ગોરી મોરી, ફાગણ ફાલ્યો જાય

Comments Off on ગોરી મોરી, ફાગણ ફાલ્યો જાય

 

 

To down load song click the link below :

 

Gori Mori Fagan Chalyo Jay.mp3

 

ગોરી  મોરી,   ફાગણ  ફાલ્યો  જાય  કે  ચૈતર  કોણે  દીઠો  રે  લોલ;
વ્હાલા મોરા,  જોબન  ઝોલાં  ખાય  કે  ઝૂલણો  લાગે  મીઠો રે  લોલ.

 

ગોરી  મોરી, હૈયાં  ઢળી  ઢળી  જાય  કે  ઝૂલશો  ક્યાં લગી  રે લોલ;
વ્હાલા મોરા, ઝૂલણો   મેલ્યો  ન  જાય  કે  ઝૂલશું  જિંદગી  રે  લોલ.

 

ગોરી  મોરી, ચૈતર  ચાલ્યો  જાય  કે  વૈશાખ  વહી  જશે    રે  લોલ;
વ્હાલા મોરા,   આ   શો અધીરો થાય કે આજ ઓછી કાલે હશે રે લોલ.

 

ગોરી  વ્હાલે  મેલી  આંબલિયાની  ડાળ  કે  ચાલ્યાં ચાકરી  રે લોલ;
લાગી   ઊઠી   વૈશાખ-જેઠની  ઝાળ   કે   વેળા   આકરી   રે  લોલ.

 

આવી ત્યાં તો આષાઢી મેઘ સંભળાય ગોરીનો ભીંજ્યો કંચવો રે લોલ;
વ્હાલા  મોરા  ફાગણ  પાછો  લાવ  કે  ચૈતર  ક્યાં  મૂક્યો  રે  લોલ.

 

આભમાં   ફરકે   શ્રાવણવીજ,   ગોરીની   રૂઠી,   આંખડી   રે  લોલ;
વ્હાલા મોરા, બીજની  ન  કરજે ત્રીજ, ભીંજાતી મેં અંહી ખડી રે લોલ.

 

– ઉમાશંકર જોશી

 

ગાયક : પ્રણવ અને બીના મહેતા

ડુંગરા તૂટે ….

Comments Off on ડુંગરા તૂટે ….

 
 

 

You can download this song by clicking link below :

Dungara Tute Khadak Kai Khin Ma.mp3

 

ડુંગરા તૂટે,  ખડક  કઈ  ખીણમાં  ધસમસ  પડે,
હો ગગનગામી ભલે માણસ  છતાં ચોક્કસ પડે

કે  નથી  હોતા  કદી   કોઈ  પતનમાં ભેદભાવ
ગઢ પડે,  ભેખડ પડે,  મંદિર પડે,  આરસ પડે

થોડી  તો  મેલી  જ  હોવી  જોઈએ મથરાવટી,
તો ફરિશ્તાઓના  ટોળાથી  અલગ માણસ  પડે

આ બ ધી  ઘટના ખુશીની એકધારી  છે  નીરસ
દુઃખના બે  ચાર  કિસ્સાઓ  કહો  તો  રસ પડે

હું    લઈને   નીકળું  છત્રી  સરસ વર્તુળાકાર
ને   ગગનમાંથી  ચમકતી  વીજળી ચોરસ પડે

તે   પછી  રહેશે  નહીં   અંધારનો કોઈ વિકલ્પ
હો  અમાસી  રાત ને  મુજ  હાથથી  ફાનસ પડે

કોઈ  વેળા તો પતન  પણ હોય છે વસ્તીસભર
એ  પડે  ને  સાથે  એના  વંશ ને વારસ પડે

– ભગવતીકુમાર શર્મા

સ્વર : કલ્પક ગાંધી

सुरज आथमी जाजे वहेलो…

Comments Off on सुरज आथमी जाजे वहेलो…

 

 

To download click the link below :

 

Suraj Aathami Jaje Re.mp3

 

 

सुरज आथमी जाजे वहेलो
आथमी जाजे वहेलो…..
सांझ ने टाणे, उर ने गाणे,
नाचतो मोरलो घेलो…
आथमी जाजे वहेलो….

नाचतां वादण, नाचतां किरण, नाचता गगन तारा,…
नाचतो सागर, नाचती लहरो, नाचे दूर किनारा ….
पूर्व दिशा ए आनंद छंदे,
चंद्र उगे अलबेलो…..
आथमी जाजे वहेलो .. सुरज.

मुखडुं मारुं बंध कीधुं, उर ने दीधी वाचा…
दिन मां मने स्वप्नां आवे, रात मां थाये साचां…
पागल कोई जादूगरे, उलटा कीधा खेलो….
आथमी जाजे वहेलो…सुरज..

कवि : श्री हरिन्द्र दवे
स्वरांकन: अनिल धोलकिया
स्वर : सु. सोनल जनार्दन रावल
आल्बम: यादो नो दरियो…

@Amit Trivedi