below to download

Bin Bole Hardam Sanatan.MP3
 

બિન બોલે હરદમ તનન્ તોમ્
હરિ ઓમ્ ! હરિ ! ઓમ્ હરિ ! ઓમ્
સૂર એહ સનાતન વ્યોમ ભોમ ….હરિ …

શાન્ત તેજમય સભર ભર્યો તું !
આનંદિત અખંડ નર્યો તું !
જડમાં ચેતનવંત ઝરો તું !
રમી રહ્યો અમ રોમ રોમ ….હરિ

તારી ફૂંકે જીવન જીવે !
આંખ નિહાળે તારે દીવે ?
તારી જ્યોત તણે તણખે એ
ઝગમગ ઝગતા સૂર્ય સોમ …..હરિ

– રમણલાલ વ. દેસાઈ

સ્વર : ગૌરવ ધ્રુ , સોલી કાપડીઆ

સ્વર નિયોજન : આશિત દેસાઈ

 

Older Entries

@Amit Trivedi