દેખ્યા હો તો કહી બતલાવો
Jul 11
ગઝલ Comments Off on દેખ્યા હો તો કહી બતલાવો
ડૉ ભરત પટેલ
Click the link below to download
Dekhya Ho To Kahi Batlavo
કવિ શ્રી સંજુ વાળા વિષે વધુ વાંચવા click કરો : સંજુ વાળા
દેખ્યા હો તો કહી બતલાવો મોતી કૈસા રંગા ?
જાણે કોઈ સૂરી કવિજન યા હો ફકીર મલંગા
મનમાં ને મનમા જ રહે લયલીન મહા મનચંગા
સ્વયં કાંકરી, સ્વયં જળમાં ઉઠતા સહજ તરંગા
જ્યાં લાગે પોતાનું ત્યાં નાખીને રહેતા ડંગા
મોજ પડે તો મુક્તકંઠથી ગાવે ભજન-અભંગા
એ વ્યષ્ટિને એ જ સમષ્ટિ એ ‘આ’ ને એ ‘તે’ જ
એ આકાશી તખ્ત શોધવા ભમતા ભગ્ન પતંગા
ઘૂસર વહેતી તમસામાં એક દીપ- સ્મરણના ટેકે
રોજ ઉતરીએ પાર લઈને કોરાકટ્ટ સૌ અંગા
માનવાસી જન્મે મનમધ્યે જાત – રહીતા જાતક
રંગરૂપ આકાર વિનાયે અતિ સુંદર સરવંગા
– સંજુ વાળા
સ્વર : નિધી ધોળકિયા
સ્વરાંકન : ડૉ ભરત પટેલ