છૂટે શ્વાસ પાછળ ….

Comments Off on છૂટે શ્વાસ પાછળ ….

 

 

Click the link below to download

Chhute Swas Pachhal.mp3
 

છૂટે   શ્વાસ   પાછળ  ઈરાદા  રહે   છે
ફક્ત  આંસુઓના   દિલાશા  રહે   છે

વહી જાય જળ રેત પરથી  સમયનું
ને   વેરણ   ખાલી    કિનારા  રહે  છે

ઘણી વાર   એવું   બને   પ્રેમમાં   કે,
અઢી  શબ્દ  સાથે  નિસાસા  રહે  છે

લખે જાત બાળીને ગઝલને શક્ય છે
શબદમાં  જખમના  તિખારા  રહે છે

હથેળી  ધરી   હુંફ   આપી   શક્યાના
છબીમાં સ્વજન બસ બિચારા રહે છે

– ડો પરેશ સોલંકી

 

તમે કર્યો શિખરની માથે

Comments Off on તમે કર્યો શિખરની માથે

 

 

 

Click the link below to download
 
Tame Karyo Shikhar Ni Mathe.mp3

 

તમે કર્યો શિખરની માથે ધજા ધર્યાનો ડોળ
અમે તો  તળમાં માથાબોળ

અમે નિહાળ્યો નથી કદીયે પડઘાનો આકાર
અમે  લીધોના કદી વીજળી ચમક્યાનો આધાર
અમે નિહાળ્યો નથી કદીયે ઝલમલ ઝાકમઝોળ
અમે તો જળમાં માથાબોળ

તમે હવાના યાયાવરને પિંજર પૂરો, છોડો
તમે તમારી મનમાયાના પડછાયામાં દોડો
તમે કરો તે બધી ક્રિયાઓ લાગે ગોળમગોળ
અમે તો કળમાં માથાબોળ

તમે યુગોના છેડા ઝાલો, કદી સદીને વરતા
તમે સમયના જળાશયોના નકશાઓમાં તરતા
અહી અમારે આંગણિયે તો પળની છોળમછોળ
અમે તો પળમાં માથાબોળ

– સ્નેહી પરમાર

સ્વર : નિધિ ધોળકિયા

સ્વરાંકન : ડો ભરત પટેલ

@Amit Trivedi