કૈંક ચોમાસાં અને વરસાદ રાધા
Aug 22
ગઝલ Comments Off on કૈંક ચોમાસાં અને વરસાદ રાધા
અનંત વ્યાસ
Click the link below to download
kaik Chomasa ane Varsad Radha.mp3
કૈંક ચોમાસાં અને વરસાદ રાધા,
એક રાતે કૃષ્ણમાંથી બાદ રાધા.
ને, ઝુરાપાનું સુદર્શન આંગળીએ,
રોજ છેદી નાખતો જે સાદ રાધા.
એટલે તો જિંદગીભર શંખ ફુંક્યો,
વાંસળી ફૂંકે તો આવે યાદ રાધા.
કૃષ્ણને બહેલાવવાને આજ પણ,
ચોતરફ બ્રહ્માંડમાં એક નાદ રાધા.
કૃષ્ણ નામે ગ્રંથ ના સમજાય તો પણ,
સાવ સીધો ને સરળ અનુવાદ રાધા.
– મુકેશ જોશી
સ્વર : અનંત વ્યાસ