…. ને વેશ ઝાઝાં

No Comments

 

 
હતી રાત થોડી ને વેશ ઝાઝાં
ત્યાં કરવી પડી એ સ્તિથિમાં ઉતાવળ

ભૂલેલાં જૂઠાં રાહથી પાછો વળવાં
હું લાવ્યોતો મારી ગતિમાં ઉતાવળ

જીવનભરનાં ગુન્હા …..કબૂલીને જેમાં
લખ્યોતો તને પત્ર મેં ખૂબ લાંબો

ઘડી અંતની આવી ગઈને થઇ છે
લિખિતંગની છેલ્લી ….લીટીમાં ઉતાવળ

ના સીતાહરણ થાત, ના થાત મૃત્યું
લંકાપતિનું , શ્રીરાઘવને હાથે

કંચનનો મૃગ જોઈ મોહી જવામાં
જો થાતી ન સીતા …. સતીમાં ઉતાવળ

મજા મસ્ત મહેફિલની માણવાને
નિમંત્ર્યતા તા મિત્રો મેં વીણી વીણી

નિહાળીને વર્તન હું પસ્તાઈ બેઠો
થતું, મેં કરી ….દોસ્તીમાં ઉતાવળ

હજુ જીવવુંને જીરવવુંતું બાકી
હજુ કાવ્યનાં ખૂબ કરવાતા સર્જન

પરંતુ ‘રવિ ‘ ની જરૂરત પ્રભુને
જે કીધી મરણની …. તિથિ ઉતાવળ

-રવિ ઉપાધ્યાય

સ્વર : આશિત દેસાઈ

મનના મેવાડમાં

No Comments

 

 
મનના મેવાડમાં એક રાણો વસે છે,
એ રાણાને અહીંથી ઉથાપો કોઇ,
મને મીરાંનું પાગલપન આપો કોઇ.

મને મેવાડી મહેલ હવે જોઇતા નથી, હીરા મોતીના હેલ હવે જોઇતા નથી,
મારા જ કરંડિયાને સાપ તો ડસે, એ સાપને તો અહીંથી ઉથાપો કોઇ.
મને મીરાંનું વૃંદાવન આપો કોઇ…..

હરિ-આવનના અવાજને હું સાંભળ્યા કરું, અહીં દિવસ ને રાત દીપ બાળ્યા કરું
નૈનનમેં નન્દલાલ એવા શ્વસે, મને પ્રીતિ પુરાતન આપો કોઇ
મને મીરાંનું વૈરાગન આપો કોઇ…..હવે સાંવરિયો મનભાવન સ્થાપો કોઇ!!

– સુરેશ દલાલ

સ્વર : હેમા દેસાઇ

તેજના રસ્તા ઉપર

No Comments

 


તેજના  રસ્તા   ઉપર   દોર્યો    મને
શગની માફક   આપે   સંકોર્યો  મને

મંજરીની     મ્હેકના    ભારે      લચું
એક   આંબો  જાણે   કે   મોર્યો   મને

ના નીકળતું આંસુ ભમરો થઈ ગયું
એણે  અંદરથી  સખત  કોર્યો   મને

આ  બધા  શબ્દોનું ચિતરામણ કરી
મેં  જ  આ કાગળ ઉપર દોર્યો   મને

ઠોઠને   ઠપકો   નજાકતથી    દીધો
તેં   ગઝલ  આપીને  ઠમઠોયોં મને

ના મને પણ જાણ થઈ  એવી રીતે,
સાવ  હળવે  ચુપકીથી  ચોર્યો  મને

– મનોજ ખંડેરિયા

સ્વર અને સ્વરાંકન : ડો ભરત પટેલ

આસ્વાદ : વસંત જોશી