ડૉ ભરત પટેલ


Click the link below to download
Dekhya Ho To Kahi Batlavo

 

કવિ શ્રી સંજુ વાળા વિષે વધુ વાંચવા click કરો : સંજુ વાળા

 

દેખ્યા  હો  તો  કહી  બતલાવો  મોતી  કૈસા  રંગા ?
જાણે  કોઈ  સૂરી  કવિજન  યા  હો  ફકીર   મલંગા

મનમાં ને મનમા જ રહે લયલીન મહા  મનચંગા
સ્વયં કાંકરી, સ્વયં  જળમાં ઉઠતા  સહજ   તરંગા

જ્યાં  લાગે  પોતાનું  ત્યાં   નાખીને   રહેતા  ડંગા
મોજ પડે  તો  મુક્તકંઠથી  ગાવે   ભજન-અભંગા

એ વ્યષ્ટિને એ જ સમષ્ટિ એ ‘આ’ ને  એ   ‘તે’ જ
એ આકાશી તખ્ત શોધવા  ભમતા ભગ્ન પતંગા

ઘૂસર વહેતી તમસામાં એક દીપ- સ્મરણના ટેકે
રોજ ઉતરીએ પાર  લઈને   કોરાકટ્ટ   સૌ   અંગા

માનવાસી જન્મે મનમધ્યે જાત – રહીતા જાતક
રંગરૂપ આકાર  વિનાયે   અતિ   સુંદર   સરવંગા

– સંજુ વાળા

સ્વર : નિધી ધોળકિયા

સ્વરાંકન : ડૉ ભરત પટેલ