શ્વાસમાં છલકાય
Jul 23
ગઝલ Comments Off on શ્વાસમાં છલકાય
ચિનુ મોદી
Click the link below to download
શ્વાસમાં છલકાય છાની ગંધ તો ?
ને બધે ચર્ચાય આ સંબંધ તો ?
કંઠથી છટક્યો ટહુકો મોરનો
ડાળ પરથી જો મળે અકબંધ તો ?
આંખમાંથી આંસુઓ લૂછો નહીં
તૂટશે પેલો ઋણાનુંબંધ તો?
હું ક્ષણોના મહેલમાં જાઉં અને
કોક દરવાજો કરી દે બંધ તો
– ચિનુ મોદી
સ્વરાંકન : કલ્પક ગાંધી
સ્વર : શ્યામલ- સૌમિલ મુન્શી