મોતની યે બાદ
Aug 20
ગઝલ Comments Off on મોતની યે બાદ
બરકત વિરાણી
Click the link below to download
મોતની યે બાદ તારી ઝંખના કરતો રહ્યો
કે તું જન્નતમાં મળે એવી દુઆ કરતો રહ્યો
જો તું જાણે તો ભરી મહેફીલ ત્યજીને સાથ દઇ
એવી એકલતા ભરી મારી દશા કરતો રહ્યો
એ હતો એક મોહ કે રહેશું જીવનભર સાથમાં
વ્હેમ તો એજ છે જે આપણને જુદાં કરતો રહ્યો
કોણ જાણે શું તું એનાં નીકળતાં શ્વાસમાં
માનવી આ સૃષ્ટિની ઝેરી હવા કરતો રહ્યો
– બરકત વિરાણી
સ્વર : પાર્થિવ ગોહિલ