એવું કૈં કરીએ કે આપણ એકબીજાને ગમીએ !

Comments Off on એવું કૈં કરીએ કે આપણ એકબીજાને ગમીએ !

 

 

એવું કૈં કરીએ કે આપણ એકબીજાને ગમીએ !

હાથ હાથમાં આપી, સાથે હૈયું પણ સેરવીએ,
ભૂલચૂકને ભાતીગળ રંગોળીમાં ફેરવીએ !

શા માટે રઢિયાળી રાતે એકલ એકલ ભમીએ ?

દાઝ ચડે એવી કે આપણ એ બ્હાને પણ મળીએ
ગોફણમાં ચાંદો ઘાલી હું ફેકું તારે ફળીયે

સામેસામી તાલી દઈદઈ રસબસ રાસે રમીએ !

સ્વર : ઝરણા વ્યાસ

સંગીત : ઉદ્દયન મારુ

જ્યારે કલા કલા નહીં, જીવન બની જશે

Comments Off on જ્યારે કલા કલા નહીં, જીવન બની જશે


 

જ્યારે કલા, કલા નહીં, જીવન બની  જશે,
મારું  કવન   જગતનું   નિવેદન બની જશે.

શબ્દોથી પર જો દિલનું નિવેદન બની જશે
તું   પોતે તારા   દર્દનું   વર્ણન  બની   જશે

જે  કંઈ  હું   મેળવીશ   હંમેશા  નહીં  રહે,
જે. કંઈ  તું  આપશે  સનાતન   બની  જશે.

મીઠા   તમારા   પ્રેમના   પત્રો   સમય જતાં
નહોતી   ખબર   કે  દર્દનું વાચન બની જશે

તારો  સમય કે   નામ છે  જેનું   ફક્ત સમય
એને  જો હું વિતાવું તો  જીવન  બની જશે

તારું છે   એવું   કોણ   કે  માગે સ્વતંત્રતા !
મારું   છે   એવું   કોણ કે બંધન બની જશે.

આંખો મીંચીને ચાલશું અંધકારમાં  ‘મરીઝ’,
શંકા  વધી   જશે   તો  સમર્થન બની જશે.

– મરીઝ

સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય

કાજળ ભર્યાં નયનનાં કામણ મને ગમે છે

Comments Off on કાજળ ભર્યાં નયનનાં કામણ મને ગમે છે

& nbsp;

 

કાજળ  ભર્યાં  નયનનાં  કામણ  મને  ગમે  છે
કારણ નહી જ  આપું,   કારણ   મને   ગમે  છે

લજ્જા   થકેલી   નમેલી પાંપણ  મને   ગમે  છે,
ભાવે છે  ભાર  મનને,   કારણ   મને   ગમે   છે

હસવું   સદાય  હસવું,   દુઃખમાં સદાય હસવું,
દિવાનગી તણું  આ  ડહાપણ  મને   ગમે   છે.

આવી ગયાં છે આંસુ, લુછો નહીં   ભલા  થઈ,
આ  બારેમાસ   લીલાં  તોરણ  મને   ગમે  છે

જીવન અને મરણની, હર પળ  મને  ગમે   છે,
કે ઝેર પણ   ગમે   છે,   મારણ   મને  ગમે  છે

દિલ તો હવે તને શું દુનિયા એ પણ નહી દઉં,
એ પણ મને ગમે છે, આ પણ   મને   ગમે   છે

લાવે    છે   યાદ   ફૂલો,  છાબો  ભરી-ભરી  ને
છે ખૂબ મોહબ્બતીલી, માલણ  મને  ગમે  છે

‘ઘાયલ’ મને મુબારક, આ ઊર્મિ કાવ્ય મારાં,
મેં   રોઈ   ને   ભર્યાં   છે,  એ રણ મને ગમે  છે

– અમૃત ઘાયલ

સ્વર : મનહર ઉધાસ

@Amit Trivedi