તારો મધમીઠો મહિમા, તને કેમ વિસારું મા?

Comments Off on તારો મધમીઠો મહિમા, તને કેમ વિસારું મા?

 

તારો મધમીઠો મહિમા, તને કેમ વિસારું મા?- 4

પા પા પગલી તેં શીખવાડી આંગળીએ વળગાડી
આગળ પાછળ હરતા ફરતા વ્હાલથી રહે જમાડી
મા, તું કદીય થાકતી ના
તને કેમ વિસારું મા?

તારો મધમીઠો મહિમા, તને કેમ વિસારું મા?- 2

ભૂલ કરીને તારે ખોળે માથું મૂકી રડાતું
તારી આંખનું મૂંગૂં આંસુ કહેવાનું કહી જાતું
કોઈને કેમ સમજાવું આ?
તને કેમ વિસારું મા?

તારો મધમીઠો મહિમા, તને કેમ વિસારું મા?- 2

દૂર હોય કે હોય પાસમાં હોય દેશ પરદેશ
અમૃત ઝરતી આંખ્ડી તારી આવતી યાદ હંમેશ
ઠોકર ખાઉં તો કહે: ‘ખમ્મા!’
તને કેમ વિસારું મા?

તારો મધમીઠો મહિમા, તને કેમ વિસારું મા?- 2

આંગળી તોડી ઊડતાં શીખવ્યું આભ પડે ત્યાં નાનું
‘આવજે’ કહેવા અટક્યો ત્યારનું મુખ સંભારું માનું
મુખથી કદી કહે ના: જા
તને કેમ વિસારું મા?

તારો મધમીઠો મહિમા, તને કેમ વિસારું મા?- 2

રાત પડે તું નભતારક થઈ મુજને રહેતી જોઈ
આંખનું આંસુ પવન પાલવે મા, તું લેતી લ્હોઈ

તારા હાથને જાણું મા, કહી દઉં : આ તો મારી મા
હાથ ફરી માથે ફેરવવા, મા તું આવી જા
મા, તું આવી જા….2

  • તુષાર શુક્લ

સ્વર : માયા દિપક
સ્વરાંકાન : માયા દિપક

કહો નાચતી ઝૂમતી ક્યાં જતે

Comments Off on કહો નાચતી ઝૂમતી ક્યાં જતે

 

કહો નાચતી ઝૂમતી ક્યાં જતે,
સમંદર ત હો તે નદી ક્યાં જતે?

ન હોતેમળી રાત રાહત ભરી,
કહો આથમીને રવિ ક્યાં જતે?

અમસ્તો ઓ સંતો વિચારો જરી ,
ન હોતે અમે દિલ્લગી ક્યાં જતે?

બધા જીવ હો તે યદિ પાક તો,
બદી તું થતે શું? બદી ક્યાં જતે?

ન હો તે સમંદર સરોવર નદી,
“જલન ડૂબવા તાવડી ક્યાં જતે?

  • જલન માતરી

સ્વર : આશિત દેસાઈ
સ્વરાંકન : આશિત દેસાઈ

નર્યું પાણી જ મારા દર્દનો ઉપચાર લાગે છે

Comments Off on નર્યું પાણી જ મારા દર્દનો ઉપચાર લાગે છે

 

નર્યું પાણી જ મારા દર્દનો ઉપચાર લાગે છે,
રડી લઉં છું, મને જ્યારે હૃદય પર ભાર લાગે છે…

દિવસ તો જિંદગીના આંખ મીચીને કપાયા પણ,
ઉઘાડી આંખથી રાતો કપાતાં વાર લાગે છે…

મને બેસી જવા કહે છે, ઊઠે છે દર્દ જ્યાં દિલમાં,
હૃદયમાં દર્દરુપે દર્દનો દેનાર લાગે છે…

હૃદયની આશને ઓ તોડનારા આટલું સાંભળ,
કમળ આ માનસરમાં ફક્ત એક જ વાર લાગે છે…

રુદનની ભીખ માગે છે પ્રસંગો જિંદગાનીના,
કરું છું દાન તેને જે મને હકદાર લાગે છે…

‘ગની વિતેલ જીવનનાં સ્મરણ તાજાં થયા આજે,
ફરી ખખડાવતું કોઈ હૃદયનાં દ્વાર લાગે છે…

– ‘ગની’ દહીંવાળા

સ્વર: પ્રહર વોરા

સ્વરાંકન : આશિત દેસાઈ

પહેલા વરસાદનું પહેલું આ બુંદ

Comments Off on પહેલા વરસાદનું પહેલું આ બુંદ

 

પહેલા વરસાદનું પહેલું આ બુંદ
હું ઝીલી રહી છું મારા હાથમાં


કોણ જાણે કેમ મને થાતો આભાસ
શ્યામ, ઊભા તમે છો સંગાથમાં

ભીનું આકાશ ઓઢી લીલુડી ધરતી આ
મઘમઘતો માણે બાહુપાશ

વાયરાના વિઝણે ઝૂલે મેહુલિયો
વીજલડી વીંધે આકાશ

કોણ જાણે કેમ, આવે વ્હાલમ્‌ની યાદ
આજ છલકે ચોમાસું મારી આંખમાં

ટહુકામાં મોર બની ગહેકે, એ વ્હાલમ્‌
આંખોમાં ચાતક થઈ ચહેકે, એ વ્હાલમ્‌
વરસાદે સોહે છે ભીનોછમ વ્હાલમ્‌

ને લીલીછમ લાગણીએ લજવે, એ વ્ડાલઃ

કોણ જાણે કેમ મને થાતો આભાસ
મને ઝીલી લીધી રે તમે બાથમાં
શ્યામ, ઊભા તમે છો સંગાથમાં…

  • ડો નિમા હરિભકિત

સ્વર : દર્શના ઠક્કર
સ્વરાંકન : શ્યામલ સૌમિલ મુન્શી

જીવનમાં આમ જો કે પ્રલોભન અનેક છે,

Comments Off on જીવનમાં આમ જો કે પ્રલોભન અનેક છે,

 

જીવનમાં આમ જો કે પ્રલોભન અનેક છે,
જળમાં કમળની જેમ વિકસવાની ટેક છે.

પાંપણ ઝુકી ગઈ છે એ શરણાગતિ નથી,
સૌંદર્યની હજૂરે પ્રણયનો વિવેક છે.

આંખો ભરીને બેઠી છે દરબાર દર્દનો,
દિલમાં કોઈની યાદનો રાજ્યાભીષેક છે.

આપો હ્રદયમાં સ્થાન તો ખોટું નથી કશું,
માણસ તરીકે ‘શૂન્ય’મજાનો છે નેક છે.

એ ઓર વાત છે કે નથી મોહ નામનો,
બાકી તમારો ‘શૂન્ય’ તો લાખોમાં એક છે.”

– શૂન્ય પાલનપુરી

સ્વર : નયનેશ જાની
સ્વરાંકન : નયનેશ જાની

Older Entries

@Amit Trivedi