હરિએ દઈ દીધો હરિવટે…

Comments Off on હરિએ દઈ દીધો હરિવટે…

હરિએ દઈ દીધો હરિવટે…
ક્યાં દેખું એ સુંદર મુખ, ક્યાં સનકારો ગળચટો?

આઘે આછા હરિરથ ઝળકે તેને તાકું કેવા!
પ્રાણ હોય તો તોડું આ તો હરિપણાના હેવાં;
નહીં સૂરતની, નહીં મૂરતની, આંસુની રમઝટો…

મીરાં કે પ્રભુ, અણસમજુનાં ક્યાં છે એવાં ગજાં?
કરી મને પાંપણથી ચપટી વગાડવાની સજા;
દરિયાએ પોતાના જળને એમ કહ્યું કે, “ઘટો!’

-રમેશ પારેખ

સ્વર : હરિશ્ચન્દ્ર જોશી

જડી, જડી, હું જડી હરિને

Comments Off on જડી, જડી, હું જડી હરિને

જડી, જડી, હું જડી હરિને માઝમ રાતે જડી,
મંદિર માથે ધજા ચડે એમ હું ય ઢોલિયે ચડી!

ચૂમું મારાં ભાયગને કે ચૂમું હરિને, સૈ!
ખરી પડેલી ડાળ હું પાછી ઝાડે વળગી ગૈ,
કેમ કરી ઓળંગું, પરવત શી અવઢવની ઘડી!

ખાલીખમ કૂવામાં આપોઆપ પ્રગટિયાં અમી,
હરિ જેટલા ગમ્યા એટલી મુને, મૂઈ! હું ગમી!
મુંને આંબવા મુજ સોંસરવી હરિ કાઢતા હડી…

-રમેશ પારેખ

સ્વર : ઐશ્વર્યા મજુમદાર
સ્વરાંકાન : સુરેશ જોશી

@Amit Trivedi