રવીન્દ્ર પારેખ
Oct 07
ગઝલ Comments Off on રવીન્દ્ર પારેખ
તૂટી હો ભેખડ પર ભેખડ
કેમ કરી ત્યાં કે’વું કે રડ !
બીજાને શું શોધે છે તું ?
સૌથી પહેલા ખુદને તો જડ !
વેચે તો પૈ સા દૈ જાજે –
લૈ જા આજ મને તું જાંગડ
વ્હેતી જાત હજી રોકી લે ,
બાકી તો શઢ ઊ ડે ફડફડ
લાગે છે લડવું ના છોડે
માન ન માન હશે મારું ધડ !
લડવા માટે જાત જ શોધે ?
એવો તે કેવો તું અણઘડ
ખુદને ચણવાનું ચાલે છે
તેમાં શ્વાસો પાડે છે તડ
– રવીન્દ્ર પારેખ