પગને પરખી પથની ધૂલિ રે

Comments Off on પગને પરખી પથની ધૂલિ રે

 
 

 
 
પગને પરખી પથની ધૂલિ રે
મને લૈ ગઈ દૂર મઢૂલી રે

મારી પાછળ વહી આવતો સાંજ સમેનો શૉર
ગયો ઓસરી હોવાની સમજણનો જૂઠો તૉર
તરત જ નીરવ વાણી ખૂલી રે

કોણ ખેંચતું રહ્યું ને આવ્યો કિયા જનમના ઋણે?

અળવીતરી મેં મૂકી દુવિધા અહીં સાંઈના ધૂણે
ભીતરે ટાઢક ફાલીફૂલી રે

ઓછપ જેવું કશું બચ્યું નઈં : ભરચકતાની પાર –
આંખે દેખ્યો પેલવારુકો અદીઠનો અંબાર
પડી ત્યાં દુનિયા સાવ અટૂલી રે
પગને પરખી પથની ધૂલિ. રે
મને લૈ ગઈ દૂર મઢૂલી રે
 
-મનોહર ત્રિવેદી
 
સ્વરઃ ડો ભરત પટેલ
સ્વરાંકન : ડો ભરત પટેલ
 
 

*

અનુરાગે અંતર જાગે

Comments Off on અનુરાગે અંતર જાગે

 
 

 
 

અનુરાગે અંતર જાગે
અભિરામ શ્યામનું નામ
અવિરત આનંદધામ શ્યામનું નામ
શ્રી ગોવર્ધન ગિરવર ધારી
નટવર નાગર જયતુ મુરારિ
કરો મને નિષ્કામ
આભિરામ શ્યામ નું નામ

મુરલી મનોહર હ્રદય નિવાસી
ગોપીજન દર્શન અભિલાષી
પ્રીત વસન ઘનશ્યામ
ઘનશ્યામ… ઘનશ્યામ…..
 
-ધીરુબેન પટેલ
 
સ્વર: યશુદાસ
સ્વરાંકન : રવી

 
 

@Amit Trivedi