પહેલે વરસાદે રાજ

No Comments

 

 

પહેલે વરસાદે રાજ, કેમ કરી પામવા મોસમના અઢળક મિજાજ
ઊભા રહો તો રાજ, આંખ ભરી જોઈ લઉં વાદળ ને વીજના રુઆબ

વહેલી સવારથી ઘેરાયું આભ અને આભમાં વરતાયું
અષાઢી કહેણનું વણછૂટ્યું બાણ
ઊભા રહો તો રાજ માણી લઉં બે ઘડી
આકાશી રાજના વ્હાણ

વહેતી હવાને ચડે મઘમઘતું ઘેન અને આભથી વછૂટે કેવા
મેઘભીનાં વેણના રૂમઝુમતાં વહેણ

ઊભા રહો તો રાજ, પૂછી લઉં કાનમાં વરસાદી કેફની બે વાત

– નીતા રામૈયા

સ્વર : રેખા ત્રિવેદી

કોઈની આંખમાં સ્નેહને આંજીએ

No Comments

 

 

જેણે સત્કર્મની આ કઠિન રાહ પર , હામ હૈયે ધરી ઝંપલાવી દીધું;
એની મરજી મુજબનું જીવન આપવા,
ખુદ વિધાતાએ મસ્તક ઝુકાવી દીધું

કોઈની આંખમાં સ્નેહને આંજીએ ,
ને નિમિત્ત બનીએ એના આનંદનું;
આ વચનને જીવનમંત્ર જેને કર્યો,
તેણે આયુષ્ય એનું દિપાવી દીધું
જેણે સરકર્મની ….

મેઘલી રાતે સૌનો સહારો બને,
આગઝરની બપોરે જે છાંયો બને ;
ભરશિયાળે બને હૂંફ આતમ તણી ,
તેને ધરતી ઉપર સ્વર્ગ લાવી દીધું
જેણે સરકર્મની ….

– નીરજા પરીખ

સ્વારાંકન : ડો સમીર

Contact Us On WhatsApp @Amit Trivedi