એવું રે અજાણ્યું સગપણ

Comments Off on એવું રે અજાણ્યું સગપણ

 


કવિતા કૃષ્ણમૂર્તિ

 
wonderplugin_audio id=”163″
 

 
Click the link below to download

Evu Re Ajanyu Sagpan.mp3
 

એવું રે અજાણ્યું સગપણ સાંભર્યું,
સોણલાની વાડી ઝાકમઝોળ; કોણ રે ચૂંટે ને કોણ ચપટી ભરે;

મઘમઘ સુવાસે તરબોળ, સગપણ સાંભર્યું.
ક્યાં રે કિનારો, ક્યાં રે નાંગર્યા નજર્યુંના પડછાયા આમ;
અચરજ ઊગી ઊગી આથમે પછીયે પથરાતું નામ, સગપણ સાંભર્યું.

ઝાકળ સરીખું ઝલમલ બારણું, પગલે પાંપણનું ફૂલ;
એક રે હોંકારે ઉઘડે આગળા ઓળઘોળ આયખાનું મૂલ; સગપણ સાંભર્યું.

-માધવ રામાનુજ

સ્વર : કવિતા કૃષ્ણમૂર્તિ

 
 

 
 
 

નામ તમારું લખ્યું

Comments Off on નામ તમારું લખ્યું

 


મેધબિંદુ
 

કવિશ્રી મેઘબિંદુની વધુ રચના માનવા clik કરો : મેઘબિંદુની રચનાઓ

 
wonderplugin_audio id=”162″
 

 

Click the link below to download

Nam Tamru.mp3
 

નામ તમારું લખ્યું હજી ત્યાં આંસુ આવ્યાં આગળ
ઝળઝળિયાં ની ઝાંખપ વચ્ચે લખીએ ક્યાંથી કાગળ,

સુખ ની ઘટના લખું તમોને
ત્યાં દુઃખ કલમ ને રોકે

દુઃખ ની ઘટના લખવા જાઉં
ત્યાં હૈયું હાથ ને રોકે

છેકાછેકી કરતાં કરતાં પૂરો થઇ ગયો કાગળ
નામ તમારું લખ્યું હજી ત્યાં આંસુ આવ્યાં આગળ

અમે તમારાં અરમાનો ને
ઉમંગ થી શણગાર્યા

અમે તમારાં સપનાં ઓ ને
અંઘારે અજવાળ્યાં

તોય તમારી ઇચ્છા મુજથી દોડે આગળ આગળ
ઝળઝળિયાં ની ઝાંખપ વચ્ચે લખીએ ક્યાંથી કાગળ

-મેધબિંદુ

 
 

 

 
 

ડાબે હાથે ઓરું સાજન લાપસી

Comments Off on ડાબે હાથે ઓરું સાજન લાપસી


વિનોદ જોશી
 
wonderplugin_audio id=”161″

 

 

Click the link below to download

Dabe Hathe Oru Sajan Lapsi.mp3

 

ડાબે હાથે ઓરું સાજન લાપસી
જમણે હાથે ચોળું રે કંસાર
હું તો અડધી જાગું ને અડધી ઊંઘમાં …….

પીછાને પાથરણે પોઢ્યા પારેવાં અટકળનાં રે
પાંપણની પાંદડીએ ઝૂલે તોરણિયા અંજળના રે

અજવાળે ઓઢું રે અમરત ઓરતા
અંધારે કાઇ ભમ્મરિયા શણગાર
હું તો અડધી જાગું ને અડધી ઊંઘમાં …….

સોનેરી સૂરજડા વેર્યાં પરોઢિયે ઝાકળમાં રે
સાંજલડી સંતાડી મેં તો મઘમઘતા મીંઢળમાં રે

ઉગમણે ભણકારા ભીના વાગતા
આથમણે કાઇ ઓગળતા અણસાર
હું તો અડધી જાગું ને અડધી ઊંઘમાં …….

કવિ : વિનોદ જોશી

સ્વર : નિશા કાપડિયા…..
 

 
 

એક સથવારો સગપણનો

Comments Off on એક સથવારો સગપણનો


વેણીભાઈ પુરોહિત

 
wonderplugin_audio id=”160″
 

 
Click the link below to downlaod
 
EK SATHAWARO SAGPAN NO.mp3

 

કવિશ્રી વેણીભાઈ પુરોહિત વિષે વધુ વાંચવા click કરો : વેણીભાઈ પુરોહિત

 

એક સથવારો સગપણનો
મારગ મજીયારો બે જણનો

આંખલડીના દીવા રે દીવા અજવાળાં અજવાળાં
વાંસલડીના ટહુકા રે ટહુકા પરવાળાં પરવાળાં

એક અણસારો ઓળખનો
એક ઝબકારો એક ક્ષણનો

ખબર નથી પણ અમથું અમથું લાગે વ્હાલું વ્હાલું
મેઘ ધનુષની જાદુઈ રંગત , શું ઝીલું શું ઝાલું

એક ધબકારો રુદિયાનો
એક પલકારો પાંપણનો

સપનાની સંગતથી કેવું આખું ગગન ગુલાબી
ગુલાબની ગલીઓમાં ચાલો શું જમણી શું ડાબી

એક ફણગો છે ફાગણનો
એક તણખો છે શ્રાવણનો

– વેણીભાઈ પુરોહિત

સ્વર : આશિત દેસાઈ

 


 
 


 
 

 
 

લો કરું કોશિશ

Comments Off on લો કરું કોશિશ


રાજેન્દ્ર શુક્લ
 

wonderplugin_audio id=”159″

 

 
કવિશ્રી રાજેન્દ્ર શુક્લ વિષે વધુ માહિતી માટે click કરો : રાજેન્દ્ર શુક્લ

Click the link below to download

Lyo Karu Koshish Ne Fave To Kahu.mp3

 

લો  કરું   કોશિશ   ને  ફાવે   તો  કહું,
શબ્દ   જો   એને   સમાવે  તો    કહું!

આપની   નજરો   જે   ફરમાવી રહી,
એ   ગઝલ   જો   યાદ આવે તો કહું!

શાંત જળમાં   એક પણ લહરી નથી,
કોઇ   થોડું      ખળભળાવે   તો   કહું!

હું   કદી   ઊંચા     સ્વરે  બોલું   નહીં,
એકદમ   નજદીક   આવે   તો   કહું!

કોઇને  કહેવું     નથી,   એવું    નથી,
સહેજ      તૈયારી   બતાવે  તો   કહું!

– રાજેન્દ્ર શુક્લ

 

 

 
 

Older Entries

@Amit Trivedi