રમેશ પારેખ
 
wonderplugin_audio id=”169″
 

 

Click the link below to download
 

Kon Varsad Nu Kad Juve Chhe.mp3

 
કોણ વરસાદનું કદ જુએ છે ?   કોણ છાંટાના   નિરખે ઠઠારા ?
કોણ જુએ છે રેલાની દાનત ? કોણ   જાણે  છે ઝીણા મૂંઝારા ?

આ તે ચોમાસું છે કે જુલમ છે ? અમને વાગે છે  ઘોંઘાટ વસમો ,
પડતો વરસાદ દાંડીની પેઠે : થઇ જતા સર્વ   માણસ  નગારાં !

એક   વરસાદના   અર્થ   થાતાં   છાપરે   છાપરે  સાવ   નોખા,
ક્યાંક કહેવાય  એને  અડપલાં  ક્યાંક   કહેવાય એને  તિખારા .

હોત  એવી  ખબર  કે  છે આ તો માત્ર છાંટા, નથી કોઈ નાણું,
તો તો  વરસાદથી આવી  રીતે વ્યર્થ ભરીએ શું કરવા પટારા ?

આવે  છાંટા  બુકાનીઓ  બાંધી, આવે  વાછંટ તલવાર લઈને
છે  કયો  દલ્લો  મારી  કને  કે  ધાડ   પાડ્યા   કરે   છે  લૂંટારા ?

મારી  રોકડ  મૂડીમાં  તો કેવળ એક ‘ર’ છે, ને ‘મેં’ છે, ને ‘શ’ છે,
બાકી વરસાદના  નામે  લખીએ  આમ હૂંડી, ને કરીએ ગુજારા

– રમેશ પારેખ

સ્વર : ઓસમાન મીર