કાયાની કટોરી મારી ….

Comments Off on કાયાની કટોરી મારી ….

 


 
Click the link below to downlaod

Kaya Ni Katori.mp3
 

કાયાની કટોરી મારી, અમૃત ભરેલી રામ, અમૃત ભરેલી
કિયે રે ડુંગરથી એની માટીયું ખોદિયું ને કિયે રે પાણીએ ઇ પલાળી?

કિયે રે પગથી એના કાદવ કચરાણા ને કિયે રે ચાકડે ઇ ઉતારી?
કિયે રે હાથે એના ઘાટ ઘડાયા ને કિયે ટીપણે ઇ ટીપાણી?

કિયે રે વાયુ એની આગિયું રે ડૂંકિયું ને કિયે રે નીંભાડે ઇ ઓરાણી?
કિયે રે સમંદરથી લીધાં અમરતનાં બિંદુડાને કેયી રે ઝારી ઇં સિંચાણી?

– બાદરાયણ

જગ ને ખાતર જાગે

Comments Off on જગ ને ખાતર જાગે

 


 

Click the link below to download
Jag Ne Khatir Jage.mp3
 

જગ ને ખાતર જાગે , સાહિબ જગને ખાતર જાગે
છેક ભાંગતી રાતે, જાતે ઊંડુ તળિયું તાગે,
સાહિબ જગ ને ખાતર જાગે …

માળા ના મણકા આપે છે, હળવેથી હોંકારો,
સાખ પૂરે છે પાછો, ધખતી ધૂણી નો અંગારો,
મન માને નહીં એનું , આ કાયા ના કાચા ધાગે,
સાહિબ જગ ને ખાતર જાગે …

પરમારથ ને પંથ , પંડ નું પોત પીગળી જાતું,
કોઇ આંખ માં આથમતું આંસુ એને વંચાતુ,
વાયુ થઇ ને શ્વાસે શ્વાસેરોજ વિહરતા લાગે
સાહિબ જગને ખાતર જાગે …

છેક ભાંગતી રાતે, જાતે ઊંડુ તળિયું તાગે,
સાહિબ જગ ને ખાતર જાગે …

– નીતિન વડગામા

સ્વર : ઓસમાણ મીર

@Amit Trivedi