રાસબિહારી દેસાઈ

 


 

Click the link below to download

Suraj Dhundhe Ne Dhundhe.mp3

 

સૂરજ ઢૂંઢે ને ઢૂંઢે ચાંદાની આંખડી ,
નવલખ તારાનાં ટોળાં ટળવળે રે જી
પૃથ્વીપગથારે ઢૂંઢે ભમતા અવધૂત કોઈ
વિશ્વંભર ભરવા નયણે રે હો જી

મહેરામણ ભૈરવનાદે અલખ પુકારે
મૂંગા ગિરિઓનાં મસ્તક ઊંચે ઝંખતાં રે જી
તલખે પંખી ને પ્રાણી ,સરવર નદીઓનાં પાણી
રાતે ડુંગરિયા દવ નો જંપતા રે હો જી

તરણાની છાયા હેઠે કાયા ઢંકાય તારી,
આભનાં આભૂષણ તોયે ઓછાં પડે રે જી
બ્રહ્માંડ ભરીને પોઢ્યા,કીકીમાં માશો શેણે ?
જોવા તોયે લોચનિયાં ઘેલાં રડે રે હો જી

ગગન ઘેરીને આજે દર્શન વરસો રે વ્હાલા !
ઉરે ઝૂરે રે મારો પ્રાણબપૈયો રે હો જી

– ઉમાશંકર જોશી

સ્વર : રાસબિહારી દેસાઈ

 

 

રાસબિહારી દેસાઈની અન્ય રચના માણવા નીચેની Link Click કરો

૧. એવી જ છે ઈચ્છા

૨. હરિ તને શું સ્મરીએ

૩. ગીત ભરેલું ગાલ્લું દોડે