ઝૂંટવી એના કરથી સૂરા પી ગયો
Apr 05
ગીત Comments Off on ઝૂંટવી એના કરથી સૂરા પી ગયો
ઝૂંટવી એના કરથી સૂરા પી ગયો
ખૂબ પીવાની આવી મજા પી ગયો
ઝૂમતાં ઝૂમતાં એણે આપી સૂરા
ઝૂમતાં ઝૂમતાં ઝૂમતાં પી ગયો
ઝૂંટવી એના કરથી સૂરા પી ગયો
એમાં તારું શું બગડી ગયું ઓ ખુદા ?
મારા ઘર છે જો થોડી સૂરા પી ગયો
ઝૂંટવી એના કરથી સૂરા પી ગયો
એક પણ પાંદડું હાલતુંય નથી
કોઈ લાગે છે તરસ્યો, હવા પી ગયો
એટલે ઝગમગે છે આ જીવન ” જલન ”
જો મળી હોઈ એ હું વ્યથા પી ગયો
– જલન માતરી
સ્વર : આશિત દેસાઈ