રમણીક સોમેશ્વર
 

 

 

Click the link below to download :

Terva Ni Jem.mp3
 

ટેરવાં ની જેમ જરા દુર, અને આપણે આંગળી ના મૂળ જેમ ભેળાં , ગોરાંદે
ભોં માં હથેળીયું ની ભેળાં …
ટેરવાં ની જેમ જરા દુર……

કિકી ના કુવા માં, ઘૂ ઘૂ ઘૂ ઘૂઘવાતો, ભમ્મરિયો આપણો મુકામ,…
રેખા વિના ની મારી ખાલી હથેળીયું માં, લિપી વિના નું તારું નામ ..
એનઘેન આંખો માં સપનાંઓ ઉમટે છે, વહી જતાં લાગણી ના ભેળાં …
ગોરાંદે …
ભોં માં હથેળીયું ની ભેલા..
ટેરવાં ની જેમ જરા દુર ….

અલ્લડતા ઓઢી ને, ‘હોવા’ ના ગામ માં, નામ ઠામ હારી ને ફરીએ ..
રોમ રોમ ખીલેલાં , સ્મરણો નાં ખેતર માં, ચોર થઇ સ્પર્શો ને ચરીયે,…
આસોપાલવ સમી લાગણીઓ ઉજવે છે, ભીનાં સંભારણા નાં ચેડાં ….
ગોરાંદે …
ભોં માં હથેળીયું ની ભેળાં ..
ટેરવાં ની જેમ જરા દુર, અને આપણે આંગળી નાં મૂળ જેમ ભેળાં , ગોરાંદે ભોં માં હથેળીયું ની ભેળાં …

કવિ : શ્રી રમણીક સોમેશ્વર અને શ્રી ‘વંચિત’ કુકમાવાળા

સ્વરાંકન : શ્રી અનીલ વોરા

કંઠ : અનીલ ધોળકિયા ..