કોઈ ધોધમાર વરસે રે …

Comments Off on કોઈ ધોધમાર વરસે રે …

 

 

Click the link below to download

Koi Dhodhmar Varse.mp3

 

કોઈ ધોધમાર વરસે રે સૈ,
નસનસમાં તસતસતી ભીંસ કોઈ વાવીને,
કહે છે તું આજ ગઈ.

હાથ હાથ આવીને છટકી જવાના ખેલ,
રમવામાં હાર બી તો થાય;
રાત રાત આવીને સામે ઉભી રે તો,
નીકળે છે શરમાતી હાય.
ઉછળતા મોજામાં ભીંજાતી પાનીએ,
ઝાંઝર બોલે છે તા થૈ..

વેંત વેંત અંતરને ઓછું કરીને,
કોઈ ધીરેથી આવે છે ઓરું;
હેત હેત ઉછળે જ્યાં મારી ચોપાસ,
કહે કેમ કરી રહેવું રે કોરું.
છલબલતી જાતથી હું એવી ઢોળાઈ કે,
મારામાં બાકી ના રહી..

– હિતેન આનંદપરા

સ્વર : રેખા ત્રિવેદી

જરા થોડી જગા …

Comments Off on જરા થોડી જગા …

 

 
Click the link below to download
 

Jara Thodi Jaga Tara Jigar Ma.mp3
 

જરા થોડી જગા તારા જીગરમાં દે,
બડો અહેસાન થઇ જાશે
નહીં તો ખાલી દિલમાં
દિલના અરમાન રહી જાશે

બડો અહેસાન થઇ જાશે

નજરના એક ખૂણામાં જરી
જો બેસણું તુ દે
ભરી દે દમ મીઠો હરદમ
મને તારા ચરણમાં લે

ભલે બોલે કે ના બોલે
જીવન કુરબાન થઇ જાશે
બડો અહેસાન થઇ જાશે..

સૂરા ને સુંદરીની અહીં
મહેફિલ જામી છે
બધુ છે અહીં સદા હાજર
છતાં એક દિલની ખામી છે

લૂંટી લે મન ભરી મહેબૂબ
જીગર મુસ્કાન થઇ જાશે

બડો અહેસાન થઇ જાશે

કવિ : અવિનાશ વ્યાસ

સ્વર: ગાર્ગી વોરા

અંતર મમ વિકસિત કરો

Comments Off on અંતર મમ વિકસિત કરો

 


રવિન નાયક
 

 


 

Click the link below to download
 
Antar Mam Vikasit Karo Sadhna Sargam.mp3

 

અંતર મમ વિકસિત કરો, અંતરતર હે-
નિર્મલ કરો, ઉજ્જવલ કરો, સુંદર કરો હે.

જાગ્રત કરો, ઉદ્યત કરો, નિર્ભય કરો હે,
મંગલ કરો, નિરલસ નિઃસંશય કરો હે.

યુક્ત કરો હે સબાર સંગે, મુક્ત કરો હે બંધ,
સંચાર કરો સકલ કર્મે શાંત તોમાર છંદ.

ચરણપદ્મે મમ ચિત્ત નિઃસ્પંદિત કરો હે,
નંદિત કરો, નંદિત કરો, નંદિત કરો હે.

– રવીન્દ્રનાથ ટાગોર

સ્વર : સાધના સરગમ

સંગીત અને સ્વરાંકન : રવિન નાયક

 

હવે મંદિરનાં બારણા ….

Comments Off on હવે મંદિરનાં બારણા ….

 

 

Click the link below to download

Have Mandir Na Barna Ughado Purushotam Upadhyay.mp3

 

હવે મંદિરનાં બારણા ઉઘાડો મોરી માત
ગગન કેરે ઘાટ આવી નોરતાની રાત

ચંદ્રમાનું ચંદન અને સૂરજનું કંકુ
આસમાની ઓઢણીમાં ટપકીયાળી ભાત
ગગન કેરે ઘાટ આવી નોરતાની રાત
કે નભનાં તારલિયા તારી આરતી ઉતારે

ને સમીરની શરણાઈ ગાઈ તુજને સત્કારે
આજે માવડીના મિલનીએ જાગ્યું આ વિરાટ
ગગન કેરે ઘાટ આવી નોરતાની રાત

– અવિનાશ વ્યાસ

સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય

ચામડી તો ઠીક ….

Comments Off on ચામડી તો ઠીક ….

 


 

Click the link below to down load
 
Chamdi To Thik Lohi Bali Nakhe.MP3
 

ચામડી તો ઠીક લોહી બાળી નાંખે એવાં તડકા તપે છે મારા દેશમાં
કાગળ પર ચીતરેલી નદીઓની જેમ જળ છળતું’તું મૃગજળીયા વેશમાં

ફાટી પડે છે લોહી બળબળતી વેદનામાં આંખો તો રાતું પરવાળું
રોમ રોમ રોયાની ઘટના તો રહેત ને શબ્દોના બારણે તો તાળું
આંખો તો ઠીક પણ આંસુ રડે , દુઃખ ઉભા રૂપાળા દરવેશમાં
કાગળ પર ચીતરેલી નદીઓની જેમ જળ છળતું’તું મૃગજળીયા વેશમાં

હોવાપણાનો ભાર વેઠ્યો ન જાય ને ખાલીપણા ને ઘેર ભીડ
પહાડના એ કાળજે પડતી’તી રાડ એ વેઠે જો મારી આ પીડ
રહી સહી ધરપતને ફૂંકી મારે એવા સંતાપો આવે સંદેશમાં
કાગળ પર ચીતરેલી નદીઓની જેમ જળ છળતું’તું મૃગજળીયા વેશમાં

– સુકદેવ પંડ્યા

સ્વર અને સ્વરાંકન : નયનેશ જાની

Older Entries

@Amit Trivedi