… તો વરસોનાં વરસ લાગે

Comments Off on … તો વરસોનાં વરસ લાગે

 

મનોજ ખંડેરિયા
 

કવિશ્રી મનોજ ખંડેરિયા વિષે વધુ વાંચન કરવા click કરો : મનોજ ખંડેરિયા

કવિશ્રી મનોજ ખંડેરિયાની વધુ રચનાઓ માણવા click કરો : મનોજ ખંડેરિયા
 


 

Click the link below to download :

ક્ષણોને તોડવા બેસું તો

 

ક્ષણોને તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે,
બુકાની છોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

કહો તો આ બધાં પ્રતિબિંબ હું હમણાં જ ભૂંસી દઉં,
અરીસો ફોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

કમળ-તંતુ સમા આ મૌનનેતું તોડ મા નાહક
ફરીથી જોડવા બેસું તો વરસોનાં વરસ લાગે

આ સપનું તો બરફનો સ્તંભ છે,હમણાં જ ઓગળશે
હું એને ખોડવા બેસું તો વરસોનાં વરસ લાગે

મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા,
ચરણ લઈ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

– મનોજ ખંડેરિયા

સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય અને આશિત દેસાઈ

આપણે ભરોસે આપણે હાલીએ

Comments Off on આપણે ભરોસે આપણે હાલીએ

 


પ્રહલાદ પારેખ
 

કવિશ્રી પ્રહલાદ પારેખ વિષે વધુ વાંચન કરવા click કરો : પ્રહલાદ પારેખ

 


 

click the link below to download :
 
આપણે ભરોસે આપણે

 

એક મહેનતના હાથને ઝાલીએ,
હો ભેરુ મારા, આપણે ભરોસે આપણે હાલીએ.

ખુદનો ભરોસો જેને હોય નહીં રે તેનો
ખુદાનો ભરોસો નકામ;
છો ને એ એકતારે ગાઈ ગાઈને કહે,
‘તારે ભરોસે, રામ !’
એ તો ખોટું રે ખોટું પિછાણીએ, હો ભેરુ મારા…

બળને બાહુમાં ભરી, હૈયામાં હામ ધરી,
સાગર મોઝારે ઝુકાવીએ;
આપણા વહાણનાં સઢ ને સુકાનને
આપણે જ હાથે સંભાળીએ, હો ભેરુ મારા…

કોણ રે ડુબાડે વળી કોણ રે ઉગારે,
કોણ લઈ જાય સામે પાર;
એનો કરવૈયો કો આપણી બહાર નહીં,
આપણે જ આપણે છઈએ, હો ભેરુ મારા…

– પ્રહલાદ પારેખ

સ્વર : સુરેશ જોશી

 
 

 
 

 
 

 
 

@Amit Trivedi