રાધા શોધે મોરપિચ્છ ને… કલ્યાણી

Comments Off on રાધા શોધે મોરપિચ્છ ને… કલ્યાણી

રાધા શોધે મોરપિચ્છ ને ,શ્યામ શોધતા ઝાંઝરિયા.
રાધિકાની આંખ જપે છે,સાંવરિયા ઓ સાંવરિયા.

મોરલીના સુર કદંબ વૃક્ષે,ચીર થઈને ઝૂલે,
અને શ્યામની આંખો જળમાં,કમળ થઈને ખૂલે, કુંજગલીમાં ધૂળ રેશમી,તોય કહે એ કાંકરિયા….

ઉજળો દિવસ શ્યામ થયો ને,રાધિકા થઇ રાત,
યમુનાના જળ દર્પણ થઈને,કરે હૃદયની વાત, ભરી ભરીને ખાલી ખાલી,કરતી ગોપી ગાગરિયા…

-સુરેશ દલાલ.

સ્વર : કલ્યાણી કોઠાલકર
સ્વરાંકન હરીશચંદ્ર જોશી

રાધા શોધે મોરપિચ્છ ને

Comments Off on રાધા શોધે મોરપિચ્છ ને

રાધા શોધે મોરપિચ્છ ને ,શ્યામ શોધતા ઝાંઝરિયા.
રાધિકાની આંખ જપે છે,સાંવરિયા ઓ સાંવરિયા.

મોરલીના સુર કદંબ વૃક્ષે,ચીર થઈને ઝૂલે,
અને શ્યામની આંખો જળમાં,કમળ થઈને ખૂલે,
કુંજગલીમાં ધૂળ રેશમી,તોય કહે એ કાંકરિયા….

ઉજળો દિવસ શ્યામ થયો ને,રાધિકા થઇ રાત,
યમુનાના જળ દર્પણ થઈને,કરે હૃદયની વાત, ભરી ભરીને ખાલી ખાલી,કરતી ગોપી ગાગરિયા…

-સુરેશ દલાલ

સ્વર : હંસા દવે
સ્વરાંકન : પુરૂષોત્તમ ઉપાધ્યાય

તારી નદીયું પછી વાળજે

Comments Off on તારી નદીયું પછી વાળજે

તારી નદીયું પછી વાળજે 

તારી વીજળી ભૂસી નાંખજે 


તારા પગના ઝાંઝર રોકજે

 તારી કેડીએ  બાવળ રોપજે 


ને માવડી પાસે માંગજે ખાલી રે 

સપના વિનાની આખી રાત 

મારા હૈયાના ઝાડવાની હેઠ

Comments Off on મારા હૈયાના ઝાડવાની હેઠ

 

મારા હૈયાના ઝાડવાની હેઠ 
ઠેકયાં  મેં થોરિયા ને ઠેકી મેં વાડ ઠેકયાં તેં  દીધેલા ઊંચેરા  પ્હાડ 
ઠેકીમેં  ઠોકર ને  ત ઠેકી મેં ઢીંક ઠેકી તે દીધેલી ઊંડેરી બીક 
ઠેકી ઠેકીને હવે પહોંચી છું ઠેઠ 


ઠેકયાં  મેં થોરિયા ને ઠેકી મેં વાડ ઠેકયાં તેં  દીધેલા ઊંચેરા  પ્હાડ 
ઠેકીમેં  ઠોકર ને  ત ઠેકી મેં ઢીંક ઠેકી તે દીધેલી ઊંડેરી બીક 
ઠેકી ઠેકીને હવે પહોંચી છું ઠેઠ 
હેજી મારા હૈયાના ઝાડવાની હેઠ 

ઠેકયાં  મેં થોરિયા ને ઠેકી મેં વાડ 

ઠેકયાં તેં  દીધેલા ઊંચેરા  પ્હાડ 
છોડી તે પાથરેલી આખી જંજાળ 
છોડયા મેં સરનામાં છોડ્યું મેં નામ 

છોડ્યું સીમાડાનું છેવટનું ગામ 
છોડી છોડીને હવે પહોંચી છું ઠેઠ મારા હૈયાના ઝાડવાની હેઠ 


ઢોળ્યાં મેં ઢોળ્યાં તેં  દીધેલા ઘૂંટ 

હવે મારી ઝાંઝરીને બોલવાની છૂટ 
ખીલેથી છૂટ્યા છે ઓરતાના ધણ વીરડાને ભાળે  હવે મીઠાના રણ 
રણના રસ્તે હું તો પહોંચી છું ઠેઠ હૈયાના ઝાડવાની હેઠ  

હેજી મારા હૈયાના ઝાડવાની હેઠ   

-સૌમ્ય જોશી

સ્વર : શ્રુતિ પાઠક

@Amit Trivedi