ગઝલ શાસ્ત્ર

શકીલ કાદરીનો આ લેખના લેખક છે . તેઓ વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં ગુજરાતીના પ્રાધ્યાપક છે.
આપ એમનો સંર્પક એમના મોબાઈલ ૯૮૯૮૮૩૪૮૮૯ ઉપર કરી શકો છો.

શકીલ કાદરી દ્વારા લિખિત પુસ્તક કાફિયા શાસ્ત્ર વાંચવા માટે અહી  CLIK કરો

રાજેન્દ્ગ શુકલ :
લખવા ખાતર ગઝલ લખવી, અને સુઝપૂર્વક, નિષ્ઠાથી સર્જન કરવું, એ બંને ક્રિયાઓમાં આભજમીનનો તફાવત છે. કાફિયા અને રદ્દીફની ટેકણલાકડીએ ગઝલનાં ઢગ ખડકી દેનારાઓની આજે કમી નથી. આ પ્રકારની સત્વિવહીન રચનાઓ કોઈપણ સામિયકના પાનાં ફેરવતા તરત જ નજરે ચઢે છે. આવી પિરિસ્થિતમાં ગઝલને જેમણે પોતાનાં રકતમાં ઉતારી છે એવાં સર્જકો તો આંગળીના વેઢે ગણી શકાય એટલાં જ છે. રાજેન્દ્ગ શુકલ એમાંના એક. ગઝલિર્ષનું બિરુદ પામેલા આ ગઝલકારે ગઝલની પરંપરાને જીરવી જાણી છે. એ પોતે પોતાના એક શેઅરમાં કહે છે તેમ –

સોમવલ્લી છે ગઝલ, જણ કોક જીરવે,
સર્વ કોઈને તો કયારે જરે છે ! ‘‘

રાજેન્દ્ગ શુકલે સોમની લતા સમી ગઝલના રસને પચાવ્યું છે. તેમણે ગઝલને પઝલની િસ્થિતમાં મૂકી નથી. ગઝલની લાક્ષિણકતાઓ નખિશખ જાળવતી ગઝલો આપણને તેમની પાસેથી પ્રાપ્ત થાય છે. થોડાંક અપવાદો બાદ કરતા કાિફયા અને છંદની િશસ્ત તેમણે પુરેપુરી રીતે જાળવી છે. શબ્દોના ઔિચત્યની સભાનતા તેમનામાં જોવા મળે છે. ગુજરાતી ગઝલકારોમાં પોતાના કર્તુત્વથી તેમણે નોંખી ભાત પાડી છે. મહાપ્રભુ ચૈતન્ય, અખા, કબીર, નાનક, તુલસીદાસ, મીરાં, દયારામ વગેરેની શૈલી પણ તેમણે આત્મસાત કરી જણાય છે. મઘ્યકાળમાં અિતપ્રચિલત એવા બારમાસીકાવ્યપ્રકારને ગઝલમાં ઢાળવાનો સફળ પ્રયાસ કર્યો છે. તો, સાથે સાથે, બાવાઓની ભાષાને પણ તેમણે ગઝલમાં પ્રયોજી છે. કેડી‘, ‘સૂરજ‘, ‘શબ્દો‘, ‘નિળયાં‘, ‘સપના‘, ‘વાદળ‘, ‘અહો‘, ‘સખી‘, ‘રે જાદુગરવગેરે શબ્દો તેમની ગઝલોમાં રદ્દીફોના પ્રયોગો છે. તો, ‘અમે હોઈએ યાં, ત્યાં જ ઝળહિળયે અમે‘ ‘જે ગાયું છે, તે સાચું છે‘, ‘ગઝલ તિહાં લગ ગાઓ પ્રિયજનએવી અિતપ્રલંબ રદ્દીફના પ્રયોગો પણ તેમણે સફળતાપૂર્વક કર્યા છે. મનોજ ખંડેરિયાની જાણીતી ગઝલ વરસોનાં વરસ લાગેથી િવરોધી ભાવ દર્શાવતી રદ્દીફ એક પળ લાગીનો પણ તેમણે સમર્થ ઉપયોગ કર્યો છે. ગઝલે-ગઝલે તેમની ભાષાશૈલી, છંદોવિધાન, અનુભૂતિ બદલાતાં રહે છે. પિરણામે તેમાં એકધારાપણું કયાંયે વર્તાતું નથી. ગઝલમા કૈકં અપૂર્વ કહેવાની તેમને ખેવના છે. ગઝલની મૂળ પ્રકૃતિ, ભાષાના ભાર તળે કયાંક નંદવાઈ જાય નહીં તેનો તે ખ્યાલ રાખે છે. શબ્દ, સંગીત, સ્વર અને અર્થ તેમની ગઝલોમાં એકાકાર થઈ જાય છે. શેઅરમાં તે જે શબ્દોનો વિનયોગ કરે છે તેની છાપ ભાવકના મન પર અમીટ રહે છે. તેમની શબ્દસાધના દાદ માગી લે એ પ્રકારની છે. શબ્દોનું મૂલ્ય એ સમજે છે અને એટલે જ કહે છે –

શબ્દો ભલેને ખાક, ભલે ખાકનું ઘર છે,
ઘરથાળની જમીન ને રહેણાંકનું ઘર છે.

રાજેન્દ્ગ શુકલ પરંપરાના પૂજક નથી એમ, આધુિનકતા કે પ્રયોગશીલતાનું ય તેમને વળગણ નથી. પરંપરા અને પ્રયોગશીલતા એ બંનેનો અદ્દભૂત સુમેળ એમની ગઝલોમાં િનહાળી શકાય છે. ભાષા પર તો તેમની હથોટી છે જ પણ સાથોસાથ સંસ્કૃત, પ્રાકૃત, ઉર્દુ, અરબી, ફારસી અને વ્રજભાષાના શબ્દોની પણ તેમને ઊડીં સૂઝ છે. ભાષા, ભાવ, છંદોિવધાન અને આગવી અિભવ્યિકત રીિત )અંદાઝે બયા( તેમની ગઝલોનું જમા પાસું છે. ડો. સુરેશ દલાલે તેમની ગઝલોનું મૂલ્યાંકન કરતાં યોગ્ય રીતે જ નોંઘ્યું છે: રાજેન્દ્ગ શુકલની ગઝલો એટલે ઉર્દુ, ગુજરાતી અને સંસ્કૃતનો અનોખો સમન્વય‘‘. કેટલાક ગુજરાતી ગઝલકારો પોતે ઉર્દુ જાણે છે એવો દેખાડો કરવા ખાતર ઉર્દુ શબ્દો પ્રયોજે છે. ત્યારે ઘણી વખત એક પ્રકારની કૃત્રિમતા જણાઈ આવે છે. રાજેન્દ્ગ શુકલની ગઝલોમાં આ પ્રકારનો દોષ શોધવો દુષ્કર છે. તે પરભાષાના શબ્દોનો યારે કાફિયાઓ રૂપે વિનયોગ કરે છે ત્યારે ગઝલને એ શબ્દો નવું પિરમાણ બક્ષે છે. દા.ત. તેમની મનાવો જશ્નશીર્ષક ગઝલનાં શેઅર જુઓ :

કરમ કરે કે કરે એ િસતમ, છે શાહે સુખન,
સમાલ જે કે પડી છે હવે િનગાહેસુખન.

અનાિદકાળ અહીં ઓગળે પલકભરમાં,
અજલથી આ જ હશે મૂળ ખાનકાહેસુખન.
‘‘

અહીં ફારસી રીિતના કાફિયાઓ વણી લેવાયા છે. શાહેસુખન‘ )શબ્દસ્વામી(, ‘નિગાહેસુખન‘ )શબ્દદિષ્ટ(, ‘ખાનકાહેસુખન‘ )શબ્દમઠ( એ ફારસી સમાસો છે. આ સમાસો શેઅરોમાં પ્રયોજવામાં આવેલાં શબ્દો સાથે ઓતપ્રોત થઈ ગયા છે. આજ રીતે અન્ય અરબી શબ્દો યે ગુજરાતી શબ્દો સાટે એકરૂપ થઈ ગયા છે.

અરબી ભાષાના શબ્દો પણ રાજેન્દ્ગ શુકલ કેટલી કુશલતાપૂર્વક પ્રયોજે છે તેનો ખ્યાલ તેમની શુક્ર અલ્હમ્દુ િલલ્લાહ…શીર્ષક ગઝલ આપે છે. આ શીર્ષક ઈશ્વર કૃપાિષ્ટનું દ્યોતક છે. આ રચનાના એ શેઅર જોઈએ જેમાં અરબી ફારસી શબ્દો કાિફયાઓ રૂપે વણી લેવાયા છે…

ચારે તરફથી એની રહેમતમાં તર થઇને, નીકળો સુખન તો નીકળો, નીકળો, શુકર થઇને. .
ખોખાં બની ખયાલી
, ખાલી ખબર થઇને, કયાં લગ કહો ભટકવું, ફોગટ િફકર થઇને.
એવાંય છે સવાલી કંઈ બોલતાં નથી ને- દર પર ઊભાં રહે છે કેવળ સબર થઇને.
આંખો ભમી ભમીને ભીતર ભણી વળે છે
, જાગી શકો તો જાગો, જાગો િજકર થઇને. .

આ ગઝલમાં અનુક્રમે તર‘, ‘શુકર‘, ‘ખબર‘, ‘ફિકર‘, ‘સબર‘, ‘સભર‘, ‘િજકરશબ્દો કાફિયા રૂપે વણી લેવાયા છે. જેમાં સભર )સંસ્કૃત( અને તર )ફારસી( ને બાદ કરતાં તમામ શબ્દો અરબી છે. આ અરબી શબ્દોનું ગુજરાતનાં મુિસ્લમો જે અપભ્રંશ ઉચ્ચારણ કરે છે તે અહીં દેખાય આવે છે. મૂળમાં શીર્ષકમાં દર્શાવાયું છે એ પ્રકારના આ અરબી શબ્દો છે. જેમકે શુક્ર, િફક્ર, િઝક્ર, આ શબ્દોને મૂળ સ્વરૂપમાં ગઝલમાં વણી લેવાયાં હોત તો શુક્રકે િફક્રની સાથે સબ્રનો કાિફયા આવી શકે નહીં અને એટલે જ એમને અપભ્રંશ રૂપે ગઝલમાં વણી લેવાયા છે. આમ શુક્રનું શુકર, ‘િફક્રનું િફકર, ‘સબ્રનું સબર, ‘િજક્રનું િજકર એવાં રૂપ ઉપયોગમાં લેવાતાં મૂળમાં જે દોષરૂપ હતાં તે ગુણ રૂપ બની ગયાં છે. આમ બન્યું છે રાજેન્દ્ગ શુકલની ભાષાસૂઝને કારણે. છંદોની િષ્ટએ જોતાં પણ રાજેન્દ્ગ શુકલની બીજી એક ખૂબી અહીં જણાય છે. શુક્રશબ્દ અરબી છંદશાસ્ત્રની િષ્ટએ વતદે મફરુકા‘ ) ત્રિવર્ણી મઘ્યમા હલન્ત( સ્વરૂપના છે. જેનું લગાત્મક સ્વરૂપ ગાલથાય છે. પરતું અહીં શુક્રને બદલે શુકરશબ્દનો િવિનયોગ કરીને શબ્દનું લગાત્મક સ્વરૂપ જ બદલી નાંખવામાં આવ્યું છે, અને વતદે મફરુકા )િત્રવર્ણી મઘ્યમા હલન્ત( ને બદલે વતદે મજમુઅ)િત્રવર્ણી અંિતમા હલન્ત( કરાયું છે. જેનું લગાત્મક રૂપ લગાથાય છે. છંદને અનુરૂપ શબ્દોનું ચયન કરવાની આ સૂઝ રાજેન્દ્ગ શુકલ જેવાં ભાષાપારખું સર્જકમાં જ હોય એ સ્વાભાિવક જ છે.

નવલકથાકાર પન્નાલાલ પટેલે માનવીની ભવાઈનવલકથાનાં બાવાની લંગોટીપ્રકરણમાં બાવાઓની બોલીનો જે રીતે િવિનયોગ કર્યો છે એ જ પ્રમાણે રાજેન્દ્ર શુકલે એક ગઝલમાં એ બોલીનાં શબ્દો વણી લીધાં છે. િહન્દી િમિશ્રત ગુજરાતી ભાષાનો આ પ્રયોગ ગુજરાતી ભાષાનો આ પ્રયોગ ગુજરાતી ગઝલમાં પહેલવહેલો ગણાવી શકાય. એ ગઝલના થોડાંક શએર આ પ્રમાણે છે. –

એક એનાં વેણની ગાંઠ જે િનંગઠ પડી છેાડતાં છૂટી નહીં બંધ ગઈ નાડા છડી
કાળ તો કયાં હોય છે
, હોય છે બસ અબઘડી અબઘડી આલેખતાં, ખૂટ ગઈ બારાખડી
ચેતવેલો શબ્દ છું
, યોત ઝળહળ જાગતી એમ હું આવું પ્રકટ, જેવી જેની આખાડી .
હું હસુંને એ હસે
, એ હસે ને હું હસું અંતિવણ ચાલ્યા કરે, બેઉની અંતાખડી.‘‘ .

ગુજરાતી ગઝલ સાિહત્યમાં કેટલાંક વિદ્બાનોએ દયારામની ખૂબસુરત સાંવરારચનાને ગઝલ તરીકેનું સ્થાન આપ્યું છે. એ રચનામાં જે પ્રકારની ભાષા છે. એ જ રીતની ભાષાનો ઉપયોગ રાજેન્દ્ગ શુકલે રે જાદુગરરદીફ ધરાવતી ગઝલમાં કર્યો છે. વ્રજ ભાષાનો દમામ અહીં જોઈ શકાય છે.

ઈલમ સલાકા અવલ િફરાઈ રે જાદુગર સુધબુધ હમરી સબ િબખરાઈ, રે જાદુગર .
િબન મેધ ઘટા ઘટ અનહદ કી ધૂન મચાઈ િબન યકાશ િબજલી લહેરાઈ
, રે જાદુગર.‘‘ .

આજ પ્રકારની અન્ય રચના સભર સુરાહીપણ વ્રજભાષાની િમઠાશને કારણે નવાં રંગરૂપ ધારણ કરે છે. તેમાં ઉપયોગમાં લેવામાં આવેલા આકારાન્ત કાિફયા સાહિજક લાગે છે. ભાષાપ્રયોગની િષ્ટએ આ ગઝલ આગવી છાપ ઉપસાવે છે. એનો મતલા અને શેઅર જૂઓ –

સભર સુરાહી, લિલત લચક કિટ,
કોમલ સ્કંધા ગઝલ

વનવન ભમતાં મિલન
અતિર્કત યોજનગંધા ગઝલ.

લખચોરાસી લખતલખત
ચખ વેધત રે લખ સકલ
,

અલખ અલખ ગિરનારી ગાજે
નિત પડછંદા ગઝલ.
‘‘

આ રચનામાં ઉપયોગમાં લેવાયેલા રવાનુકારી શબ્દો પણ ઘ્યાનપાત્ર છે.

એ જ પ્રમાણે ગાઓ પ્રિયજન, ગઝલ…રચના પણ પ્રલંબ રદીફ ઉપરાંત ભાષા સાથે જે રીતે કામ પાર પાડવામાં આવ્યું છે તે જોતા માણવા જેવી છે.

લપકે છે તે સાચું છે
ગઝલ તિહાં લગ ગાઓ પ્રિયજન
ઝપકે છે તે સાચું છે
ગઝલ તિહાં લગ ગાઓ પ્રિયજન.

સાંજ સવાર હથેલી ભાલે,
કુમકુમ કેસર અબીલ ગુલાલે
,

ભભકે છે તે સાચું છે
ગઝલ તિહાં લગ ગાઓ પ્રિયજન.
‘‘

આ ગઝલમાં કાફિયાઓ રૂપે આવતી ક્રિયાઓ શ્યિચત્ર ઊભું કરે છે. આ ઉપરાંત છે તે સાચું છે ગઝલ િતહાં લગ ગાઓ પ્રિયજનએ રદીફ પૂર્વે માત્ર બે જ શબ્દ વણી લેવાયા છે. આરંભે માત્ર બે જ શબ્દોનો ઉપયોગ કરી રદીફ જાળવણી કરવી એ સભાન સર્જક જ કરી શકે.

રાજેન્દ્ગ શુકલની કેટલીક ગઝલોમાં સોરઠી બોલીનો ઉપયોગ થયેલો પણ જણાય છે. આવી રચનાઓનાં તમામ શેઅર ઉત્તમ કહી શકાય એ પ્રકારનાં નથી, છતાં યે જે શેઅરોમાં રવાની છે તે માણવી ગમે એ પ્રકારની છે. દા.ત.

જંતરને બાઝયાં છે ઝાળાં
જાંઈ હવે ગળવા હેમાળાં
‘‘

કે પછી –

કોઈના મન, ઈને રયમ રે પમાય
સમજણ તો સીધી ને સોંસરવી જાય.
‘‘

મઘ્યકાલીન કિવ અખાની શૈલીમાં ગઝલને ઢાળવાનો પ્રયાસ પણ રાજેન્દ્ગ કરી ચૂકયા છે. એ ગઝલમાં બોલચાલની ભાષાનો જે રણકો છે એ માણાવા જેવો છે. બે શેઅર જોઈએ :

આઘું ઓર ટળે ઉચાટ
ઘર સામે બંધાવો ધાટ

હિંચો પ્રિયે હિંડોળા ખાટ
બેઠાં બેઠાં ખૂટે વાટ.‘‘

રાજેન્દ્ગ શુકલનાં ભાવિવશ્વનો એક છેડો વૈદિક પરંપરા સાથે જોડાયેલો છે, તો બીજો સુફીવાદી પરંપરા સાથે. આ બંને પરંપરાઓ રાજેન્દ્ગ શુકલની ગઝલોમાં આગવી રીતે ઉપસી આવે છે. આ બંને પરંપરાઓના શબ્દો અને ભાવ તેમની ગઝલોમાં જોવા મળે છે. ઈસ્લામી રહસ્યવાદી ભાવો તેમની ગઝલોમાં ભારતીય પિરવેશ ધારણ કરીને આવે છે. ભારતીય અદૈતવાદ સાથે સુફીવાદ ખૂબ જ સામ્ય ધરાવે છેં. જાણીતાં સુફી જીલી કહે છે, ”આ સૃિષ્ટ બરફ જેવી છે અને તેજ સ્વરૂપ ઈશ્વર પાણી સમાન છે. થીંજેલા પાણીનું નામ બરફ પડયું પણ તેનું મૂળ નામ તો પાણી જ છે.‘‘ આ જ તત્ત્વજ્ઞાન રાજેન્દ્ગ શુકલની ગઝલનાં એક શેઅરોમાં આ રીતે વ્યકત થાય છે –

તે જ માટી, મૂિર્ત મંિદર આરતી
એ જ પુષ્પો થઇને પૂજારી થયો
‘‘

કે પછી –

કૂપંળ થઇને કોળ્યો ઝુલ્યો થઇને ડાળી
ફુલ છોડ થઇને આખર મધમધ થયો છે માળી.
‘‘

આ શેઅર સાંભળતાં જ નરિસંહ મહેતાનું આપણને તરત જ સ્મરણ થયાં િવના રહેતું નથી.

સુફીવાદી રંગની સાથે સાથે વૈદિક પરંપરાના વિચારો આ શેઅરમાં ફારસી ભાષાના જામના પ્રતીક સાથે સુપરે વ્યકત થયાં છે.

જોઉં તો ઝળહળે જામમાં એ સ્વયં
ચૌદ બ્રહ્યાંડનો ભેદ ઝુલાવતાં.
‘‘

ઘૂંટ એક જ અને આંખ ઝૂકે જરા
સાત આકાશ ખૂલી જતાં સામટું.
‘‘

બંને શેઅર અલગ અલગ ગઝલોનાં હોવા છતાં, તેમાં સુફીવાદી ભાવ જોઈ શકાય છે. સુરાપાન એ સુફીઓ માટે ઈશ્વરભિકતનું પ્રતીક છે, જે બીજા શેઅરમાં જોવા મળે છે. ઈવરભિકતનાં એક જ ઘૂંટડે જાણે તમામ રહસ્યો પ્રકટ થઈ જાય છે. એ ભાવ અહીં રહેલો છે.

રાજેન્દ્ગ શુકલની ગઝલોમાં સુફીઓ જેવી મસ્તી, અલગારીપણુ દેખાય છે. આ પ્રકારનાં ભાવ યારે તે આલેખે છે ત્યારે અલગારી મનુષ્યનું ચિત્ર આંખ સામે તાશ થયાં િવના રહેતું નથી.

સાંજ ઢળતાં જ રોશન થતાં મહેંકતા
હાથ ગજરો ગળે હાર ઝુલાવતાં

ખીંટીએ લટકતી રાખીને રિક્તતા
આ સામે િનકળ્યા ખેસ ફરકાવતાં.
‘‘

સુફીઓ સાંસાિરક જીવનનો ત્યાગ કરનારા હોય છે અને તેઓ તમામ વૈભવોને ત્યાગીને બેઠાં હોય છે. તેઓ ઈશ્વરની િનકટતા પ્રાપ્ત કરવા નગરજીવનથી દૂર િનર્જન સ્થળે ચાલ્યાં જાય છે. તેઓ પોતાની જાતને લોકોની ભીડમાં ગોઠવી શકતાં નથી. રાજેન્દ્ગ શુકલ પણ જાણે સાંસાિરક જીવનથી ત્રસ્ત હોય એમ કહે છે –

સમાઈ કયાં શકુ છું હું નગરમાં કે મહાલયમાં,
ગુહા જેવું ગહન કાંઠે મને િગરનાર સંઘરશે.
‘‘

રાજેન્દ્ગ શુકલની ગઝલોને, સામાન્ય રીતે, ૧૯૭૩ પહેલાની, અને એ પછીની, એ રીતે િવભાિજત કરી શકાય. ૧૯૭૩ પહેલાંની ગઝલોમાં એકલતા, િવષાદ, અવસાદ, શૂન્યતા, વૈફલ્યના ભાવ િવશેષ પ્રમાણમાં જોવા મળે છે. ત્યાર પછીની ગઝલોમાં અિભવ્યિકત અને ભાવિવશ્વ બંને બદલાયેલાં જોવા મળે છે. તેમની ગઝલોને આ બે વર્ગમાં િવભાિજત કર્યા બાદ કેટલીક ગઝલોનો તુલનાત્મક અભ્યાસ કરવામાં આવે, તો તે રસપ્રદ બની રહે એમ છે. આ સંદર્ભમાં કોમલિરષભની હોડીઓ-૧રચનાને તેમની અંગત ડાયરીમાંથી હોડીઓ – ૨નામની રચના સાથે સરખાવવાં જેવી છે. આ બંને રચનાઓમાં એક જ પ્રકારના શબ્દોનો િવિનયોગ કરાયો હોવા છતાં ભાવ પિરવર્તન કઈ રીતે આવ્યું છે તે જોઈ શકાય છે. પ્રથમ રચના જોઇએ :

હોડીઓ તરતી નથી, ટકરાય છે, રેતમાં અમથા શઢો, અફળાય છે….૧ .

શેષ સમદર પણ સુકાવા તરફડે માછલી કાંઠે પડી, અમળાય છે…..૨ .

િશર ઉપર આકાશ છે તે કૈં ંનથી એક સમડી કયારની ચકરાય છે….૩ .

એકલી પળ તો સમેટાતી નથી શીદ સમય સાથે સતત પથરાય છે….૪ .

આ કશે પણ નહીં જનારા પંથ પર મન હવે માટી બની પથરાય છે.‘‘….૫ .

અહીં મુખ્ય અનુભૂિત વૈક્લ્ય, એકલતા, િનરાશાની છે પરંતુ ૧૯૭૫માં રચાયેલી હોડીઓ – ૨રચનામાં અનુભુિત કેવો વળાંક લે છે, તે જૂઓ :

હોડીઓ તરતી કશી સરકે, અહો ! એક સાથે શાં શઢો ફરકે, અહો !….૧ .

મંદ સમદર પર મજાના ઘોષમાં માછલી મીઠું મઠું ગરકે, અહો !….૨ .

િશર ઉપર આકાશ જાણે ઝૂકતું મેઘધનુષી કોણ આ મરકે, અહો !….૩ .

સ્વર સમું પણ સર્વ લહેરાતી જતી કે સમયે જાણે સતત થરકે, અહો !….૪ .

આ કશે પણ નહીં જનારા પંથ પર એક ચકોરી ચંદ્ગને બરકે, અહો !….૫ .

આ બંને રચનાઓનો તુલનાત્મક અભ્યાસ કરતાં અનુભૂિત અને અિભવ્યિકતનો િવરોધ તરત ઘ્યાનમાં આવે છે. શબ્દો અને છંદ એક હોવા છતાં ભાષાનું સ્તર બદલાઈ ગયું છે. બંને રચનાઓમાં ભાષા અનુભૂિતને અનુરૂપ જોવા મળે છે. પ્રથમ ગઝલનો મતલા જોતાં તેમાં હોડીઓ તરી શકતી નથી‘, ‘શેઢ રેતીમાં અફળાય છે‘. આ િક્રયાઓ દ્ગારા િવફલતાના ભાવ પ્રકટ થાય છે. આ મતલાની સાથે, બીજી ગઝલનો મતલા મૂકતાં, તેમાં હોડીઓ સહેલાઈથી તરતી-સરકતી દર્શાવાઈ છે. એટલું જ નહીં, અગાઉ જે હોડીઓના શઢ અફળતા હતા, તેમાં એક પ્રકારની લયબઘ્ધતા આવી છે. એક મતલામાં િવફલતાનો ભાવ છે, યારે બીજા મતલામાં સફળતાનો ભાવ છે. બીજી ગઝલમાં સંતૃિપ્ત, મોજ, સંયોગ અને અલગારીપણું દેખાય છે. આમ, એક ગઝલના દરેક શેઅરને બીજી ગઝલના શેઅર સાથે મૂકતાં અિભવ્યિકત, શબ્દોનો ઉપયોગ, ભાષાનું સ્તર તદ્દન બદલાયેલું લાગે છે. પ્રથમ ગઝલમાં જે જે શબ્દોનો ઉપયોગ કરાયો છે, એ જ શબ્દો એ જ ક્રમના શેઅરોમાં વાપરવામાં આવ્યા હોવા છતાં આમ બન્યું છે. બંને ગઝલોનાં મતલામાં હોડીઓ/શઢો, પ્રથમ શેઅરમાં સમદર/માછલી, બીજા શેઅરમાં િશર/આકાશ, ત્રીજા શેઅરમાં પળ/સમય, વગેરે શબ્દોનો ઉપયોગ થયેલો જોઈ શકાય છે. પરંતુ અંિતમ શેઅરનાં ઉલા િમસરા એનાં એ જ રાખવામાં આવ્યા છે. પરંતુ સાની િમસરાઓની િક્રયાઓ બદલાઈ ચૂકી છે. અગાઈ જે પંથ ઉપર મન માટી બનીને િવખરાઈ જતું હતું તેના બદલે એ જ પંથ પર એક ચકોરી ચંદ્ગને સ્પર્શવાનો પ્રયાસ કરી રહી છે.

અિભવ્યિકત, અનુભૂિતનો િવરોધ, ભાષા અને છંદોનું નાવીન્ય આમ કેટલીયે ગઝલોમાં છે.

હોડીઓ – ૧કરતાં અટુલાપણાનો ભાવ નીચેની ગઝલમાં કેવો અસરકારક રીતે વ્યકત થયો છે, તે જુઓ :

મૂંગી વડછડ વચ્ચે ઊભાં ઘંટીના પડ વચ્ચે ઊભાં .

કેવી સાંકડ વચ્ચે ઊભાં અવાજની તડ વચ્ચે ઊભાં .

ભવભવની લાંઘણ સંગાથે અડાબીડ ખડ વચ્ચે ઊભાં .

ત્રાડ ફરી પાછી પડઘાતી વગડો ઉજડ વચ્ચે ઊભાં .

આ આખી ગઝલમાં મૂંગી વડછડ‘, ‘ઘંટીના પડ‘, ‘અડાબીડ ખડ‘, ‘વગડો ઉજડ‘, એ શબ્દપ્રયોગો એકલતા અટુલાપણું, િનરાધારપણું વગેરે ભાવના ધોતક છે. આ ગઝલ ૧૯૭૩ પહેલાં રચાયેલી છે, પરંતુ ત્યાર પછી રચાયેલી એક ગઝલમાં અનુભૂિત કેવી બદલાઈ ગઈ છે, તે અગાઉની ઊભાંરદીફવાળી ગઝલને ઘ્યાનમાં રાખી નીચેની ગઝલ માણતાં સમજાશે :

જે અનાિદ સ્થંભ શાં ઊભાં હતાં કોણ આવ્યું કે તરત ચાલ્યાં ચરણ .

કેટલી પળ કેટલી પાંખો ખરી ત્યારે કંપ્યુ સ્હેજ કૈ ં વાતાવરણ‘‘ .

મનોજ ખંડેિરયાની –

ક્ષણોને તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે બુકાની છોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.‘‘

આ ગઝલ કરતાં તદ્દન િવરોધીભાવ રાજેન્દ્ગ શુકલે એક પળ લાગીરદીફ ધરાવતી ગઝલમાં વ્યકત કર્યા છે. આ ગઝલના ભાવની નજાકત માણવા જેવી છે.

પવનની પાંખડી પલકી, પલકતાં એક પળ લાગી સરોવરને, સુંગધોને, છલકતાં એક પળ લાગી .

િશવાલયની પુરાતન મૌન છાયા – આરઝુ – અંતે હથેળી, ફૂલ ને ફોરમ ફરકતાં એક પળ લાગી .

ઝરુખાને, હવેલીને, િકરણની કોર અડકી કે જૂની જાહોજલાલીને, ઝળકતાં એક પળ લાગી.‘‘ .

રાજેન્દ્ગ શુકલ એક ગઝલમાં આંખના િવભાવને સાંકળી લીધો છે. છતાં દરેક શેઅર આગવું સૌન્દર્ય ધરાવે છે. આંખનો િવભાવ આલેખતી ગઝલના બે શેઅર જુઓ :

‘‘હો મભમ મખમલી કે અકિલત આકરા યાં લગી આંખ છે આંખને ઉજાગરા .

કૈ જ કારણ નથી ઊંઘના અભાવનો આંખને એ અગન યાદ છે જરાતરા.‘‘ .

અહીં મભમશબ્દના ઉપયોગ તરફ આપણું ઘ્યાન તરત જ ખેંચાય છે. ઉર્દુમાં મુગ્ગમઅને ગુજરાતીમાં મોઘમશબ્દ પ્રચિલત છે. આ શબ્દોના પર્યાયરૂપ મભમશબ્દ અહીં વાપરવામાં આવ્યો છે.

રાજેન્દ્ગ શુકલે મઘ્યકાલીન પરંપરાના કિવઓની રચનાઓનો પૂરતો અભ્યાસ કર્યો હોય, એમ લાગે છે. કદાચ એ જ કારણ હોઈ શકે કે તેમણે તે કિવઓની શૈલી પણ આત્મસાત્ કરી છે, અને એમની રચનાઓ મન સમક્ષ રાખીને એ જ શૈલીમાં ગઝલ રચવાના પણ પ્રયાસો કર્યા છે. આવી એક પ્રયોગશીલ રચનાનો ઉલ્લેખ અત્રે કરવો જ રહ્યો. આ એક જ ગઝલમાં તેમણે નાનક, મન્સુર, નરિસંહ, ચૈતન્ય, કબીર, તુલસીદાસ, મીરાં વગેરે ભકત કિવઓ સાથે સંકળાયેલા સંદર્ભો લડાઈને કે તેમની કાવ્યપંિકતઓમાં વ્યકત થયેલા િવચારોને સાંકળી લઈને દરેક કિવની શૈલીમાં શેઅર લખવાનો પ્રયાસ કર્યો છે. રાજેન્દ્ગનો આ પ્રયોગ િવિભન્ન ભાષાઓ પરની તેમની પકડ અને િવિભન્ન ધર્મોના સંતોના સાિહત્યના તેમનો અભ્યાસ કેવો િવશાળ છે, તે સૂચવે છે. એ આખી રચના આ પ્રમાણે છે :

હજો હાથ કરતાલને િચત્ત ચાનક તળેટી સમીપે હજો કયાંક થાનક .

લઈ નાવ થારો સમયરો હળાહળ ધર્યો હોંઠો ત્યાં તો અિમયેલ પાનક .

સુખડ જપમ શબ્દ ઉતરતાં રહે છે િતલક કોઈ આવીને કરશે અચાનક .

નયનથી િનતરતી મહાભામ મધુરા બહો ધોત ધારા બહો ગૌડ ગાનક .

શબો-રોઝ એની મહેંકનો મુસલસલ અજબ હાલ હો ને અનલહક હો આનક‘‘ .

અમે જાળવ્યું છે િજનેરા જતનથી મળયું તેવું સોંપીશું કોરું કથાનક .

છે ચણ જેનું એનાં જ પંખી ચૂગે આ રખ્ખ હથ્થ હેઠાં િનહાળે છે નાનક.‘‘ .

આ આખી ગઝલ જોતાં તેનાં િવિભન્ન શેઅરોમાં ઉપયોગમાં લેવાયેલા શબ્દ તરફ આપણું ઘ્યાન ખેંચાય છે. ગઝલના પ્રથમ મતલામાં નરિસંહનો સંર્દભ હોવાથી કરતાલ, તળેટી, થાનક વગેરે શબ્દોનો ઉપયોગ કરાયો છે. યારે પ્રથમ શેઅરમાં, મીરાંએ કૃષ્ણનું નામ લઈ ઝેરનો પ્યાલો પીતાં એ અમૃત બની ગયું હતું, એ લોકવાયકાનો સંદર્ભ છે. એટલે એમાં રાજસ્થાની, મારવાડી અને ગુજરાતી શબ્દોનો ઉપયોગ કરાયો છે. બીજા શેઅરમાં તુલસીની નીચેની પંિકતઓનો સંદર્ભ જોઈએ શકાય છે.

િચત્રકૂટ કે દ્ગાર પર ભઈ સંતન કી ભીડ તુલસીદાસ ચંદન િધસે િતલક કરે રઘુવીર.‘‘

ત્રીજા શેઅરમાં ભાભ‘, વહોને બદલે બહો‘, ‘ગૌડગાનક‘, એ શબ્દો કોઈક બંગાળી સંદર્ભ હોવાનું સૂચવે છે. બંગાળી ભાષામાં નો કે ઉચ્ચારાતો હોવાથી અહીં વહોનું બહોઅને ભાવનું ભાભકરવામાં આવ્યું છે. અહીં બંગાળના ગૌડગાનનો પણ ઉલ્લેખ જોઈ શકાય છે.

ચોથા શેઅરમાં શબો-રોઝ‘, ‘મુસલસલ‘, અને સૌથી વધુ તો અનલહકશબ્દ આ શેઅર ઈસ્લામી ઘટનાનો સંદર્ભ હોવાનું સુચવે છે. આ શેઅરમાં મુિસ્લમ સૂફીવાદી મન્સુરના બનાવ પર પ્રકાશ નાંખવામાં આવ્યો છે. અનલહકએમ રચ્યા કરતા હોવાથી રૂિઢવાદી મુિસ્લમોએ, તે ખુદાઈનો દાવો કરે છે, અને ખુદાઈનો દાવો કરનારને મોતની સજા આપવી જોઈએ એમ કહીને, મન્સુરને શૂળીએ ચઢાવ્યો, ત્યારે પણ એનાં મોઢે તો અનલહકની જ ધૂન રમતી હતી. એમ કહેવાય છે કે શૂળીએ ચઢાવતી વખતે તેના શરીરમાંથી જે રકતિબંદુઓ પડતાં, તેનાથી અનલહકએવું લખાઈ જતું હતું. શૂળીને ચઢાવી દીધાં પછી બનેલી આ ઘટનાને કારણે તેમને સંત ગણવામાં આવે છે. મન્સુર તત્ત્વજ્ઞાની ઉપરાંત કિવ પણ હતાં..

પાંચમાં શેઅરમા કબીરની નીચેની પંિકતઓનેા સંદર્ભ છે.

દાસ કબીર જતન કરી ઓઢી યોં કી ત્યોં ઘર દીની ચંદરીયા.‘‘ .

અંિતમ શેઅરમા નાનકની જાણીતી પંિકતઓ :

રામ કી િચડીયા રામ કા ખેત
ખાલો િચડીયા ભરભર પેટ
‘‘

નો સંદર્ભ જોઈ શકાય છે અને એટલે જ પંજાબી રખ્ખઅને હથ્થશબ્દોનો િવિનયોગ કરાયો છે.

રાજેન્દ્ગ શુકલનો અિત પ્રચિલત થયેલો એક પ્રયોગ એટલે મઘ્યકાલીન કાવ્ય સ્વરૂપ બારમાસી ને ગઝલમાં ઢાળવાનો. આ કાવ્ય સ્વરૂપ પરદેશ ગયેલા પિત કે િપ્રયતમની યાદમાં ઝૂરતી નાિયકાની મનોદશાનું વર્ણન આવે છે. આજ વાત રાજેન્દ્ગ શુકલે ગઝલ સ્વરૂપમાં િસદ્ધ કરી બતાવી છે. કારતક માસથી માંડીને આસો માસ સુધીની નાિયકાની મનોદશાને ઉદ્ીપન િવભાવની પડછે રાજેન્દ્ગ એ ગઝલમાં વ્યકત કરી છે. પરદેશ ગયેલા િપ્રયતમને વર્ષો વીતી ગયાં હોવાની વાત મતલામાં કરાયા પછી ગઝલ મિહનાઓમાં ક્રમ પ્રમાણે આગળ વધે છે. અહીંં, િપ્રયતમ ઉપિસ્થત નહીં હોવા છતાં, જાણે િવરહીણી તેની સાથે ગોષ્ટી માંડે છે, અને કહે છે.

દૂર દૂર પરહરતાં સાજન વર્ષો આમ જ સરતાં સાજન
કારતકના કોડીલા િદવસો – ઊગી આથમી ખરતાં
, સાજન !

માગશરના માઝમ મ્હોલોમાં
નેવાં ઝરમર ઝરતાં
, સાજન

પોષ િશિશરની રજાઈ ઓઢી
અમે એક થરથરતાં
, સાજન

માઘ વધાવ્યા પંચમસ્વરતો
કાન િવષે કરકરતાં
, સાજન

છાક ભર્યા ફાગણના દહાડા-
હોશ અમારા હરતાં
, સાજન

ચૈત્ર ચાંદની, લ્હાય બળે છે
તમે જ ચંદન ધરતાં
, સાજન

એ વૈશાખી ગોરજવેળા
ફરી ફરીને સ્મરતાં
, સાજન

જેઠ મિહને વટપૂજન વ્રત
લોક જાગરણ કરતાં સાજન

આષાઢી અંધારે મનમાં
વીજ સમા તરવરતાં સાજન

શ્રાવણની સરવરની પાળે
હવે એકલા ફરતાં
, સાજન

ભાદરવો ભરપૂર વહે છે,
ખાગ િનસાસા ભરતાં સાજન

આસોનાં આંગણ સંભારે
પગલાં કુંકુમઝરતાં સાજન.

અને અંતે આસો માસ આવતાં –

આસોનાં આંગણ સંભારે પગલાં કુમકુમ ઝરતાં સાજન.‘‘ .

ભાવ, િવષય અને રદીફને સાંકળીને લખાયેલી આ ગઝલ સાતત્ય ધરાવે છે. કાિફયાઓની રચના દાદ માગી લે એ પ્રકારની છે. આ રચનાને મુસલસલ ગઝલતરીકે ઓળખાવી શકાય. અહીં રાજેન્દ્ગ શુકલ પ્રયોગશીલતા દાખવતી વખતે પણ ગઝલની િશસ્તની મર્યાદા બહાર જતાં નથી એ વાતનો ખ્યાલ આવ્યા િવના રહેતો નથી.

અિભવ્યિકત, શબ્દિચત્રો, ભાવિચત્રો, િવષય-નાિવન્ય, ઉતૃંગ કલ્પનાશીલતા વગેરે રાજેન્દ્ગ શુકલની ગઝલના મુખ્ય અંશો બની રહ્યાં છે. તેમની રચનાઓમાં સાદગી છે, એટલે જ શેઅર સમજવા માટે આયાસ કરવો પડતો નથી. આ સાદગી જાળવીનેય તેમણે ઉત્તમ ગઝલો આપી છે. ડો. ધીરુ પરીખે રાજેન્દ્ગની ગઝલો િવશે યોગ્ય રીતે જ નોઘ્યું છે. ગઝલો અને ગઝલકારોનોના ખડકતાં ગંજ વચ્ચે રાજેન્દ્ગ શુકલ રંજ નહીં પણ આનંદકંજ છે….રાજેન્દ્ગ પરદેશી ગઝલ-સ્વરૂપને આપણી પરા વાક્નું ઘર બનાવી દીધી છે.‘‘

ગઝલનો મહિમા વધારતો ગઝલકાર – મુકુલ ચોકસી

મુકુલએવી જગ્યાએ જઈ ગઝલના વાંચશો હરિગઝ

ગઝલથી પણ વધારે હોય છે જયાં દાદનો મિહમા

આ મકતા છે, છેલ્લા સાડા ત્રણ દાયકાથી ગઝલસર્જન કરી ગુજરાતી ગઝલસાિહત્યમાં પોતાના નોખાં ભાષાકર્મ, િવષય તેમજ કલ્પનાનાિવન્ય વડે આિદલ મન્સુરી, િચનુ મોદી જેવા પ્રયોગશીલ ગઝલકારોની હરોળમાં સ્થાન જમાવવાની મથામણ કરી રહેલા યુવાન ગઝલકાર મુકુલ ચોકસીની એક ગઝલનો. મુશાયરો લૂંટી લેનારી ગઝલો રચવાની જયારે હોડ લાગી હતી કે લાગે છે ત્યારે ભાષાને નહીં માત્ર કલ્પનાચાતુર્ય અને ગઝલ રજૂ કરવાના નાટકીય અંદાઝને જ પ્રાણરૂપ ગણવામાં આવે છે. ઘણાં ગઝલકારો તરન્નુમથી જ પોતાના ભાગની દાદ ખાટી જતાં હોય છે. જયાં ગઝલનો મિહમા ઓછો અનેતરન્નુમકે એનાથી મળતી દાદનો મિહમા િવશેષ હોય ત્યાં સાચી ગઝલ મરી પરવારે છે. ઉર્દૂના એક ઉસ્તાદ શાયરે એટલે જ તો પોતાના િશષ્યને સંબાધીને લખેલા શેઅરમાં આવા દાદખાટુંગઝલકારો પર વ્યંગ કરતાં કહયું હતું –

ઇસ્લાહ ભી દૂં ઔર તરન્નુમ ભી શીખાઉં

શાયર હું મેં કવ્વાલ કા દામાદ નહીં હૂં

કેટલાંક ગઝલકારો એવા હોય છે જેમને ગઝલસર્જન માટે કોઈ ઉસ્તાદને શોધવાની જરૂર હોતી નથી. તરન્નુમઅને છંદોલય તેમના લોહીમાં વહીને વાણીરૂપે પ્રકટ થાય છે. પરંપરાના આવા શાયર મુકુલ ચોકસીએ એટલે જ પોતાના પ્રથમ ગઝલસંગ્રહ માટે તરન્નુમનામ પસંદ કર્યું છે. એ ભલે સ્થૂળ રીતેતરન્નુમમાં ગઝલોની રજૂઆત કરતાં ન હોય પણ તરન્નુમની ગઝલોની શબ્દો ગુજરાતી ગઝલના અવકાશમાં સતત ગુંજતા રહે એ પ્રકારના છે. તેમની શરૂઆતની ગઝલોમાં પરંપરાનું અનુસંધાન જોવા મળે છે. રમેશ પારેખ જેવા પ્રયોગશીલ ગઝલકાર મુકુલ ચોકસીની ગઝલો િવશે પથાર્થ િચત્રણ કરતાં લખે છે, ‘મોટાભાગે કોઈ સર્જકની રચના વાંચતા વેંત મન જાણે બ્લેકબોર્ડ હોય એમ રચના પોતે જ પોતાની મનોહાિરતાનાં સરવાળા – બાદબાકી લખી આપે છે, ને હું ત્રાિહત વ્યિકતની જેમ કેવળ લીલા જોઉં છું. આવી લીલાનું રૂપાંતર ભાષામાં કરવું અશકય હોય છે. ઉપરાંત બીજી બાબતોની પણ જમા પક્ષે નોંધ લઇ શકાય, જેવી કે તારી રચનાઓની ભાષાચુસ્ત છે. શબ્દોની માવજત અને પસંદગી માટે મોટેભાગે સાહિજક છે. ઈચ્છા કરીને તોડફોડ કરી હોય તે િસવાય તારી રચનાઓને ભાગ્યે જ કોઈ વજનદોષ સ્પર્શ્યો છે.

તરન્નુમગઝલસંગ્રહના પાનેપાને એવા શેઅર જોવા મળે છે જે ગઝલની આબરૂમાં ચારચાંદ લગાવે એવા છે. શુિધ્ધકિવતાના દ્વાર સુધી એ શેઅર આપણને પહોંચાડી ભાષાકર્મ દ્વારા ગઝલકારે કેવું કામ લીધું છે તેનો પિરચય કરાવે છે. મુકુલ ચોકસીની ગઝલકાર તરીકેની એ િસધ્ધનો પિરચય કરાવે છે.

લેવું-દેવું, હસવું-ભસવું‘, બળવું-મળવું, બસવું-ડસવું, હોવું-ખોવું, ડરવું-મરવું, સર્વ િક્રયા છે ફોગટ, નિહતર ? ગઝલશાસ્ત્રની ચર્ચા કરનારાઓ ઉલા અને સાની િમસરાઓ વચ્ચે કોઇના કોઇ પ્રકારનો સંબંધ હોવાની વાત ભલે કરતાં હોય પરંતુ કયારેક માત્ર િવધાનાત્મક શેઅર દ્વારા ગઝલકાર જીવનના ગૂઢ રહસ્યો છતાં કરી દે છે. અહીં નિહતર? રદીફ અને એની સાથે આવતો પ્રશ્નાર્થ તેમજ રદીફની આગળ આવતા તમામ િક્રયાપદો માનવીના જીવનની અર્થિહનતાને સૂચવે છે. આ અર્થિહનતાનો અનુભવ થયો હોવા છતાં મનુષ્ય અર્થસભર જીવન જીવવાના પ્રયાસો કરવામાં પાછી પાની કરતો નથી. આ િક્રયા ફોગટ, વ્યર્થ હોવા છતાં તે િક્રયાઓ દ્વારા જીવનને અર્થપ્રદાન કરાવનો મનુષ્ય પ્રયાસ કરે છે. આ પ્રકારના ઉપરાછાપરી િક્રયાપદોનો ઉપયોગ કરી પોતાના ભાષાકર્મ દ્વારા મુકુલ ચોકસી અંતે મરવાની િક્રયાની વાત કરે છે. આ અણસાર મતલામાં પણ આપી દેવાયા છે. પ્રાણ ચાલ્યા જવાની ઘટનાને પંખી ઊડી જવાના અને પાંજરું પડયું રહેવાના રૂપક દ્વારા કિવઓએ સમજાવવાના પ્રયાસો કર્યા છે. પણ મુકુલ એક ડગલું આગળ વધીને શરીરને પણ પ્રાણની સાથે જ ઊડાડી મૂકતાં કહે છે.-

લીલોતરી પાંખોની લાવા સમેટી લઉ હું ઝટપટ નિહતર

આખ્ખે આખ્ખું િપંજર લઈને ઊડી જશે આ પોપટ, નિહતર

મુકુલ ચોકસીની ગઝલોની આવી ભાષાની પ્રશંસા કરતાં ભગવતી કુમાર શર્મા એ લખ્યું છે- મુકુલની પાછળ ગુજરાતી અને ઉર્દૂની આગલી પેઢીની જ ગઝલોનો નહીં, આિદલાિહની આધુિનક હરોળના ગઝલ-પુરુષાર્થનો સમૃધ્ધ વારસો પડેલો છે. એ વૈભવશાળી વારસાની હુંફે મુકુલ અને તેના સમોવિડયા ગઝલકારો માટે કેટલીક સ્વાભાિવક સાનુકૂળતાઓ સર્જી છે. ભાષાકર્મ પરત્વે પણ મે અનુભવી શકાય તેમ છે. મુકુલની ગઝલો તેનાથી પિરવેિષ્તત છે… સાપેક્ષ રીતે ઊગતા ફૂલને સાલાની ગાળ દેવામાં કેવળ સૂરતીપણું નથી, આધુિનક ગઝલકારના ભાષાકર્મનો િમજાજ પણ છે. કોઇકને માટે રંગમયઅને પોતાને માટે ધુમ્રમય ઊગતું એ ફૂલ પણ સાલુંગાળ ખાય તો ખરું જ ને ? હોંઠ એ માત્ર અવયવ છે ? કે સંસ્થા ? અક્ષર શું આંગળીનો તર્કમાત્ર છે ? કે ઉપરોકત સંસ્યાને માન્યહોવાથી વધું કશુંક ? ‘આષાઢસ્ય પ્રથમ િદવસેના કાળથી કિવઓ આષાઢાગમનનાં ગુણગાન ગાતા રહયા છે, પણ આપણો આ આધુિનક કિવ તો આષાઢને લોહીના પોલાણમાંના વૈશાખના અડ્ડાપર છાપો મારનાર તરીકે વર્ણવે છે! ઊગવું હોય તો ઊગે નિહતર જાય ચૂલામાં નો છનકો સૂર્યના સાત અશ્વોને સંભળાવનાર કિવ બોલચાલની ભાષાના લહેજાને ખપમાં લઇ બતાવે છે.

મુકુલ ચોકસીની ગઝલોમાં તત્ત્વજ્ઞાનનો સ્પર્શ પણ જોઈ શકાય છે. માનવીના અિસ્તત્વ અને એ અંગેની િવચારણા ઉપર ગ્રંથોના ગ્રંથો ભરીને ચર્ચાઓ થતી આવી છે, પરંતુ કયારેક માનવ અિસ્તત્વ શું છે એ વાત અનેક દલીલો દ્વારા સમજાવી શકાતી ન હોય ત્યારે કોઈ એક પ્રતીક દ્વારા ગઝલકાર સત્યને એના એ જ સ્વરૂપમાં પ્રકટ કરી આપે છે. તરન્નુમની પ્રથમ ગઝલનો મતલા આ વાત શકય બનાવે છે તે જોઈએ-

હોવાપણાનો ભાસ અરીસો બની ગયો

અિસ્તત્વ ધારી લઈને હું કેવો બની ગયો.

અરીસો એ સ્વનું પોતાની જાતનું પોતાની બાહય જાતનું પ્રતીક છે. વાસ્તવમાં કિવની અહીં સ્થૂળ અરીસાની જરૂર જ જણાઈ નહીં. કારણ કે તેમનો અરીસો તેમનો સ્વતો તેમના પોતાનામાં જ સમાયેલું છે. જયારે પોતાના હોવાપણાંની, પોતાના અિસ્તત્વની પોતાની હયાતીની સમજણ કેળવાય ત્યારે માણસ પોતાની જાતને પોતાનામાં જૂએ છે. એના માટે એની જાત જ અરીસો બની જાય છે. અિસ્તત્વ એ માત્ર અરીસામાં દેખાતું શરીર જ નથી પણ એથી યે િવશેષ છે. એ િવચારે છે, ધારે છે એના કારણે એનું અિસ્તત્વ સાર્થક બને છે. એટલે જ અિસ્તત્વ ધારી લઈને હું કેવો બની ગયો ! એવું આશ્વર્ય ગઝલકારને થાય છે. પોતાના િવશેની, ‘સ્વ િવશેની જયારે સમજ આવે છે,’સ્વનો પિરચય થાય છે. ત્યારે માણસને આ સૃિષ્ટમાં પોતાના વજૂદએટલે કે અિસ્તત્વનું મહત્ત્વ સમજાય છે. એ પોતાની ઓળખ પ્રાપ્ત કરે છે ત્યારે સુફીવાદના છઠ્ઠા તબક્કામાં પહોંચે છે અને બીજાના રંગમાં પોતાનો રંગ અને પોતાના રંગમાં બીજાનો રંગ તેને દેખાય છે, અને સાતમા અને અંિતમ તબક્કામાં જેને ફનાકહે છે તેમાં પ્રવેશે છે. જયાં તેની ઓળખ લુપ્ત થાય છે, અને આ જગત સાથે તે અિભન્ન છે એ વાત તેને સમજાય છે. પોતાની જાત સાથેના પ્રેમથી માંડીને પોતાની જાતને બીજાનના પ્રેમમાં હોમી દેવાની સુફીવાદી િવચારધારાની સાત તબક્કાની આ પ્રક્રીયા અહીં પૂર્ણ થઈ પોતે સ્વની ઓળખ પ્રાપ્ત થતાં મનમાં આછાં જ્ઞાન કે સમજનું જે તેજ જે ભાત્ર. હોય છે તે સ્વની, અિસ્તત્વની ઓળખ મેળવવામાં કેવો ઉપકારક નીવડે છે અને એ પણ િવચારપ્રકીયાને કારણે એ અહીં િસધ્ધ કરી બતાવાયું છે.

એક તરફ આપણે મુકુલની ગઝલોમાં પરંપરાને ઘૂંટાતી જોઈએ છે તો બીજી તરફ પરંપરાગત સંદર્ભોને આધુિનક પિરવેશમાં પણ િનહાળી શકીએ છીએ. આધુિનક ગુજરાતી કિવતા માણસને આશાવાદી નહીં િનરાશાવાદી બનાવે છે. માનવ અિસ્તત્વની િનરર્થકતાનું ગીત તેને સંભળાવે છે. એટલે જ િસિસફસજેવા સંદર્ભો ગઝલોમાં વણી લેવાતા હોય છે. િશલાઊંચકીને પહાડ પર લઈ જતાં ગ્રીક પુરાકથાના પાત્ર િસિસફસની જે િક્રયા છે અને એનો જ ગૂઢાર્થ છે તેને પુરાકથાના સંદર્ભ િવના પણ નવતર િવચાર સાથે રજૂ કરાય ત્યારે તે દાદને પાત્ર. બને છે. શેરીયત ગઝલમાં કઈ રીતે િસધ્ધ થાય છે તે જૂઓ-

અશ્રુથી ભરવા મથે છે રાત- દી,

એક માણસ, એક કાણી બાલદી

ગઝલ શબ્દ ભલે નામ તરીકે ઉપયોગમાં લેવાતો હોય પરંતુ મૂળમાં અરબી ભાષામાં એ િક્રયાના રૂપમાં ઉપયોગમાં લેવાય છે અને એ પણ માત્ર એક િક્રયા નહીં િક્રયાઓના ક્રિમક િવકાસના રૂપમાં ગઝલનો અર્થ થાય છે, િપ્રય અને િપ્રય પાત્ર વચ્ચે થતી વાતિચત, તેમની વચ્ચે ઊભાં થતાં સંજોગો અને તેમની વચ્ચે થતી િક્રયાઓ મુકુલ ગઝલને જીવન સાથે સાંકળે છે ત્યારે આવો શેઅર હ્ય્દયના ઊંડાણમાંથી જન્મે છે-

િજન્દગી નામે ગઝલ જન્મી શકે

શ્વાસ ક્ષણ સાથે કરે છે િફલબદી

અહીં િફલબદીકાિફયા ધ્યાનપાત્ર્.ા છે.િફલબદીઅરબી િવશેષણ છે અને તેનો અર્થ થાય છે, આયાસ િવના કહેવામાં આવેલી વાત જે ખૂબ જ યોગ્ય, સુંદર અને ચમત્કારપૂર્ણ હોય. ગઝલની પિરભાષામાં શીધ્રકિવતામાટે આ શબ્દ ઉપયોગમાં લેવાય છે. જો શ્વાસ ક્ષણની સાથે તાલ મેળવી આ પ્રકારની વાત કરી શકે તો ગઝલ જેટલી જ સુંદરતા જીવનને પણ પ્રદાન કરી શકાય. માણસ હાથમાં આવેલી ક્ષણનો સમજી િવચારી ઉપયોગ કરે તો જીવનની સાર્થકતા છે. જો અશ્રુથી કાણી બાલદી ભરવાની િક્રયા પણ સભાનતાથી કરવામાં આવતી હોય તો આધુિનક કિવતા જેવો િનરાશાવાદી અિભગમ નહીં પણ ઢ આશાવાદ જ તેમાં જોઈ શકાય. મુકુલ ચોકસી મનોિચિકત્સક પણ છે એટલે આ શેઅરમાં આપણે જીવન પ્રત્યેનો નકારાત્મક નહીં હકારાત્મક અિભગમ જોઈ શકીએ છીએ.

તરન્નુમગઝલ સંગ્રહના દરેકે દરેક પૃષ્ઠની શોભા વધારે એવા ઘણાં શેઅર આપણને મળી આવે છે. છંદોવૈિવધ્ય અને આગવી અિભવ્યિકત રીિતની સાથે કલ્પના નાિવન્ય ઉડીને આંખે વળગે એવું ઘણાં શેઅરોમાં બન્યું છે.

માટી જ પોતે પીડે અને વેદના કરે
ઊગી જવાની કોણ પછી ઝંખના કરે

ન હોવું કોઈનું શું એટલું માંસલ નથી હોતું?
કે એને બાથમાં ભીંસી શકાતું હોય જકડીને.

પિંજરના એક ભાગનું પક્ષીકરણ થયું
છાતીના કલબલાટ િવષે શું કહું બીજું
?‘

સ્વપ્ન આવ્યું એક કાંઠાને કદી
કે વહી ગઈ દૂ..૨ મારાથી નદી

તેની આ ચાલ્યા જવાની ધમકીમાં કંઈ દમ નથી
પ્રેમ પડછાયાને કરવામાં કોઈ જોખમ નથી.

આ બધા શેઅરોમાં મુકુલ ચોકસીની મૌિલકતા જોઈ શકાય છે. તેમના શેઅરોમાં સંવેદનની સચ્ચાઈ િનહાળી શકાય છે. તરન્નુમના ગઝલકારે ભલે એમ કહ્યું હોય કે-

વસંતિતલકામાં હસવાનું ને મુત્કાિરબમાં રડવાનું

હવે ફાવી ગયું સિરયામ છંદોલયમાં જીવવાનું

તેમ છતાં તેમની ગઝલોમાં છંદોભંગ જોવા મળે છે. પરંતુ એ દોષ એમનામાં જોવા મળતી ખૂબીઓની પર છે નજરઅંદાઝ કરી દેવો પડે એમ છે. તરન્નુમ ના કેટલાંક શેઅર હઝલ ની કક્ષામાં આવે એ પ્રકારના છે. જેનો સમાવેશ કરવાનું ટાળી શકાયું હોત. જો કે, તરન્નુમમાં જે કાંઈ છે તે ગઝલની આબરૂ વધારે એ પ્રકારનું છે.

બેસૂરું લાગે એ જૂદી વાત છે

વેદનાનું પણ તરન્નુમ હોય છે.

છૂટ આથમતી ગઝલ ટાણે હવે લેવી નથી

જાળવીશું િછન્ન ઘટનાઓના પીળા પ્રાસને

આવું કહેનારો સર્જક ગઝલની િશસ્ત જાણે છે, તેમની ગઝલો તરન્નુમનું પ્રિતિનિધત્વ કરે છે. ગઝલનું શીલ અને સૌંદર્ય તેમાં જળવાયું છે અને આ સૌંદર્ય દીપી ઉઠે છે તેમના ત્યાર પછીના સંગ્રહ આજથી પત્રોને બદલે લખજે નક્ષત્રો સજનવા માં. તરન્નુમમાં જે પ્રકારની ગઝલો જોવા મળે છે તેનાથી આગવો અને એનાથી કાંઈક અલગ પડી જતો અવાજ આ સંગ્રહમાં જોવા મળે છે. મુકુલના િવચારોની પુખ્તતા તેમાં જોવા મળે છે અને સાથે સાથે િસ્થરતા. એક મક્કમતાય તેમાં વર્તાય છે એટલે જ એ કહી શકી છે કે-

હાથોમાં હાથ રાખી હવે કેમ જીવવું ?

તારે છે ચાલવું અને મારે છે મ્હાલવું..

મનુષ્યનું આંતર-બાહ્ય એક હોતું નથી. મનુષ્યના અચેતન મનમાં જે હોય છે એ ચેતન મનમાં હોતું નથી. એટલે જ મનુષ્યની એ બંને દુિનયાઓ િભન્ન હોય છે. મનુષ્યની આસપાસ કાંઈક હોય અને મનુષ્યની અંદર કાંઈ હોય, એ બંનેની સાથે રાખીને જીવી શકાય ખરું? એ રીતે જીવવું શકય હોય છે ખરું, પરંતુ એ પ્રકારનું જીવન દંભી હોય છે. જેનું આંતરબાહ્ય એક હોય એવો માનવી આ પિરિસ્થિતમાં ગુંગળામણ અનુભવે. એ પિરિસ્થિત એના માટે જાણે કે અિભશાપરૂપ હોય છે.

જેનામાં સર્જકતા રહેલી છે જે સંવેદનશીલ છે એ માનવી આ પિરિસ્થિતમાંથી ઈમાનદારીપૂર્વક ઘૂટવાના પ્રયાસ કર્યાં િવના રહે નહીં. એ પોતાની જાતને પ્રશ્ન કરે એમ બીજાને પણ કહે કે-

બંનેને એક સાથે શી રીતે જીવી શકાય ?

અંદર કશુંક છે ને કશુંક આસપાસ છે.

આજથી પત્રોને બદલે લખજે નક્ષત્રો સજનવાની ગઝલો અને નઝમોમાં માત્ર. કલ્પના તરંગો નથી પરંતુ અનુભવની સંવેદનની અને લાગણીઓની સચ્ચાઈ રહેલી છે. એ વર્ષો નઝમ એની ગવાહીરૂપ છે. ગુજરાતી ગઝલકારોએ ખાસ કરીને શૂન્યપાલનપુરી, સૈફ પાલનપુરી, મરીઝ, મસ્ત હબીબ સારોદી, જલન માતરી જેવાએ જે નઝમો લખી છે, એ કક્ષાની નઝમમાં સમાવેશ કરી શકાય એવી નઝમ મુકુલ ચોકસીએ પણ લખી છે અને એ છે એ વર્ષો‘. અનેક વર્ષોનાં સારા-માઠાં, પ્રેમના-નફરતના અનુભવો લઇ ચુકેલો શાયર અંતે ફના થવા ઈચ્છે તો પણ સ્વમાનપૂર્વક અને જીવવા ઈચ્છે છે તોય સ્વમાન અને બહાદૂરી પૂર્વક. તેથી જ નઝમના સમાપનમાં કહે છે-

ને અંતે બાકી રહી ગયેલી બેંક વાત કરીશ
કે હું મહાન રીતોથી જ મુજને મહાત કરીશ

હું િવષના વાતાવરણ વચ્ચે પાંગરીશ સદા
ને પ્રાણવાયુની ટાંકીમાં આપઘાત કરીશ.

જીવનના અનેક અનુભવોમાંથી પસાર થયેલો ગઝલકાર વાસ્તિવકતાનો પિરચય પામી ચુકયો છે, પિરિસ્થિતની સન્મુખ થયાં િવના જીવનનો આરો નથી. જીવનમાં કયાંક ભીંજાવાનું છે તો કયાંક બળવાનું. એ બંને અનુભવોમાંથી પસાર થયાં િવના આરા-ઓવારો મળવાનો નથી એટલે જ કહે છે-

સહરાની છાલકો ય પછી અમને ચાલશે
શીખી જવા દો એક વખત તરબતર થવું

ડૂબી જવામાં હોય નગર પણ જવાબદાર
કેવળ નદીના પાણીનું બદલાતું વહેણ નહીં.

જેણે અનુભવી હો ક્ષુધા એ ધરાય છે
આનંદ તો એ છે જે સતત ભોગવાય છે.

જીવનના બધાં અનુભવોનો નીચોડ મુકુલ ચોકસીની ગઝલોમાં જોવા મળી છે. તેમણે ગઝલને જીવી અને જીરવી જાણી છે. ગઝલ મુકુલ માટે સિધયારો છે, સહારો છે અને એટલે જ એ વાતનો સંતોષ લેતા કહી શકે છે કે-

કોઈને સંતાવા માટે એક ઘર છે તો મુકુલ
આપણી પાસેય હજારો ગઝલના શેર છે.

ગઝલના આ હજારો શેરોમાં મુકુલ ચોકસી સંતાતા નથી પરંતુ તેમના આંતર બાહય સ્વરૂપ સાથે એક સાચા અને િનખાલસ સર્જક અને એથીય િવશેષ સાચા અર્થમાં માનવી તરીકે જાહેરમાં પ્રકટ થાય છે.

Leave a Reply