મિસ્કીન - રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
કેટલું ક્યાં લગી રડે મિસ્કીન,
શાંત અપોપું મન પડે મિસ્કીન.
પ્રશ્ન એક જ છે કોણ? કોનાથી,
કેટલું કઈ હદે ચડે મિસ્કીન.
ખૂબ ડરવું ને ચાલવું ચેતી,
બોલતાં જેને આવડે મિસ્કીન.
સાવ તરસ્યો છતાં છલકી જઉં,
કોઈ આવીને જ્યાં અડે મિસ્કીન.
કોણ ઈચ્છે છે? આ બનાવા શું?
બાળપણથી સતત ઘડે મિસ્કીન.
રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
રાજેશભાઈને મળ્યાબાદ તેમના જ આપેલા ગઝલ વિશ્વના અંકમાંથી લેવાયેલ આ ગઝલ ગમી કે નહી?
Tags: ગઝલ
August 9th, 2010 at 9:50 pm
Enjoyed very nice Gazal of ‘Miskin’!
Sudhir Patel.
August 28th, 2010 at 6:16 pm
miskin tari gajalma maja mali
prem ane shabdoni sarvani mali
September 18th, 2010 at 9:31 pm
રચના સુંદર છે. અિભનંદન.
શાંત અપોપું મન પડે મિસ્કીન.
ઉપરોક્ત િમસરામાં શરુઆતમાં ગા લ લ ગા ગા થતું જોવા મળે છે.
છંદ બંધારણ ગા લ ગા ગા લ ગા લ ગા ગા ગા છે. રાજેશભાઇ
ગુજરાતના આગળ પડતાં ગઝલકારોમાંના એક છે. તેમની રચનામાં
ંછ્ંદદોષને અવક્ાશ જ નથી. પ્રીન્ટ એરર લાગે છે. “અપોપું”
શબ્દના સ્થાને કોઇ બીજો શબ્દ હશે. સુધારો કરવા િવન્ંિત્