ચાલ રમીએ સહિ

Comments Off on ચાલ રમીએ સહિ

ચાલ રમીએ સહિ ! મેલ મથવું મહી,
વસંત આવ્યો વનવેલ ફૂલી;
મ્હોરિયા અંબ, કોકિલ લવે કદંબ,
કુસુમ-કુસુમ રહ્યા ભ્રમર ઝૂલી.

પહેર શણગાર ને હાર, ગજગામિની,
ક્યારની કહું છું જે ચાલ ઊઠી;
રસિક મુખ ચુંબીએ, વળગીએ, ઝુંબીએ,
આજ તો લાજની દુહાઈ છૂટી.

હેતે હરિ વશ કરી લ્હાવો લે ઉર ધરી,
કર ગ્રહી કૃષ્ણજી પ્રીતે પળશે;
નરસૈયો રંગમાં અંગ ઉન્મત થયો,
ખોયેલા દિવસનો ખંગ વળશે.

-નરસિંહ મહેતા

સ્વર : સોલી કાપડીયા. હેમા દેસાઇ

રંગમંચના મેદાને સંગીતનું ક્રિકેટ

Comments Off on રંગમંચના મેદાને સંગીતનું ક્રિકેટ

 

 

રંગમંચના મેદાને સંગીતનું ક્રિકેટ હજી પણ રમીએ છીએ.
નવા સમયની નવી રમતમાં નવાં લઈને બેટ હજી પણ રમીએ છીએ.

ટેસ્ટ મેચમાં ધીમું રમતાં મોટા જુમલા ફટકાર્યા,
વન-ડેમાં પણ ખુલી ખુલીને ચોગ્ગા ને છક્કા માર્યા;
ટ્વેન્ટી ટ્વેન્ટીમાં ય હવે ઊંચો રાખી રન રેટ હજી પણ રમીએ છીએ.

શ્વેત રંગની પરંપરાને પહેરી છે ચાલીસ વરસ,
નવા પ્રયોગોથી જનસાધારણનો સતત વધાર્યો રસ,
જુદાં રંગના પહેરી જર્સી, શૂઝ કેપ કે હેટ હજી પણ રમીએ છીએ.

-શ્યામલ મુનશી

સ્વર : શ્યામલ, સૌમિલ મુનશી

@Amit Trivedi