ફકત  દિલની  સફાઈ માંગે  છે
પ્રેમ  ક્યાં  પંડીતાઈ   માંગે  છે.

આંખને  ઓળખાણ  છે કાફી
લાગણી ક્યાં ખરાઈ  માંગે  છે.

જોઈએ સુખ બધાંને પોતીકાં
કોણ  પીડા  પરાઈ  માંગે   છે.

એક  ઝાંખી  જ  એમની ઝંખે
દિલ  બીજું  ન  કાંઈ  માંગે  છે.

– કિરીટ ગોસ્વામી

સ્વર : ઓસમાણ મીર