હો પિયા તોરી લાગી રે લગન
May 26
ગીત, સંગીત સુધા Comments Off on હો પિયા તોરી લાગી રે લગન
[wonderplugin_audio id=”1197″]
હો પિયા તોરી લાગી રે લગન
રૈન રે ઝુમેલી બરખન માસની
રૂમઝુમ રેલ્યો અંધકાર
ભીને રે અંચલ જામતી રાનમાં
ધરતી ફૂલ ગંધ ભાર
વીજને તેજે તે નીરખું પંથને
ઉરમાં એક રે અગન …લાગી રે લગન પિયા
તમરાં બોલે છે તરુવર પુંજમાં
જલપે ઝરણાં હજાર
અડધી રાતે રે મનનો મોરલો
મારો ગાય મલ્હાર
આભ રે વિટાયું અવનિ અંગને
એવા મિલને મગન….. લાગી રે લગન પિયા
-રાજેન્દ્ર શાહ
સ્વર : હેમા દેસાઈ
સ્વરાંકનઃ ક્ષેમુ દિવેટિયા