અમર પાલનપુરી

 

 
Click the link below to download :

Pawan Farke To E Rite.mp3

 
 
પવન  ફરકે  તો   એ  રીતે   ફરકજે  પાન  ના  ખખડે,
કોઈને  સ્વપ્નમાં  માંગી   અમર   હમણાં  જ  સૂતો છે.

દવા   તો   શું   હવે   સંજીવની પણ  કામ નહીં આવે,
જીવનના  ભેદને  પામી  અમર  હમણાં  જ  સૂતો  છે.

ગગન  પ્રગટાવ  તુજ  દીવડા, નહીં લાગે હવે ઝાંખા,
નયનના   દીપને  ઠારી  અમર  હમણાં  જ  સૂતો  છે.

ગગનના  અશ્રુઓ  માયા  નહીં  ધરતીના  પાલવમાં,
પ્રભાતે જ્યાં ખબર આપી અમર હમણાં જ સૂતો છે.

કહ્યું    શત્રુએ   મિત્રોને,  ક રો   ઉત્સવની     તૈયારી,
રહી  ના  જાય  કંઈ  બાકી અમર હમણાં જ સૂતો છે.

અમર  જીવ્યો  છે એવું  કે  જીવન  ઓવારણાં  લે છે,
મલાજો  મોતનો  રાખી  અમર  હમણાં  જ  સૂતો  છે.

ગયો  એ  હાથથી  છટકી  હવે  શું   બાંધશે  દુનિયા,
બધાયે  બંધનો  ત્યાગી  અમર  હમણાં  જ  સૂતો  છે.

ન  જાગે  એ  રીતે ઊંચકીને  એને  લઈ  જજે  દુનિયા,
સમયની  કૂચમાં  થાકી  અમર  હમણાં  જ  સૂતો  છે.

-અમર પાલનપુરી

સ્વર : શેખર સેન