ડેલીએથી પાછા મવળજો

Comments Off on ડેલીએથી પાછા મવળજો

 


 

Click the link below to download

Deli E Thi Paachhaa – Ravin.mp3

 

ડેલીએથી પાછા મવળજો, હો શ્યામ
મેં તો ઠાલાં દીધાં છે મારા બારણાં

પાછલી તે રેણની નીંદરની કામળી
આઘી હળસેલતીક જાગું
દયણે બેસુંને ઓલી જમનાના વ્હેણની
ઘુમ્મરીમાં બૂડતી લાગું
બારણાંની તડમાંથી પડતા અજવાસને
ટેકે ઊભી રે મારી ધારણા
મેં તો ઠાલાં દીધાં છે મારા બારણાં

કૂકડાંની બાંગ મોંસૂઝણાંની કેડીએ
સૂરજની હેલ્ય ભરી આવે
કોડના તે કોડિયે ઠરતા દીવાને ફરી
કાગડાના બોલ બે જગાવે
ખીલેથી છૂટતી ગાયુંની વાંભ મુંને
બાંધી લ્યે થઈને સંભારણાં
મેં તો ઠાલાં દીધાં છે મારા બારણાં

ડેલીએથી પાછા મ વળજો, હો શ્યામ
મેં તો ઠાલાં દીધાં છે મારા બારણાં

-રમેશ પારેખ અને અનિલ જોશીની સહિયારી રચના
[સમયઃ બુધવાર, તા. ૧૬ ઓગસ્ટ, ૧૯૬૭નારોજ વહેલી સવારે ૨.૩૦ વાગ્યે]

સ્વર: રવિન નાયક

 

 

ઝૂલત શ્યામ હિંડોરે

Comments Off on ઝૂલત શ્યામ હિંડોરે

 


 

Click the link below to download
 
Zulat Shyam Hindole.mp3
 

ઝૂલત શ્યામ હિંડોરે ,
રાધે સંગ ઝૂલત શ્યામ હિંડોરે
દંપતિ વદન વિલોકન કારણ,
ભીર મચી ચહું ઓરે ……

રતન હિંડોરે શ્યામ વીરાજત ,
સંગ પ્રિયા તન ગોરે
પિયા પ્યારી કો રૂપ અલૌકિક ,
નિરખત જનમન ચોરે

બપૈયા મુખ પિયુ પિયુ બોલત,
દાદુર મોર ઝિંગોરે
ઝીની ઝીની બુંદન બાદર બરસત ,
ઘન ગર્જત અતિ જોરે …..
રાધે કો મન મગન ભયો હૈ,
નવલ શ્યામ કે તોરે
બ્રહ્માનંદ રસિક પ્રિતમ કી,
મૂરતી બસી મન મોરે ….

– બ્રહ્માનંદ

સ્વર : આશિત દેસાઈ

 

 

હવે મંદિરનાં બારણા ઉઘાડો

Comments Off on હવે મંદિરનાં બારણા ઉઘાડો


અવિનાશ વ્યાસ

 

 

Click the link below to download
 
Have Mandir Na Barna Ughado Purushotam Upadhyay.mp3
 

હવે મંદિરનાં બારણા ઉઘાડો મોરી માત
ગગન કેરે ઘાટ આવી નોરતાની રાત

ચંદ્રમાનું ચંદન અને સૂરજનું કંકુ
આસમાની ઓઢણીમાં ટપકીયાળી ભાત
ગગન કેરે ઘાટ આવી નોરતાની રાત
કે નભનાં તારલિયા તારી આરતી ઉતારે

ને સમીરની શરણાઈ ગાઈ તુજને સત્કારે
આજે માવડીના મિલનીએ જાગ્યું આ વિરાટ
ગગન કેરે ઘાટ આવી નોરતાની રાત

– અવિનાશ વ્યાસ

સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય

 

 

આંસુ વિણ ફરફરવાનું

Comments Off on આંસુ વિણ ફરફરવાનું

 

પુરૂષોતમ ઉપાધ્યાય

 
Click the link below to download

AANSOO VIN HARFARVANUN.mp3

 

આંસુ  વિણ  ફરફરવાનું   દુ:ખ    કોને   કહેવું
સાવ   સૂકું   ઝરમરવાનું  દુ:ખ   કોને    કહેવું

અને   અતળના  મરજીવાને    ક્યાં   ધકેલ્યાં
કોરાં મૃગજળ   તરવાનું     દુ:ખ   કોને   કહેવું

કોઈ તજેલા સ્થળનાં   સ્મરણો   પગને  વળગે
એ  બંધન   લઇ   ફરવાનું    દુ:ખ  કોને  કહેવું

કશાય   કારણ  વિના  ઉદાસી   નિત મ્હોરે ને
પર્ણ  લીલા  નિત  ખરવાનું   દુ:ખ કોને કહેવું

કંઇ જ  લખાતું  ના  હો  એવા    દિવસો  વીતે
ઠાલા  શ્વાસો  ભરવાનું  દુ:ખ      કોને    કહેવું

– મનોજ ખંડેરિયા

સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય

 

કૈંક  ચોમાસાં   અને   વરસાદ રાધા

Comments Off on કૈંક  ચોમાસાં   અને   વરસાદ રાધા


અનંત વ્યાસ

 

 
Click the link below to download

kaik Chomasa ane Varsad Radha.mp3

 

કૈંક   ચોમાસાં    અને    વરસાદ રાધા,
એક   રાતે   કૃષ્ણમાંથી   બાદ    રાધા.

ને,   ઝુરાપાનું   સુદર્શન     આંગળીએ,
રોજ   છેદી   નાખતો  જે   સાદ   રાધા.

એટલે   તો   જિંદગીભર   શંખ   ફુંક્યો,
વાંસળી   ફૂંકે   તો   આવે   યાદ રાધા.

કૃષ્ણને   બહેલાવવાને     આજ    પણ,
ચોતરફ   બ્રહ્માંડમાં   એક  નાદ  રાધા.

કૃષ્ણ નામે ગ્રંથ ના સમજાય  તો પણ,
સાવ સીધો ને સરળ અનુવાદ    રાધા.

–  મુકેશ જોશી

સ્વર : અનંત વ્યાસ

 

 

Older Entries

@Amit Trivedi