થાય છે

Comments Off on થાય છે


ગૌરાંગ ઠાકર
 


 
Click the link below to download

Zad Pahela Chheday Chhe.mp3

 

ઝાડ    પહેલાં  મૂળથી  છેદાય  છે,
એ  પછીથી  બારણું  થઇ  જાય  છે.

આ  ગગનચુંબી   ઘરો  સર્જાય  છે,
આભ  તો  પંખીનું  ઓછું  થાય  છે.

એમને  તું   કેમ    છત્રી     મોકલે ?
જે  અહીંયા   જાણીને   ભીંજાય  છે.

સ્વપ્ન  જેવું  હોય  શું  એ  બાળને?
ડાળે   જેનું    ઘોડિયું     બંધાય   છે.

આજ  ઈચ્છાનાં  હરણ   હાંફો  નહીં,
ખૂબ  પાસે   જળ   સમું   દેખાય  છે

કોઈને  પથ્થર  હૃદય  કહેશો  નહીં,
આંસુ  પથ્થરનાં  ઝરણ કહેવાય છે.

એકલા  આવ્યા   જવાનાં   એકલા
પણ અહીં કયાં એકલા જીવાય છે ?

– ગૌરાંગ ઠાકર

સ્વરાંકન : ડો ભરત પટેલ

સ્વર : સોહેલ બલોચ

ચોર્યાંસી ભાતનો સાથિયો

Comments Off on ચોર્યાંસી ભાતનો સાથિયો


કૌમુદી મુનશી

 


 

Click the link below to download

Choryasi Rang No Sathiyo.mp3

ચોર્યાંસી ભાતનો સાથિયો રે માંડ્યો
કે લાલ રંગ ખૂટ્યો સાહેલડી જી રે
અડધી ભાતે રે મારો સાહ્યબો રિસાયો
કે હાય સંગ છૂટ્યો સાહેલડી જી રે

મેઘધનુ રંગની ભાત વચ્ચોવચ્ચ
કોઈ અજબ રંગ સાંપડ્યો જી રે
જાતાં પડ્યોતો પગ વાલમના આંગણિયે
લોક કહે સાથિયો બગડ્યો જી રે
પથ પથરાઈ મારો જીવડો પુકાર્યો
કે પિયુ કેમ રૂઠ્યો સાહેલડી જી રે
ચોર્યાંસી ભાતનો…..

કોઈ જાણભેદુને પાછળ દોડાવ્યો
કે આવ્યો સંદેશ લઈ સોગિયો જી રે
પરદેશ જઈ વ્હાલે રંગ મોકલાવ્યો
તે લાલ નહિ નીકળ્યો જોગિયો જી રે
અંગે અંગે તે મારે રોમ રોમ લાગ્યો
કે આગ થઈ ફૂટીયો સાહેલડી જી રે
ચોર્યાંસી ભાતનો…..

સ્વર : કૌમુદી મુનશી

સ્વરાંકન : નીનુ મઝુમદાર

કૌમુદીબેનના બીજી રચનાઓ માણવા નીચેની Link Click કરો

કૌમીદીબેનની રચનાઓ

@Amit Trivedi