આપણે ભરોસે આપણે હાલીએ

No Comments

 


પ્રહલાદ પારેખ
 

કવિશ્રી પ્રહલાદ પારેખ વિષે વધુ વાંચન કરવા click કરો : પ્રહલાદ પારેખ

 


 

click the link below to download :
 
આપણે ભરોસે આપણે

 

એક મહેનતના હાથને ઝાલીએ,
હો ભેરુ મારા, આપણે ભરોસે આપણે હાલીએ.

ખુદનો ભરોસો જેને હોય નહીં રે તેનો
ખુદાનો ભરોસો નકામ;
છો ને એ એકતારે ગાઈ ગાઈને કહે,
‘તારે ભરોસે, રામ !’
એ તો ખોટું રે ખોટું પિછાણીએ, હો ભેરુ મારા…

બળને બાહુમાં ભરી, હૈયામાં હામ ધરી,
સાગર મોઝારે ઝુકાવીએ;
આપણા વહાણનાં સઢ ને સુકાનને
આપણે જ હાથે સંભાળીએ, હો ભેરુ મારા…

કોણ રે ડુબાડે વળી કોણ રે ઉગારે,
કોણ લઈ જાય સામે પાર;
એનો કરવૈયો કો આપણી બહાર નહીં,
આપણે જ આપણે છઈએ, હો ભેરુ મારા…

– પ્રહલાદ પારેખ

સ્વર : સુરેશ જોશી

 
 

 
 

 
 

 
 

આયનો પળવાર જો

No Comments

 


હિતેન આનંદપરા


Clik the link below to download :

aayno palvar jo same dhryo to shu thayu.mp3

 

આયનો પળવાર  જો  સામે  ધર્યો  તો  શું  થયું ?
એક ચહેરો આપણી પાછળ પડ્યો તો  શું થયું ?

એકદમ   તાજા    ખીલેલા   ફૂલને   સ્પર્શે   પવન
એ અદાથી જો તને  થોડું  અડ્યો  તો  શું  થયું ?

થઇ  ગઈ દીવાલ  ઉભી  જે  જગાએ,ક ઈ   ન’તું
એક રસ્તો  મસ્તીમાં  પડખું  ફર્યો   તો  શું  થયું ?

એ  હંમેશા  મારી  બાબતમાં  દખલબાજી  કરે
એક દિવસ હું સહજ એને  નડ્યો  તો  શું  થયું ?

કો રહસ્ય ફિલ્મ   જેવું   આમ   ગભરાવો   નહીં
રાતનો સૂનકાર થોડો સળવળ્યો   તો  શું   થયું ?

આપણે કંઈ   રોશનીના  કાયમી  માલિક   નથી
અન્યનો તારો  જરા  ઝળહળ્યો  તો  તો શું થયું ?

– હિતેન આનંદપરા

સ્વર : આલાપ દેસાઈ

 
 
 

 
 
 

ટેવ છે એને ….

No Comments

 


મુકેશ જોષી

 

Click the link below to download :

tev chhe ene pratham e mapshe ne tolshe.mp3

 

ટેવ  છે  એને   પ્રથમ   એ   માપશે   ને  તોલશે,
ખુશ   થશે  તો  પ્રેમનું   આકાશ  આખું   થોળશે

સહેજ  બારી  ખૂલતાં  સામે  શરદ  પૂનમ  થતી,
કઈ  તિથિ  થાશે  અગર  એ  બારણું જો  ખોલશે

સ્પર્શની બાબત નીકળશે, તું શરત ના મારતો ,
એ  તો  પરપોટાની  કાઢી  છાલ  પાછો છોલશે .

નામ  ઈશ્વરનું   ખરેખર   યાદ  ક્યાં  છે  કોઈને,
પૂછશો   તો  મંદિરોના  નામ   કડકડ   બોલશે .

ઓ   મદારી !   દૂધ  શાને  પાય  છે  તું નાગને,
તું   મલાઈ  આપશે  તો   માણસો  પણ  ડોલશે

– મુકેશ જોષી

સ્વર : આલાપ દેસાઈ

 
 
 

 
 
 

…. જીવતું  રાખે

No Comments

 


રઈશ મનીઆર
 
રઈશ મનીઆર વિષે વધુ વાંચવા click કરો : રઈશ મનીઆર
 


 
Click the link below to download :

Kinarao Alag Rahi Ne.mp3

કિનારાઓ   અલગ  રહીને  ઝરણને   જીવતું  રાખે ;
અલગતા  આપણી  એમ  જ  સ્મરણને જીવતું રાખે.

તળાવો    મૃગજળોના  જેમ  રણને    જીવતું  રાખે,
બસ  એ  જ  સ્વપ્ન  તારું એક જણને  જીવતું રાખે.

સમયના  સૂર્યનું  ચાલે તો  સળાગાવી  મૂકે સઘળું,
વ્યથાનાં   વાદળો   વાતાવરણને    જીવતું   રાખે.

કહો , એવી   હયાતીને   કોઈ   તકલીફ  શું  આપે ,
જે   અંદરથી  મરી  જઈ   આવરણને  જીવતું રાખે.

અનાયાસે તો જીવનમાં બધું ભૂલી જ જઈ એ પણ-
પ્રયાસો  વિસ્મરણના  ખુદ  સ્મરણા ને જીવતું રાખે.

‘રઈશ’  આ  દોસ્તો   તારા  અધૂરા  છે  શિકારીઓ,
ખૂપાવી  તીર  જે   અડધું ,  હરણને   જીવતું  રાખે.

-રઈશ મનીઆર

સ્વર : ધ્વનિત જોષી

સ્વરાંકન : ધ્વનિત જોષી

 
 

 
 

દિવસરાત બમણો ઊગે

No Comments


કલ્પક ગાંધી
 

કલ્પક ગાંધી વિષે વધુ વાંચવા માટે click કરો : કલ્પક ગાંધી

 
 


 
Click the link below to download :

Divas Rat Bamno Uge.mp3

 

દિવસરાત  બમણો  ઊગે નિત નિસાસો
બીડ્યાં દ્વાર ખોલે  એ ક્યાં છે ખુલાસો ?

છબી   જેમ   ભીંતેથી   સરકીને  ફૂટ્યો
સદીઓથી    ટાંગેલ  ઘરનો    દિલાસો

“મને  વ્યક્ત  કર  કાં  તને  તોડું   ફોડું”
મને  કોઈ  મનમાંથી  આપે  છે  જાસો

નથી  જીતનો  સૂર્ય  ઊગવાની  આશા
અહીંનો  સમય  છે  શકુનિ  નો  પાસો

અવાજોના  જંગલ  ને  એકલતા  કાળી
અહીં  કઈ  રીતે   થઇ   શકે  રાતવાસો

મનોજ  નામની  એક  નદીના   કિનારે
તજે  કોઈ  પીપળા  નીચે  બેસી શ્વાસો

– મનોજ ખંડેરિયા

સ્વર : કલ્પક ગાંધી

સ્વરાંકન : કલ્પક ગાંધી

 

 
 

ક્યાંક તું ને ક્યાંક હું

No Comments

 


રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ વિષે વધુ વાંચવા click કરો :રાજેશ વ્યાસ


Click the link below to download :

Yad Ma Maliye.mp3
 

યાદમાં   મળીએ  પળેપળ   ક્યાંક  તું  ને  ક્યાંક  હું
કાપીએ   ચૂપચાપ   અંજળ  ક્યાંક  તું  ને  ક્યાંક  હું

આ  ઉપરની સ્વસ્થતા  સૌને  હસી  મળવું સદા ને
ઊભા   અંદરથી     વિહ્વળ  ક્યાંક  તું  ને  ક્યાંક   હું

ક્યાંય  નકશામાં  નથી  ને  સાથ  ત્યાં  રહેવું  સરળ
કાળજે સાચવતા એ  સ્થળ  ક્યાંક  તું   ને  ક્યાંક  હું

બારણે  ઊભા  હશે,  સૂતા  હશે, ઉઠ્યા  હશે  રોજ
બસ  કરીએ આ  અટકળ   ક્યાંક  તું  ને   ક્યાંક  હું

વ્યસ્ત કંઈ એવા સતત   ના  જાત જોવાનો વખત
અન્યને કાજે  જ ઝળહળ ક્યાંક  તું   ને   ક્યાંક   હું

એકલાં   છલકાઈ ને ચૂપચાપ સુકાઈ જતાં લાગણી
ખાતર   થયા  જળ    ક્યાંક    તું    ને     ક્યાંક   હું

એકબીજામાં ધબકતા  જીવની માફક સતત   આ
અમસ્તા    બાર   કેવળ   ક્યાંક  તું    ને  ક્યાંક  હું

– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

સ્વર : પ્રિતી ગજ્જર

સ્વરાંકન : ડો ભરત પટેલ

 

પવન ફરકે તો …

No Comments


અમર પાલનપુરી

 

 
Click the link below to download :

Pawan Farke To E Rite.mp3

 
 
પવન  ફરકે  તો   એ  રીતે   ફરકજે  પાન  ના  ખખડે,
કોઈને  સ્વપ્નમાં  માંગી   અમર   હમણાં  જ  સૂતો છે.

દવા   તો   શું   હવે   સંજીવની પણ  કામ નહીં આવે,
જીવનના  ભેદને  પામી  અમર  હમણાં  જ  સૂતો  છે.

ગગન  પ્રગટાવ  તુજ  દીવડા, નહીં લાગે હવે ઝાંખા,
નયનના   દીપને  ઠારી  અમર  હમણાં  જ  સૂતો  છે.

ગગનના  અશ્રુઓ  માયા  નહીં  ધરતીના  પાલવમાં,
પ્રભાતે જ્યાં ખબર આપી અમર હમણાં જ સૂતો છે.

કહ્યું    શત્રુએ   મિત્રોને,  ક રો   ઉત્સવની     તૈયારી,
રહી  ના  જાય  કંઈ  બાકી અમર હમણાં જ સૂતો છે.

અમર  જીવ્યો  છે એવું  કે  જીવન  ઓવારણાં  લે છે,
મલાજો  મોતનો  રાખી  અમર  હમણાં  જ  સૂતો  છે.

ગયો  એ  હાથથી  છટકી  હવે  શું   બાંધશે  દુનિયા,
બધાયે  બંધનો  ત્યાગી  અમર  હમણાં  જ  સૂતો  છે.

ન  જાગે  એ  રીતે ઊંચકીને  એને  લઈ  જજે  દુનિયા,
સમયની  કૂચમાં  થાકી  અમર  હમણાં  જ  સૂતો  છે.

-અમર પાલનપુરી

સ્વર : શેખર સેન

 
 

 
 

 
 

 
 
 

કોણ વરસાદનું કદ જુએ છે ?

No Comments

 

રમેશ પારેખ
 
wonderplugin_audio id=”169″
 

 

Click the link below to download
 

Kon Varsad Nu Kad Juve Chhe.mp3

 
કોણ વરસાદનું કદ જુએ છે ?   કોણ છાંટાના   નિરખે ઠઠારા ?
કોણ જુએ છે રેલાની દાનત ? કોણ   જાણે  છે ઝીણા મૂંઝારા ?

આ તે ચોમાસું છે કે જુલમ છે ? અમને વાગે છે  ઘોંઘાટ વસમો ,
પડતો વરસાદ દાંડીની પેઠે : થઇ જતા સર્વ   માણસ  નગારાં !

એક   વરસાદના   અર્થ   થાતાં   છાપરે   છાપરે  સાવ   નોખા,
ક્યાંક કહેવાય  એને  અડપલાં  ક્યાંક   કહેવાય એને  તિખારા .

હોત  એવી  ખબર  કે  છે આ તો માત્ર છાંટા, નથી કોઈ નાણું,
તો તો  વરસાદથી આવી  રીતે વ્યર્થ ભરીએ શું કરવા પટારા ?

આવે  છાંટા  બુકાનીઓ  બાંધી, આવે  વાછંટ તલવાર લઈને
છે  કયો  દલ્લો  મારી  કને  કે  ધાડ   પાડ્યા   કરે   છે  લૂંટારા ?

મારી  રોકડ  મૂડીમાં  તો કેવળ એક ‘ર’ છે, ને ‘મેં’ છે, ને ‘શ’ છે,
બાકી વરસાદના  નામે  લખીએ  આમ હૂંડી, ને કરીએ ગુજારા

– રમેશ પારેખ

સ્વર : ઓસમાન મીર

કોરા કાગળ પર

No Comments


ભરત વિંઝુડા
 

 

કવિશ્રી ભરત વિંઝુડા વિષે વધુ વાંચવા click કરો : ભરત વિંઝુડા

 
wonderplugin_audio id=”166″
 

 
Click the link below to download
 
Kora Kagal Par Liti Dore Sakhi.mp3
 

કોરા  કાગળ  પર લીટી દોરે સખી
ને  અમે  એ  માપની  પંક્તિ  લખી

ચીતરે  કંઇ  એમ  એનો  એક હાથ
જેમ  ઝુલે   વૃક્ષની   એક  ડાળખી

આંખ  ખોલું  તો  મને  દેખાય  એ
એ  કે  જેને   મેં   હ્દયથી    નીરખી

એક વાદળ એમ  ચાલ્યું   જાય  છે
આભમાં જાણે કે જળની  પાલખી

કેમ   પાણીમાંથી     છુટું    પાડવું
એક   આંસુના  ટીપાંને  ઓળખી

-ભરત વિંઝુડા

સ્વર – સંગીત : ડો. ભરત પટેલ

 

 
 

લો કરું કોશિશ

No Comments


રાજેન્દ્ર શુક્લ
 

wonderplugin_audio id=”159″

 

 
કવિશ્રી રાજેન્દ્ર શુક્લ વિષે વધુ માહિતી માટે click કરો : રાજેન્દ્ર શુક્લ

Click the link below to download

Lyo Karu Koshish Ne Fave To Kahu.mp3

 

લો  કરું   કોશિશ   ને  ફાવે   તો  કહું,
શબ્દ   જો   એને   સમાવે  તો    કહું!

આપની   નજરો   જે   ફરમાવી રહી,
એ   ગઝલ   જો   યાદ આવે તો કહું!

શાંત જળમાં   એક પણ લહરી નથી,
કોઇ   થોડું      ખળભળાવે   તો   કહું!

હું   કદી   ઊંચા     સ્વરે  બોલું   નહીં,
એકદમ   નજદીક   આવે   તો   કહું!

કોઇને  કહેવું     નથી,   એવું    નથી,
સહેજ      તૈયારી   બતાવે  તો   કહું!

– રાજેન્દ્ર શુક્લ

 

 

 
 

Older Entries Newer Entries