ભાન હોય છે
Jul 23
ગઝલ Comments Off on ભાન હોય છે
સૌનક પંડયા
નાદાન મનને એ બધું ક્યાં ભાન હોય છે ?
આંસુની પૂર્વભૂમિકા અરમાન હોય છે
તેઓ સુખી છે જેમને બીજાના દુઃખ મહીં,
દુઃખી થવાનું દોહ્યલું વરદાન હોય છે
મિત્રો જો શત્રુ નહિ બને તો એ કરે શું ?
દુશ્મન ઉપર તમારું વધુ ધ્યાન હોય છે
હાથે કરીને ગૂંચવ્યું છે કોકડું તમે,
નહિતર તો જીવવું ઘણું આસાન હોય છે
ઝગડો કરીને થાકી ગયાં ચંદ્ર ને નિશા ,
ઝાકળનાં બુંદ રુપે સમાધાન હોય છે
– કિરણ ચૌહાણ
સ્વર : સૌનક પંડયા
સ્વરાંકન : સૌનક પંડયા