ત્રીસ કોટિ શીર્ષ પ્રણમે તને,
ત્રીસ કોટિ શીર્ષ પ્રણમે તને, ભારતની ઓ ધર્મધજા!
ત્રીસ કોટિ શીર્ષ પ્રણમે તને, ભારતની ઓ ધર્મધજા!

નવલખ તારા આશિષ ઝમે, ભારતની ઓ ધર્મધજા!
ત્રીસ કોટિ શીર્ષ પ્રણમે તને, ભારતની ઓ ધર્મધજા!
નવલખ તારા આશિષ ઝમે, ભારતની ઓ ધર્મધજા!

ભારતની ઓ ધર્મધજા! ભારતની ઓ ધર્મધજા!
વ્યોમ તણી ફરકંત પતાકા
વ્યોમ તણી ફરકંત પતાકા હિમડુંગરનો જંગ
વ્યોમ તણી ફરકંત પતાકા હિમડુંગરનો જંગ

સંસ્કૃતિનો જગચોક મહી ધ્વજ ફરકંતો પડછંદ
સંસ્કૃતિનો જગચોક મહી ધ્વજ ફરકંતો પડછંદ
ધ્વજ ફરકંતો પડછંદ

જે ઝંડાને ગાંધીજીએ સ્ફટિક હૃદયથી ધવલ કીધો
જે ઝંડાને ગાંધીજીએ સ્ફટિક હૃદયથી ધવલ કીધો

જે ઝંડાને ભગત – જતીને….
જે ઝંડાને ભગત – જતીને રુધિર રંગ રંગી દીધો
રુધિર રંગ રંગી દીધો રુધિર રંગ રંગી દીધો

વીરા શાંતિ તણાને જાય
વીરા શાંતિ તણાને જાય ભારતની ઓ ધર્મધજા!
વીરા શાંતિ તણાને જાય ભારતની ઓ ધર્મધજા!
ભારતની ઓ ધર્મધજા!

ત્રીસ કોટિ શીર્ષ પ્રણમે તને, ભારતની ઓ ધર્મધજા!
નવલખ તારા આશિષ ઝમે, ભારતની ઓ ધર્મધજા!

ભારતની ઓ ધર્મધજા! ભારતની ઓ ધર્મધજા!
ભારતની ઓ ધર્મધજા! ભારતની ઓ ધર્મધજા!
ભારતની ઓ ધર્મધજા! ભારતની ઓ ધર્મધજા!

સ્વરાંકન અને સ્વરઃ શ્રદ્ધા શ્રીધરાણી

ગીતઃ કૃષ્ણલાલ શ્રીધરાણી