ગની દહીંવાલા

 
wonderplugin_audio id=”158″


 
Click the link below to download

Ketla Haia Mahi Kidho Visamo.mp3

 

કવિ શ્રી ગની દહીંવાલાની વધુ માહિતી માટે click કરો : ગની દહીંવાલા

 

કેટલાં    હૈયાં    મહીં    કીધો   વિસામો,   દોસ્તો !
યાત્રીએ   જોયાં   મઝાનાં    તીર્થધામો,   દોસ્તો !

સંસ્મરણનાં   પુષ્પ  હું   સૂંઘી   રહ્યો ,   વાંચી રહ્યો ,
પાંદડીઓ   પર   હતાં   અગણિત  નામો , દોસ્તો !

હોઠ   પર   હરદમ   બિરાજો સ્મિતની  થૈને લહર ;
પાંપણે   બિંદુ   બની    ક્યારેક    ઝામો,    દોસ્તો !

મારી દુનિયામાંય ધરતી છે અને  અવકાશ  પણ;
પગ મૂકો , પ્રગતિ કરો, વિસ્તાર  પામો,  દોસ્તો !

આંખ ‘ આદાબર્ઝ ‘ કહી  દે  છે  વિનયથી  આંખને ,
કર  થકી  કરવી  નથી  પડતી  સલામો,  દોસ્તો !

હો  સતત  અવરોધ  તો  એ  પણ  મને મંજૂર  છે;
નાવડીને   પવન    પણ    હોય   સામો,   દોસ્તો !

પ્રેમ   જેવાં    શસ્ત્રથી   ઘાયલ   થવું   સૌને  ગમે ;
એ   ગમે   ત્યાં   ને   ગમે ત્યારે  ઉગામો , દોસ્તો !

– ગની દહીંવાલા

સ્વર : બિરેન પુરોહિત

સ્વરાંકન : ક્ષેમુ દિવેટિયા

 

માર્ગ   મળશે  હે  હ્રદય તો મૂંઝવણનું શું થશે
ધાર  કે મંજિલ મળી ગઈ તો ચરણનું શું થશે

હાય   રે  ઝાકળની   મજબૂરી રડ્યું ઉદ્યાનમાં
ના વિચાર્યું રમ્ય આ વાતાવરણનું   શું   થશે

કંઈ દલીલો ના કરો અપરાધીઓ  ઈશ્વર કને
આપણે  થાશું સફળ તો   દેવગણનું  શું  થશે

જૂઠ્ઠી તો જૂઠ્ઠી જ આશે    જીવવા   દેજો   મને
જૂજવા મૃગજળ જતાં રે’શે તો રણનું શું થશે

જ્યાં સમજ આવી તો હું પ્રથમ બોલ્યો ગની
આજથી   નિર્દોષ  તારા બાળપણનું  શું થશે

– ગની દહીંવાલા

સ્વર : ઐશ્વર્યા મજુમુ

 

 

બનાવટની   મધુરતામાં     કટુતા     પારખી   જાશું,
નિખાલસ   પ્રેમથી   પાશે   જગત,   તો ઝેર પી જાશું…

સજાવીશું   તમન્નાઓની   મહેફિલ   એક   દી   જોજો,
ધરા   ત્યારે   ગગન   બનશે,  અમે તારા બની જાશું…

પડીશું   તો      ગગનના     ઘૂમટેથી     મેહુલા   રૂપે,
ઉરે ફળની  તમન્ના   લઈને   માટીમાં    મળી   જાશું.

પતંગાની અગન લઈને ‘ગની’,કંઈ  શોધીએ શાતા;
દીસે એ દૂર પેલી જ્યોત, ત્યાં  જઈને   બળી   જાશું.

– ગની દહીંવાલા

સ્વર : ગાર્ગી વોરા