પ્રિય લો મેં તમારાથી

Comments Off on પ્રિય લો મેં તમારાથી

 

 

પ્રિય લો મેં તમારાથી વાળી લીધું મન,
હવે તો નિરાંત ? નહીં વિરહ મિલન…..

સંબંધના સૂતરને સ્થળે સ્થળે ગાંઠ ,
ફગાવી દીધી દોર ફગાવ્યું વસન રંગે રંગી
પહેરી લીધાં જીવન નિ:સંગ
ગલી ભણી નહીં, હવે તો ઉલટો જ પંથ
પાછું વળી જોવાનું ના, તમારે કે મારે
વાતનો સરસ કેવો આવી ગયો અંત!

– જયંત દલાલ

સ્વર : દિપાલી સોમૈયા

સ્વરાંકન : શ્યામલ સૌમિલ મુન્શી

અહો! મોરપીંછ-મંજીરા વાગે છે

Comments Off on અહો! મોરપીંછ-મંજીરા વાગે છે

 

 

અહો! મોરપીંછ-મંજીરા વાગે છે
ક્યાંક મીરાંબાઈ હોય એમ લાગે છે

હું તો સપને સૂતી સપને જાગી
ક્યાંક ગિરિધર ગોપાલધૂન લાગી
સૂર મારા ઊંડાણને તાગે છે
ક્યાંક મીરાંબાઈ હોય એમ લાગે છે

હું તો મુખડાની માયામાં મોહી પડી
આંખ હસતાં હસતાં વળી રોઈ પડી
કોઈ શ્વાસે પાસે દૂર ભાગે છે
ક્યાંક મીરાંબાઈ હોય એમ લાગે છે.

-પન્ના નાયક

સ્વર : ઐશ્વર્યા મજુમદાર
સ્વરાંકાન : અમર ભટ્ટ

આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો

Comments Off on આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો

 

 

આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો
કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો

તારા રે નામનો છેડ્યો એક તારો
હું તારી મીરા તું ગિરધર મારો

આજ મારે પીવો છે પ્રીતિનો પ્યાલો
કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો

આપણે બે અણજાણ્યા પરદેશી પંખી
આજ મળ્યાં જુગ જુગનો સથવારો ઝંખી

જોજે વીંખાય નહીં શમણાનો માળો
કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો

દો રંગી દુનિયાની કેડી કાંટાળી
વસમી છે વાટ કેમ ચાલુ સંભાળી

લાગે ના ઠોકર જો હાથ તમે ઝાલો
કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો

આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો
કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો

ગીત-સંગીતઃ અવિનાશ વ્યાસ

સ્વરઃ ઐશ્વર્યા મજમુદાર, પાર્થિવ ગોહિલ

ઠોકરની સાથે નામ તુજ લેવાય છે ઈશ્વર

Comments Off on ઠોકરની સાથે નામ તુજ લેવાય છે ઈશ્વર

 

 

ઠોકરની   સાથે   નામ   તુજ  લેવાય   છે  ઈશ્વર,
તું   કેવો    અક્સ્માતથી     સર્જાય     છે   ઈશ્વર.

હેઠો   મૂકાશે   હાથને   ભેગા  થશે     પછી   જ,
કોશિશ જ્યાં પતે ત્યાં જ શરૂ થાય  છે   ઈશ્વર.

જો   દૂર   પેલી   વસ્તીમાં   ભૂખ્યા   છે   ભૂલકાં,
લાગે    છે    તને   દૂરનાં   ચશ્માંય     છે   ઈશ્વર.

કે’ છે    તું     પેલા      મંદિરે     છે   હાજરાહજૂર,
તું    પણ   શું   ચકાચોંધથી    અંજાય  છે   ઈશ્વર ?

થોડા જગતના આંસુઓ, થોડા  મરીઝના  શે’ર,
લાવ્યો છું જુદી પ્રાર્થના,  સંભળાય  છે   ઈશ્વર ?

એનામાં  હું  ય  માનતો   થઈ   જાઉં   છું  ત્યારે,
મારામાં  જ્યારે  માનતો    થઈ  જાય  છે  ઈશ્વર.

– સૌમ્ય જોશી

સ્વર : આલાપ દેસાઈ

તારું કશું ન હોય તો છોડીને આવ તું

Comments Off on તારું કશું ન હોય તો છોડીને આવ તું

 

 

તારું  કશું  ન   હોય  તો  છોડીને  આવ  તું,
તારું  જ બધું   હોય  તો  છોડી  બતાવ  તું.

અજવાળું જેના ઓરડે   તારા   જ   નામનું,
હું   એજ   ઘર  છું    એજ  ભલેને  આવ  તું.

પહેર્યું  છે  એ  તું જ  છે,  ઓઢું   છે    એવું,
મારો  દરેક શબ્દ  તું,   મારું    સ્વભાવ  તું.

“મિસ્કીન’ સાત  દરિયા કરી  પાર એ  મળે,
એ   રેખા   હથેળીમાં  નથી  તો પડાવ  તું.

– રાજેશ વ્યાસ ‘ મિસ્કીન ‘

સ્વર : અનાલ વસાવડા

સ્વરાંકન : પુરૂષોત્તમ ઉપાધ્યાય

Older Entries

@Amit Trivedi