મને શંકા પડે છે કે

Comments Off on મને શંકા પડે છે કે

 

સમજદારીથી અળગા થઈ જવાનાં સૌ બહાનાં છે,
મને શંકા પડે છે કે દીવાના શું દીવાના છે?

ખુદા! અસ્તિત્વને સંભાળજે કે લોક દુનિયાના,
કયામતમાં એ તારી રૂબરૂ ભેગા થવાના છે…

ગમે ના સૌ કવન તો માફ કરજો એક બાબત પર,
ખુદા જેવા ખુદાનાં ક્યાં બધાં સર્જન મજાનાં છે?

રાજા દેતો નથી એ પાપીઓને એટલા માટે,
મરીને આ જગતમાંથી એ બીજે ક્યાં જવાના છે?

ચલો એ રીતે તો કચરો થશે ઓછો આ ધરતીનો,
સુણ્યું છે ધનપતિઓ ચંદ્ર પર રહેવા જવાના છે?

તમે પણ દુશ્મનો ચાલો આ મારા સ્નેહીઓ સાથે,
એ કબ્રસ્તાનથી આગળ મને ક્યાં લઈ જવાના છે?

રહે છે આમ તો શયતાનના કબજા મહીં તો પણ,
‘જલન’ ને પૂછશો તો કેહેશે એ બંદા ખુદાના છે…

– જલન માતરી

સ્વર : દિપ્તી દેસાઈ

સ્વરાંકન : ગૌરાંગ વ્યાસ

એક તૂટેલું બીન – કૃષાનુ મજુમુદાર

Comments Off on એક તૂટેલું બીન – કૃષાનુ મજુમુદાર

 

 

 

એક તૂટેલું બીન ને બીજું મન ગમગીન
બોલે તોયે શું? ના બોલે તોયે શું?
કોઈ લોચન ઢળ્યાં જમીન, કોઈ તન ને મન તલ્લીન
બોલે તોયે શું? ના બોલે તોયે શું?

નિર્જન વનવગડાની વાટે
કોઈ વાદળ વરસ્યું ના વરસ્યું,
નીરભર સરવરિયાની  આરે
કોઈ ઝૂરે તરસ્યું ના તરસ્યું

એક તડપતી  મીન બીજું ઈન્દ્રધનુ રંગીન
બોલે તોયે શું? ના બોલે તોયે શું?

કોઈ રસભર સારસ જોડી
સંગે કરતી દોડાદોડી
કોઈ ક્રૂર પારધી તીરે
એને  રુધિર રંગે  દીધી તોડી

એક બન્યું જ્યાં લીન ત્યાં બીજું બન્યું વિલીન
બોલે તોયે શું? ના બોલે તોયે શું?

સ્વરઃ કૃષાનુ   મજુમુદાર 
રચનાઃ અવિનાશ વ્યાસ
સંગીતઃ પુરુષોત્તમ ઉપાધ્યાય અને ગૌરાંગ વ્યાસ

એક તૂટેલું બીન

Comments Off on એક તૂટેલું બીન

 



એક તૂટેલું બીન ને બીજું મન ગમગીન
બોલે તોયે શું? ના બોલે તોયે શું?
કોઈ લોચન ઢળ્યાં જમીન, કોઈ તન ને મન તલ્લીન
બોલે તોયે શું? ના બોલે તોયે શું?

નિર્જન વનવગડાની વાટે
કોઈ વાદળ વરસ્યું ના વરસ્યું,
નીરભર સરવરિયાની  આરે
કોઈ ઝૂરે તરસ્યું ના તરસ્યું

એક તડપતી  મીન બીજું ઈન્દ્રધનુ રંગીન
બોલે તોયે શું? ના બોલે તોયે શું?

કોઈ રસભર સારસ જોડી
સંગે કરતી દોડાદોડી
કોઈ ક્રૂર પારધી તીરે
એને  રુધિર રંગે  દીધી તોડી

એક બન્યું જ્યાં લીન ત્યાં બીજું બન્યું વિલીન
બોલે તોયે શું? ના બોલે તોયે શું?



સ્વરઃ હંસા દવે
રચનાઃ અવિનાશ વ્યાસ
સંગીતઃ પુરુષોત્તમ ઉપાધ્યાય અને ગૌરાંગ વ્યાસ

@Amit Trivedi