દોડીયા રે અમે દોડીયા

Comments Off on દોડીયા રે અમે દોડીયા

Kalpak Gandhi
મેહા , ફેનિલ અને શાલ્મલિ

 


 

Click the link below to download
 
Dodiya Re Ame Dodiya.mp3

 

દોડીયા રે અમે દોડીયા
વા’લા નદીયું બની ને અમે દોડીયા

બે કાંઠા કરતાલ, અમારાં જળબિંદુ મંજીરા
એક લહર એકતારો છે ને એક લહર છે મીરાં
છોડીયા રે અમે છોડીયા
પથ્થરના રહેવાસ અમે છોડીયા

મીરાં કે પ્રભુ નામ તમારું એ જ અમારો ઢાળ
જળ ને કેમ પકડશે બોલો રાણાજીની જાળ
ફોડીયા રે અમે ફોડીયા
પરપોટા કર્યાને અમે ફોડીયા

– રમેશ પારેખ

સ્વર : મેહા , ફેનિલ અને શાલ્મલી

સ્વરાંકન : કલ્પક ગાંધી

રાહ વર્તાતો નથી

Comments Off on રાહ વર્તાતો નથી

 


 

Click the link below to download

 
Raah Vartato Nathi.mp3

 
રાહ વર્તાતો નથી, શી વાત છે હમરાહમાં ?
ધીમેધીમે આવે છે મુજને યકિન અલ્લાહમાં.

સહેજ પણ ઉષ્મા કદી વર્તાય ના નિગાહમાં,
શબ્દનો ગરમાળો થઈ ખરતો રહું તુજ રાહમાં.

આપણી વચ્ચે આ દુનિયા વર્ષો થઈ પથરાઈ ગઈ,
શું ફરક પડશે કદી તારી ને મારી ચાહમાં ?

એક તારી યાદનો બોજો રહ્યો દિલમાં સદા,
એટલે ન ભાર વર્તાયો જીવનનિર્વાહમાં.

હાર-તોરા જે છે એ સૌ શ્વાસ માટે છે, શરીર !
મૂલ્ય તારું શૂન્ય છે, ભડ-ભડ બળે તું દાહમાં.

આશનો પડઘો બની પાછો મળ્યો દુઆનો શબ્દ,
શું હજી પણ જીવે છે કંઈ મારું તુજ દરગાહમાં ?

માર્ગ દુનિયાનો ત્યજીને મેં લીધો છે શબ્દનો,
નામ મુજ, અલ્લાહ ! ના આવે હવે ગુમરાહમાં.

-વિવેક મનહર ટેલર

સ્વર – પાર્થિવ ગોહિલ
સ્વરાંકન – મેહુલ સુરતી

…. વરસાદ ભીંજવે

Comments Off on …. વરસાદ ભીંજવે

 


 
Click the link below to download
 
Aankal Vikal Ankh Kan Varsad Bhinjave Parthi Gohil.mp3
 

આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે
હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે

ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ઊગ્યું રે વરસાદ ભીંજવે
અજવાળું ઝોકાર લોહીની પંગત સુધી પૂગ્યું રે વરસાદ ભીંજવે

નહીં છાલક, નહીં છાંટા રે વરસાદ ભીંજવે
દરિયા ઊભા ફાટ્યા રે વરસાદ ભીંજવે

ઘરમાંથી તોતિંગ ઓરડા ફાળ મારતા છૂટ્યા રે વરસાદ ભીંજવે
ધૂળ લવકતા રસ્તા ખળખળ વળાંક ખાતા ખૂટ્યા રે વરસાદ ભીંજવે

પગના અંતરિયાળપણાને ફળિયામાં ધક્કેલો રે વરસાદ ભીંજવે
નેવા નીચે ભડભડ બળતો જીવ પલળવા મેલો રે વરસાદ ભીંજવે

બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળાસ મરડે રે વરસાદ ભીંજવે
લીલોઘમ્મર નાગ જીવને અનરાધારે કરડે રે વરસાદ ભીંજવે

અહીં આપણે બે અને વરસાદ ભીંજવે
મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે
થરથર ભીંજે આંખકાન વરસાદ ભીંજવે
કોને કોના ભાનસાન વરસાદ ભીંજવે

– રમેશ પારેખ

સ્વર : પાર્થિવ ગોહિલ

આંખોમા બેઠેલા ચાતક કહે છે

Comments Off on આંખોમા બેઠેલા ચાતક કહે છે

 

 

Click the link below to download
 
Ankho ma bethela chatak kaheche.mp3

 

આંખોમા બેઠેલા ચાતક કહે છે, મારું ચોમાસું ક્યાંક આસપાસ છે;
ગાલો પર લજ્જાની લાલી ફૂટ્યાનું કોઈ કારણ પૂછે તો કહું ખાસ છે.

કોરી કુંવારી આ હાથની હથેળીમાં માટીની ગંધ રહી જાગી;
તરસ્યા આ હોવાના કોરા આકાશમાં આષાઢી સાંજ એક માંગી.
વરસાદી વારતાઓ વાંચી વાંચીને હવે ભીજાવું એ તો આભાસ છે;

કોરપની વેદના તો કેમે સહેવાય નહીં રૂંવે રૂંવેથી મને વાગે;
પહેલા વરસાદ તણું મધમીઠું સોણલું રહી રહીને મારામાં જાગે.
નસનસ આ ફાટીને વહેવા ચહે છે, આ તે કેવો આષાઢી ઉલ્લાસ છે;

– તુષાર શુક્લ

સ્વર :નિશા કાપડિયા

અંદર તો એવું અજવાળું

Comments Off on અંદર તો એવું અજવાળું

 
  Click the link below to download   Andar To Evu Ajwalu .mp3   અંદર તો એવું અજવાળું, અજવાળું…….. ટળવળતી હોય આંખ જેને જોવાને, એ મીંચેલી આંખે ય ભાળું.! અંદર તો એવું અજવાળું, અજવાળું ……. ઊંડે ને ઊંડે ઊતરતાં જઇએ ને તોય લાગે કે સાવ અમે તરીએ. મરજીવા મોતીની મુઠ્ઠી ભરે ને, અમે ઝળહળતા શ્વાસ એમ ભરીએ ! પછી આરપાર ઊઘડતાં જાય બધાં દ્વાર, નહીં સાંકળ કે ક્યાં ય નહીં તાળું અંદર તો એવું અજવાળું અજવાળું…… સૂરજ કે છીપમાં કે આપણામાં આપણે જ ઓતપ્રોત એવાં તો લાગીએ, ફૂલને સુવાસ સ્હેજ વાગતી હશે ને,એવું આપણને આપણે જ વાગીએ. આવું જીવવાની એકાદ ક્ષણ જો મળે……. તો એને જીવનભર પાછી ના વાળું. અંદર તો એવું અજવાળું… અજવાળું…. – માધવ રામાનુજ સ્વર : શુભા જોષી સંગીત : શ્યામલ-સૌમિલ મુન્શી

@Amit Trivedi